ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar News : ભાવનગરમાં યોજાઇ એલિમેન્ટ્રી ડ્રોઇંગ પરીક્ષા, પ્રોત્સાહન મળે પણ આગળ જતાં રોજગારની મૂંઝવણનું શું? - Recruitment of Drawing Teacher

ભાવનગર બાળ કલાકારોથી લઈને દરેક પ્રકારની વયના કલાકારો છે. સરકારની એલિમેન્ટ્રી એલિમેન્ટ્રી ડ્રોઇંગ પરીક્ષા અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાથી બાળકોને પ્રોત્સાહન મળી રહ્યું છે પણ રોજગારી મળશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. સરકારની નીતિને પગલે કલાનું મહત્વ પરીક્ષાઓ લેવા છતાં ઘટી ગયું છે. કલા આગામી વર્ષોમાં સરકારની આ નીતિથી શું જીવંત રહેશે ખરા ?

Bhavnagar News : ભાવનગરમાં યોજાઇ એલિમેન્ટ્રી ડ્રોઇંગ પરીક્ષા, પ્રોત્સાહન મળે hણ આગળ જતાં રોજગારની મૂંઝવણનું શું?
Bhavnagar News : ભાવનગરમાં યોજાઇ એલિમેન્ટ્રી ડ્રોઇંગ પરીક્ષા, પ્રોત્સાહન મળે hણ આગળ જતાં રોજગારની મૂંઝવણનું શું?

By

Published : Jul 3, 2023, 4:00 PM IST

Updated : Jul 3, 2023, 5:35 PM IST

સરકારની નીતિને પગલે કલાનું મહત્વ ઘટ્યું છે

ભાવનગર : સમગ્ર ગુજરાતમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કલા એટલે ચિત્રને પગલે એલિમેન્ટ્રી ડ્રોઇંગ અને ઇન્ટરમીડિયેટ પરીક્ષા હાલમાં લેવામાં આવી છે. નાનપણથી કળાને જાગૃત કરવાનું કામ સરકાર નિભાવી રહી છે. પરંતુ જ્યારે એ બાળક યુવાન વયે પહોચે અને કલાકાર તરીકે કારકિર્દી બનાવવા ઈચ્છે તો એક માત્ર સરકારના રોજગાર મેળવવાના કલાકર તરીકેના માર્ગ બંધ કરી દીધા છે. ત્યારે સવાલ ઉભો જરૂર થાય કે સરકારના રાજ્ય પરીક્ષા બોર્ડ દર વર્ષે એલિમેન્ટ્રી જેવી પરીક્ષા લેવાનો અર્થ શું છે?

એલિમેન્ટ્રી ડ્રોઇંગ પરીક્ષા લેવાઈ : ભાવનગર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક અને પ્રાઇમરીની પરીક્ષા લેવામાં આવી છે. એલિમેન્ટ્રી અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાના ઝોનલ અધિકારી શાહનવાઝબેન સૈયદે જણાવ્યું હતું કે આ પરીક્ષા ચિત્રકામની છે અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે લેવામાં આવે છે. માધ્યમિક અને પ્રાઇમરી બે વિભાગમાં લેવામાં આવે છે. આ વર્ષે પ્રાઇમરીમાં ધોરણ 5 થી 8 માં એલિમેન્ટ્રી પરીક્ષા માટે 10 તાલુકામાં 421 સેન્ટર પર 9936 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જ્યારે માધ્યમિકમાં 10 તાલુકામાંથી 5 તાલુકામાં 17 સેન્ટર ઉપર 933 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

એક્ઝામનો ફાયદો ખાસ ધોરણ 11 અને 12માં વિદ્યાર્થી આવે ત્યારે મુખ્ય વિષય તરીકે રાખી શકે છે. ATD માં પ્રવેશ મેળવીને પ્રાઇમરીના ચિત્ર શિક્ષક બની શકે છે. આ સાથે ડિપ્લોમા ઇન પેઇન્ટિંગ જેવો કોર્સ કરી શકે છે... શાહનવાઝબેન સૈયદ (ઝોનલ અધિકારી,એલિમેન્ટ્રી પરીક્ષા,ભાવનગર)

