ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar News : " અમારું ઊંધું વળવાનું હતું વળી ગયું હવે એમના બાળબચ્ચાંને સહાય કરો " 6 મૃતકોની વતનમાં અંતિમયાત્રા નીકળી - મનસુખ માંડવીયા

ઉત્તરાખંડ અકસ્માતમાં મૃત્યુ પામેલાં 6 લોકોના મૃતદેહ સોમવારે મોડીરાત્રે વતન પહોંચ્યાં હતાં. આજે પરિવારજનો અને ગામજનોના માતમ વચ્ચે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. ત્યારે આ મૃતકોમાંથી કેટલાક પરિવાર માટે સહાયની વિનંતી કરવામાં આવી છે.

Bhavnagar News : " અમારું ઊંધું વળવાનું હતું વળી ગયું હવે એમના બાળબચ્ચાંને સહાય કરો " 6 મૃતકોની વતનમાં અંતિમયાત્રા નીકળી
Bhavnagar News : " અમારું ઊંધું વળવાનું હતું વળી ગયું હવે એમના બાળબચ્ચાંને સહાય કરો " 6 મૃતકોની વતનમાં અંતિમયાત્રા નીકળી

By

Published : Aug 22, 2023, 3:55 PM IST

સહાયની વિનંતી થઇ છે

ભાવનગર : ઉત્તરાખંડ બસ દુર્ઘટનામાં મૃતકોની અમદાવાદથી વતન લાવ્યા બાદ ત્રીજા દિવસે અલગ અલગ ગામોમાં છ અંતિમયાત્રાઓ નીકળી હતી. સૌથી નાના વણઝારા સમાજના કરણ ભાટીની અંતિમયાત્રામાં પાલીતાણાના લોકો જોડાયા હતા. કઠવા ગામના પૂર્વ સરપંચ રાજુભાઈ મેરના મૃત્યુ બાદ ગામના આગેવાનોએ સરકાર સમક્ષ અપેક્ષાના રૂપે માંગ મૂકી છે.

આવો વ્યક્તિ અમને હવે ફરી નહીં મળે, અમારું તો ઊંધું વળવાનું હતું તે વળી ગયું, પણ સરકારને એટલું જ કહેવાનું છે કે તેના ઘરમાં હવે અન્ય કોઈ છે નહીં. તેને એક પુત્ર અને બે પુત્રીઓ છે તો સરકાર તેને સહાય આપે. અમારા ખર્ચે અમદાવાદથી મૃતદેહ લાવ્યા હતાં અને મનસુખભાઈ માંડવીયાને પણ જાણ કરી હતી પણ સરકારે જે ધ્યાન દેવું જોઈએ તેવું કોઈ ધ્યાન દીધું નથી...વનરાજભાઈ પરમાર (આગેવાન, કઠવા ગામ, ભાવનગર)

ત્રીજા દિવસે મૃતદેહો વતન પહોંચ્યા : શ્રાવણમાં પવિત્ર ચારધામની યાત્રા જિલ્લાના છ વ્યક્તિઓની અંતિમ યાત્રા બની ગઈ હતી. ઉત્તરાખંડમાં ગંગનાની પાસે બસ ખાઈમાં ખાબકતા થયેલા મૃત્યુ બાદ ત્રીજા દિવસે મૃતદેહો પોતાના વતન પહોંચ્યા હતાં. પત્નીએ, પુત્રોએ અને માતાપિતાઓએ પોતાનો ઘરનો સભ્યો ગુમાવ્યો છે. ત્યારે મૃતદેહો પણ સ્વખર્ચે સ્વજનો અમદાવાદથી લાવ્યા છે. ત્યારે હવે સહાયની માંગ ઉઠી છે.

