ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhi Jayanti : આખા વર્ષની 80 ટકા ખાદી ત્રણ મહિનામાં ખપી જાય, ખાદીની બનાવટથી ખરીદી સુધીની સ્થિતિ જાણો - ગાંધી જયંતિ 2023

ભાવનગરમાં ખાદી વેચાણ કરતાં વેપારીઓ ગાંધી જયંતિ 2023ની ઉજવણી નિમિત્તે ભરેલા ખાદી વસ્ત્રનો સ્ટોક ખાલી થાય એવી આશા રાખે એ સ્વાભાવિક છે. ત્યારે ભાવનગરમાં ગાંધી જયંતિએ ખાદીનું વેચાણ કેવું રહ્યું જૂઓ.

Gandhi Jayanti : આખા વર્ષની 80 ટકા ખાદી ત્રણ મહિનામાં ખપી જાય, ખાદીની બનાવટથી ખરીદી સુધીની સ્થિતિ જાણો
Gandhi Jayanti : આખા વર્ષની 80 ટકા ખાદી ત્રણ મહિનામાં ખપી જાય, ખાદીની બનાવટથી ખરીદી સુધીની સ્થિતિ જાણો

By ETV Bharat Gujarati Team

Published : Oct 2, 2023, 9:22 PM IST

ખાદીનું વેચાણ કેવું રહ્યું જૂઓ

ભાવનગર : ખાદી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ દેશને ભેટમાં આપી છે. ચરખો કાંતિને બનાવાતી ખાદીની સ્થિતિ નબળી છે કારણો ઘણા છે. ત્યારે ગાંધી જયંતિએ ખાદીની સ્થિતિના કેટલાક કારણો અને હાલની સ્થિતિમાં ખાદીની આવક અને ખરીદી પર થોડી વિશ્લેષણ ખરીદનાર અને વેચનારના શબ્દો પરથી તમેં પણ કરી શકો.

ભાવનગર ગાંધી સ્મૃતિમાં ખાદીની સ્થિતિ : સ્વદેશી પહેરવેશ એટલે ખાદી ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્વદેશી પહેરવેશ એટલે ખાદી દેશની પ્રજાને ભેટ આપી ત્યારથી ખાદીનું મહત્વ સમગ્ર રાષ્ટ્ર માટે મહત્વતા ધરાવે છે. આજના સમયમાં ખાદી યુવાનોમાં જોઈએ તેટલી પ્રચલિત નથી. પરંતુ ભાવનગરમાં ખાદીને લઈને હજુ પણ કેટલાક વર્ગના લોકો ખરીદી કરવામાં માને છે. જ્યારે ભાવનગર ગાંધી સ્મૃતિમાં ખાદીની સ્થિતિ શું છે જાણીએ.

ખાદીના ચાહક

ખાદીનું કાપડ પહેરવેશમાં ફાયદાકારક : સમગ્ર દેશમાં 2 ઓક્ટોબર નિમિત્તે ગાંધી જયંતીને ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીજીએ દેશને આપેલી ખાદીને લઈને અહીંયા વાત કરવાની છે.ગાંધી સ્મૃતિ ખાતે 2 ઓક્ટોબર નિમિત્તે ખાદીની ખરીદી કરતા લોકો નજરે પડી રહ્યા છે. જો કે ખાદીને લઈને ખરીદી કરતા લોકોનું શું કહેવું છે તે પણ સમજવું જોઈએ.

