ભાવનગરમાં રોગચાળાનો રાફડો ભાવનગર : હાલમાં કમોસમી વરસાદે બદલેલા ઋતુ ચક્રની વિપરીત અસર મનુષ્યના જીવન પર પડી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં જાણો ચોમાસુ શરૂ થયું હોય તેવું વાતાવરણ છેલ્લા એક અઠવાડિયાથી યથાવત જોવા મળી રહ્યું છે. ઊનાળામાં લોકો હાલની સીઝનમાં પાતળા કપડાં અને એસીમાં રહેવા મજબૂર બનતા હોય છે તેના બદલે ગરમ કપડાં પહેરવા મજબૂર થયા છે. ભાવનગરમાં વાયરલ તાવના કેસમાં વધારો છે તેમાં ભાવનગરમાં પંદર દિવસમાં તાવના અધધધ કેસ માત્ર સરકારે ચોપડે નોંધાયા છે. ત્યારે ખાનગીના મળીને કેટલા હશે તે વિચારવાનો પ્રશ્ન છે. વાતાવરણને અનુલક્ષીને ખોરાકપાણીનું શું ધ્યાન રાખવું તેની સલાહ તબીબો આપી રહ્યાં છે.
વાયરલ રોગના ભરડામાં બાળકો અઠવાડિયાથી વરસાદ : ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ચોમાસા જેવા દિવસો વીતી રહ્યા છે. સવારમાં તડકો અને સાંજ થતા વરસતા કમોસમી વરસાદ બાદ રાત્રે વાતાવરણ શિયાળા જેવું બની જાય છે. દિવસે અને રાત્રે પણ કપડાં પહેરવા ગમે નહીં તેવા હાલના ઉનાળાના સીઝનમાં ત્રણ ઋતુ જેવા વાતાવરણમાં વાયરલ રોગોએ માથું ઊંચક્યું છે. આંકડાઓ ચિંતાજનક સામે આવ્યા છે ત્યારે તબીબના મતે કેમ રહેવું અને શું ખાણીપીણીનું ધ્યાન રાખવું તેની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો Unseasonal Rain: ભાવનગરમાં નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા ભરાયા પાણી
મિશ્ર ઋતુઓમાં અસર : ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. સવારથી લઈને બપોર સુધી ભારે તડકો રહે છે અને સાંજ થતાંની સાથે જ કમોસમી વરસાદ ધોધમાર વરસી જાય છે. આમ ત્રણ મોસમનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. સવારમાં તડકો સાંજે વરસાદ અને રાત થતાની સાથે જ કડકડતી ઠંડીનો અનુભવ થાય છે. આ મિશ્ર ઋતુઓમાં હાલ વાઇરલ રોગો માથું ઊંચકી રહ્યા છે. વાયરલ રોગો ભાવનગર વાસીઓમાં ઘરે ઘરે પહોંચી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા : ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના 14 જેટલા આરોગ્યના સેન્ટરો આવેલા છે. આ સાથે ભાવનગરની એક સર ટી હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલ છે. ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પાસે આંકડા હાજર ન હતા માટે જવાબ તેવો આપીને હાથ ઊંચા કરી દીધા હતા. જ્યારે આરોગ્ય વિભાગના રોગ નિયંત્રણ વિભાગના અધિકારી ડોક્ટર વિજય કાપડિયા જણાવ્યું હતું કે હાલમાં મિશ્ર ઋતુ અને પગલે વાયરલ રોગો વધી રહ્યા છે. આંકડાઓમાં શરદી ઉધરસના છેલ્લા 15 દિવસમાં 1408 જેટલા કેસ નોંધાયો છે. જ્યારે તાવના 7,100 જેટલા 15 દિવસમાં સરકારી હોસ્પિટલોમાં કેસ નોંધાયેલા છે.
આ પણ વાંચો Unseasonal Rain : 80 હજાર ડુંગળીની ગુણી પર પાણી ફરી વળ્યું, માવઠાની ખેડૂતને થપાટ
કેસોનું મોટું પ્રમાણ હોવાનું અનુમાન : હવે વિચારો કે ખાનગી હોસ્પિટલોનો પણ ક્યાંક સમાવેશ કરવામાં આવે તો આંકડો 10,000ને પાર જરૂર કરી જાય. આવી પરિસ્થિતિમાં આરોગ્ય અધિકારી પાસે હાજર આંકડા પણ નથી. ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ આમાં ગંભીર નથી? ત્યારે શરદી ઉધરસના કેસનો પણ આંકડો 5000 આસપાસ અનુમાન લગાવી શકાય છે. જોકે ઘરે ઉપચાર કરનાર વર્ગ કેટલો હશે તે પણ પ્રશ્ન છે.
આરોગ્ય અધિકારીની સલાહ : સમગ્ર ગુજરાતમાં હાલમાં ઉનાળો શરૂ થઈ જવો જોઈએ. પરંતુ કમોસમી વરસાદને કારણે સવારમાં તાપ બપોર પછી વરસાદ અને સાંજ બાદ રાત્રી થતા કડકડતી ઠંડી લોકોને માંદગી તરફ ધકેલી રહી છે. વાયરલ રોગોમાં શરદી ઉધરસ,તાવ લોકોના ઘરમાં ઘર કરી રહ્યા છે. જો કે વાયરલ પગલે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર આર કે સિંહાએ જણાવ્યું હતું કે હાલ મિશ્ર ઋતુમાં ખાસ કરીને લીંબુ વાળી ચીજો અને બહારની ચીજો આરોગવાનું ટાળવું જોઈએ. આ સાથે સાંજ થતા જ રાત્રી દરમિયાન શિયાળા જેવા માહોલમાં શરીરને ગરમી રહે તેવા કપડા પહેરવા જોઈએ. ઠંડીનો જો માહોલ હોય ત્યારે ખુલ્લા શરીરે કે પાતળું કપડું બને ત્યાં સુધી ન પહેરવું જોઈએ. આ સાથે ભીડભાડવાળી જગ્યાએથી દૂર રહેવું જોઈએ જેથી વાયરલ રોગોથી બચી શકાય છે.