નોંધારા બનેલા બાળકો માટે સરકારની સહાયની અપેક્ષા

ઉત્તરાખંડ અકસ્માત મૃતકો : ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ ભાવનગરની શ્રી હોલીડે ટુર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. 15 તારીખે શરૂ થયેલી ચારધામ યાત્રામાં યમનોત્રીના દર્શન બાદ ગંગોત્રીના દર્શન કરી પરત ફરતા ગંગનાની પાસે યાત્રિકોની બસ ખાઈમાં ખાબકી હતી. 32 સવાર પૈકી 28 ભાવનગરના હતાં જેમાં 7 ના મૃત્યુ થયા હતા. ભાવનગરના મીનાબેનના અંતિમ સંસ્કાર ઋષિકેશ કરવામાં આવ્યાં જ્યારે 6 ના મૃતદેહ બીજા દિવસે રાત્રે અમદાવાદ હવાઈ માર્ગે પહોંચ્યા હતાં. ભાવનગર જિલ્લાના તરસરા,પાદરી,કઠવા,પાલીતાણા,મહુવાના દંપતિ એમ 7 મૃત્યુ થયા હતા. આ બધાં ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અમારા સંબંધી અનિરુદ્ધભાઈ અને ભાણેજ બંને અહીંથી 15 તારીખે બસમાં ગયા હતા. શ્રાવણ માસ નિમિત હોવાથી ચારધામની યાત્રામાં ગયા હતા. ત્યારે ગંગોત્રી પાસે ઘટના બની છે તેમાં તેનું અવસાન થયું છે. જેને લઈને પરિવારમાં શોક પ્રસરી ગયો છે જેનું અમને ખૂબ દુઃખ છે...જીતુભાઇ જોશી (મૃતક અનિરુદ્ધભાઈના સંબંધી, ભાવનગર)

તરસરા, કઠવા અને પાલીતાણાના મૃતકોને પુત્રપુત્રી : ઉત્તરાખંડમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને પોતાના વતન લાવવામાં આવ્યા હતા. ત્યારે તરસરાના અનિરુદ્ધભાઈ જોશીને બે પુત્રીઓ છે. આ બંને પુત્રીઓએ પિતાને ગુમાવ્યા છે. ત્યારે પરિવાર અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે કઠવા ગામના રાજુભાઈ મેર પૂર્વ સરપંચ હતાં અને તેમની અંતિમયાત્રામાં સમગ્ર ગામ હીબકે ચડ્યું હતું. પરિવારમાંથી પણ અને સ્વજનોમાંથી તેમના ઘરમાં બે પુત્રીઓ હોવાને પગલે સરકાર પાસે સહાયની અપેક્ષા રાખવામાં આવી છે.

કરણ ભાટી સૌથી નાની વયના મૃતક :જો કે સૌથી નાના પાલીતાણાના કરણ ભાટી (29 વર્ષ)ને બે પુત્રીઓ અને એક પુત્ર છે, તેની પણ અંતિમયાત્રા વિધિવત વણઝારા સમાજના રીતિરિવાજ પ્રમાણે યોજવામાં આવી હતી. જ્યારે દક્ષાબેન અને ગણપતભાઈ મહેતાના અંતિમ સંસ્કાર મહુવા અને ગીગાભાઈ ભમ્મરના પાદરી ગામે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

કઠવાના પૂર્વ સરપંચની નામના :સર ભાવનગર જિલ્લાના કઠવા ગામે રાજેશભાઈ રાઘવભાઈ મેરના મૃત્યુ બાદ અંતિમયાત્રા નીકળી હતી. ત્યારે ગામના આગેવાન વનરાજભાઈ પરમારે જણાવ્યું હતું કે રાજુભાઈ મેર સરપંચ હતાં અને શિક્ષણમાં તેમને ખૂબ ખૂબ ભોગ આપ્યો અને કેટલાક ગામના લોકોને નોકરીઓ પણ અપાવી છે. જિલ્લામાં કોઈને પણ કામ હોય તો દોડીને જતા હતાં.

  1. Gangotri Accident: ગંગોત્રી નજીક અકસ્માતમાં મોતને ભેટેલા 7 ગુજરાતીઓના મૃતદેહને અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા
  2. Uttarakhand Accident Update: માત્ર 110 રૂપિયા બચાવવા માટે એજન્ટે ભાવનગર RTOમાંથી પરવાનગી ના લીધી, યાત્રાળુઓને સીધા દિલ્હી બોલાવી યાત્રા શરૂ કરાવી
  3. Uttarakhand Accident: ઉત્તરાખંડ બસ અકસ્માતમાં કરણ ભાટીનું મોત થતાં બાળકો બન્યા પિતાવિહોણા, મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો પરિવાર

ABOUT THE AUTHOR

...view details