હું છેલ્લા 25 વર્ષથી ખાદીની ખરીદી કરીને તેનો ઉપયોગ કરું છું, ત્યારે અમારા પેરેન્ટસ પણ છેલ્લા 40 વર્ષ કરતા વધુ સમયથી ખાદીનો ઉપયોગ કરી રહ્યા છે. આજના યુવાનોમાં જાગૃકતા આવે તે જરૂરી છે. ખાદી ઘણા પ્રકારની આવે છે, જેમાં સિલ્કની પણ ખાદી હોય છે અને કોટનની પણ ખાદી પણ હોય છે. ત્યારે લોકોએ ખાદી ખરીદવી જોઈએ. જો કે ખાદી પહેરવાથી સ્કીન ડીસીઝ થતા નથી...હર્ષાબેન માવાણી (ગ્રાહક)

ભાવનગર ખાદીગ્રામોદ્યોગની સ્થિતિ : ભારતના રાષ્ટ્રપિતાએ દેશના ગરીબ લોકોને ધ્યાનમાં રાખીને ચરખો કાંતીને ખાદીનું ઉત્પાદન શરૂ કર્યું હતું અને સમગ્ર દેશને ખાદીનું વસ્ત્ર આપ્યું હતું. પરંતુ આજના આધુનિક સમયમાં આ ખાદીને લઈને વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં ગાંધી સ્મૃતિમાં આવેલા ખાદી ગ્રામઉદ્યોગમાં ખાદીની ખરીદી ત્રણ માસ માટે વધારે પ્રમાણમાં થાય છે,

આજે ફેશનેબલ, શૂટિંગ સેટિંગનો ઉપયોગ થાય તેવી ખાદીનો ક્રશ યુવાનોમાં જોવા મળી રહ્યો છે. ખાદી ભાવનગર અને જિલ્લામાં ગામડાઓમાં બની રહી છે. અમારે ત્યાં ખાદી ભાવનગર શહેર જિલ્લા સહિત અમદાવાદ, વડોદરા વગેરે જેવા શહેરોમાંથી પણ આવે છે અને એકબીજાની આપ લે કરીને વેચાણ કરીએ છીએ. 240 થી 300 રૂપિયા ભાવ છે જેમાં 36 નો પન્નો અને 45 નો પન્નો પણ આવે છે...ભૂપેશ શાહ (ખાદી ગ્રામ ઉદ્યોગના મેનેજર)

ખાદી બનાવવાની સ્થિતિ આજના સમયમાં શું : ભાવનગર શહેર અને જિલ્લામાં તેમજ રાજ્યમાં અનેક જગ્યાઓ પર ખાદી બનાવવામાં આવે છે, ત્યારે ભાવનગર ગાંધી સ્મૃતિના ખાદી ગ્રામઉદ્યોગ દ્વારા 120 જેટલા ચરખાઓ ઘોઘા ખાતે ચલાવવામાં આવી રહ્યા છે. પરંતુ તેમાં પણ સૌથી મોટી મુશ્કેલી લોકોને રોજગારી ઓછી પડતું હોવાનું જાણવા મળ્યું છે. રોજના માત્ર 70 રૂપિયા જેવી આવક ચરખો કાંતનારને પરવડી રહ્યા નથી. ભાવનગર ખાદી ગ્રામઉદ્યોગના મેનેજર ભુપેશ શાહે જણાવ્યું હતું કે ભાવનગરમાં ખાદી ગ્રામઉદ્યોગ સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં જ્યારે રિબેટ યોજના જાહેર કરવામાં આવે છે ત્યારે 40 લાખની ખાદીનું વેચાણ થાય છે. પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન માત્ર 60 લાખની ખાદી વહેંચાય છે .જો કે વર્ષો પહેલાંના ખાદીના વેચાણના આંકડા કરતા આ આંકડો ખૂબ જ ઓછો હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

  1. Grey Cloth Production In Surat: સુરતમાં 2 લાખ કારીગરોના એક નિર્ણયથી ટેક્સટાઇલ ઉદ્યોગને પડ્યો કરોડોનો ફટકો
  2. ડીસામાં સદીઓથી ચાલી રહેલો હાથ વણાટ ઉધોગ હવે સરકારની નીતિના કારણે મૃત અવસ્થામાં પહોંચ્યો
  3. Gandhi Jayanti 2023 : ગાંધી જયંતિ નિમિત્તે સી આર પાટીલ સહિત કાર્યકરોએ ખાદી ખરીદી

ABOUT THE AUTHOR

...view details