ગુજરાત

gujarat

ETV Bharat / state

Health Tips : ગરમીથી થતાં ડિહાઇડ્રેશનથી બચવું છે? ભોજન અને પીણાં બાબતે ડોક્ટરની સલાહ માનો - ગરમી

ભાવનગરમાં ગરમીનો પારો 36 ડીગ્રીએ પહોંચતાં રસ્તા પર નીકળવું મુશ્કેલ બન્યું છે. ગરમીની આરોગ્ય પર થતી પ્રતિકૂળ અસરથી બચવા ડોકટરની સલાહ શું છે તે જાણીએ. ડોકટર તેજસ દોશી સાથે ખાસ વાતચીતમાં જાણો ભોજન અને પીણું કેવું લેવું જરૂરી છે.

Health Tips : ગરમીથી થતાં ડિહાઇડ્રેશનથી બચવું છે? ભોજન અને પીણાં બાબતે ડોક્ટરની સલાહ માનો
Health Tips : ગરમીથી થતાં ડિહાઇડ્રેશનથી બચવું છે? ભોજન અને પીણાં બાબતે ડોક્ટરની સલાહ માનો

By

Published : Apr 10, 2023, 4:42 PM IST

ભાવનગરમાં ગરમીનો પારો 36 ડીગ્રીએ

ભાવનગર : ભાવનગર શહેરમાં ઉનાળાને પગલે બહાર નીકળવામાં લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં ગરમીને પારો 36 ડિગ્રીથી આગળ વધી રહ્યો છે ત્યારે ભાવનગરવાસીઓને પોતાની ખાણીપીણી ઉપર ખાસ નજર રાખવી જરૂરી બને છે. નહિતર ગરમીથી ડિહાઇડ્રેશનનો શિકાર થતા ક્ષણભર સમય લાગતો નથી. જેનાથી બચવા ETV BHARATએ ખાસ તબીબ સાથે વાતચીત કરી છે.

પ્રાથમિક કાળજી શું લેવી: ભાવનગર શહેરમાં આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ગરમીનો સામનો કરવાની શરૂઆત ભાવનગરવાસીઓએ કરી દીધી છે. જો કે તાપમાનનો પારો 36 સેલ્સિયસ ડિગ્રીએ પહોચ્યો છે ત્યારથી જ રસ્તા ઉપર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે ડોક્ટર તેજસ દોશીએ જણાવ્યું હતું કે ખાસ કરીને ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે લોકોએ જાડા કપડા પહેરવા જોઈએ નહીં. જીન્સ જેવા કપડા પહેરવાનું ટાળવું જોઈએ. જેથી કરીને શરીરની ગરમીના તાપમાનને જાળવી શકાય. આ સાથે રસ્તા ઉપર નીકળતા લોકો માટે ટોપી પહેરવી અને મોઢા ઉપર રૂમાલ બાંધવો જરૂરી છે. તેમ કરવામાં આવે તો ચામડીને બચાવી શકાય છે અને ડિહાઇડ્રેશનથી પણ બચી શકાય છે.

આ પણ વાંચો coconut water : જાણો ઉનાળામાં ગરમીથી બચવા માટે નારિયેળ પાણી પીવાના ફાયદા

કયા પીણાં ખાસ લેવા જોઈએ : ભાવનગરમાં આખરે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. લોકોને નછૂટકે પાણીની જરૂરિયાત વધારવી પડી છે. 36 ડિગ્રી તાપમાન પહોંચતા પાણી વધુ પ્રમાણમાં પીવું જોઈએ. ડોક્ટર તેજસ દોશીએ જણાવ્યું હતું કે ગરમીનો પારો જેમ જેમ વધે તેમ તેમ ડિહાઇડ્રેશનની શક્યતાઓ વધતી જાય છે. ત્યારે શરીરમાં પાણીની ઉણપ ઊભી થાય છે. આથી દરેક લોકોએ ખાસ કરીને પાણી અને લીંબુ શરબત, સંતરા, તરબૂચ, છાશ, દ્રાક્ષ વગેરે આરોગવા જોઈએ. જેથી કરીને શરીરના પાણીના સ્તરની માત્રાને જાળવી શકાય.

આ પણ વાંચો Change Of Weather tips : બદલાતી સિઝનમાં ફિટ રહેવા માટે આ સરળ રીતો અજમાવો

ઉનાળામાં ભોજનમાં શું કાળજી : રાખવી ગરમીને વધતો પારો ડીહાઇડ્રેશનને નોતરું આપે છે. ત્યારે સતત પાણી પીતા રહેવું અથવા તો કોઈ પણ પ્રવાહીવાળા ફળો અથવા તો લીંબુ શરબત આરોગવા વધારે હિતાવહ છે. ત્યારે ડોક્ટર તેજસ દોશીએ જણાવ્યું હતું કે આ સાથે ભોજનનો પણ ખ્યાલ રાખવો જોઈએ. ખાસ કરીને પોતાના ભોજનમાં કઠોળ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. શાક બનાવવામાં આવે તો રસાવાળું હોવું જોઈએ. તેમ જ દાળ જો થતી હોય તો દાળનું પણ સેવન કરતા રહેવું જોઈએ. આમ કોઈ પણ રીતે પ્રવાહી શરીરમાં જાય તે પ્રકારનું ભોજન અને પીણું લેવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details