એલિમેન્ટ્રી અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાબિનજરૂરી કેમ લાગે : ગુજરાત સરકારના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એલિમેન્ટ્રી અને ઇન્ટરમીડિયેટ પરીક્ષા લઈને બાળકમાં એક કલાકારીનો કીડો જન્માવવાનું કામ કરવામાં આવે છે. પરીક્ષાર્થી પ્રોત્સાહન બાળકોને મળે છે.પરંતુ એલિમેન્ટ્રી અને ઇન્ટરમીડિયેટ પરીક્ષા આપ્યા બાદ કોઈ બાળક કલામાં આગળ વધે તો યુવાન વયે તેના માટે રોજગારીનું માધ્યમ કલા થકી કોઈ રહેતું નથી. ચિત્ર શિક્ષક નોકરી અંગે નિષ્ણાતનો મત જાણીએ તો ભાવનગર કલા શિક્ષક સંઘ જણાવી રહ્યું છે. જે ક્ષેત્રમાં રોજગારી ના હોઈ તેવા વિષય પર આજનો બાળક શું પોતાનો અભ્યાસ કરશે ખરા ? હા આ સવાલ જરૂર ઉભો થાય છે. કલાનગરી ભાવનગરમાં અનેક કલાકારો છે પણ તેની કલા દ્વારા રોજગારીનું માધ્યમ કોઈ નિશ્ચિત નથી.

સરકારે ચિત્ર શિક્ષકની છેલ્લે 2009માં ભરતી કરી હતી. ત્યારબાદ 13 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. ગુજરાતમાં 13 ફાઇન આર્ટસ કોલેજ હતી તેમાંથી આજે માત્ર 6 રહી ગઈ છે. ખરેખર કોલેજ ધમધમતી હોવી જોઈએ. બાળકોની આ પરીક્ષા લઈએ છીએ પરંતુ આગળ જતાં કોઈ સ્કોપ મળતો નથી. એન્જીનીયરીંગ કે આર્કિટેકમાં આ પરીક્ષા ફરજિયાત હોવા જોઈએ તો પરીક્ષાનું મહત્વ જળવાય...અજય ચૌહાણ ( પ્રમુખ, કલા શિક્ષક સંઘ,ભાવનગર)

સરકારની નીતિ કહી પે નિશાના કહી પે નિગાહે જેવી : ભાવનગર કલાનગરીમાં ખોડીદાસ પરમાર જેવા પ્રખ્યાત અને શ્રેષ્ઠ ક્લાગુરુ મળ્યા છે. શહેરમાં આજે પણ અનેક નાના બાળ કલાકારો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ,સિલ્વર મેડલો મેળવીને દેશનું નામ રોશન કર્યું છે. પરંતુ અફસોસ એક જ વાતનો છે કે સરકારની નીતિ અહીંયા ક્યાંક ગુજરાતી ઉખાણાં જેવી છે કે હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાડવાના જુદા.

ચિત્રકલાનું મહત્ત્વ

ચિત્ર શિક્ષકની ભરતી શૂન્ય : જો પરીક્ષા દર વર્ષે લેવામાં આવતી હોય તો કલાને જીવંત રાખવા અને કલાકારીને પ્રગટાવવા માટે રોજગારી આપવી જરૂરી છે. એક માત્ર શાળાઓમાં ચિત્ર શિક્ષકની ભરતીનો રોજગારીનો સ્કોપ હોવા છતાં સરકારે તેમાં ભરતી કરી નથી. મતલબ સાફ છે કે શું સરકાર ક્યાંક કલાનું પતન કરવા માંગે છે?.

  1. Teachers in Education Conference : દેશના શિક્ષકોએ સ્પષ્ટ કર્યું ચિત્ર, 3 મહિના સુધી સેલેરી નહીં, વિદ્યાર્થીઓ માટે જ સમય નથી
  2. Gujarat Assembly Question Hour : ગુજરાતના દયનીય શિક્ષણક્ષેત્રનું ચિત્ર સ્પષ્ટ, શિક્ષકોની ઘટ, વીજળી વગરની શાળાઓ, આ શું છે?
  3. Rajkot News : કામ માટે માણસો મળતા નથી, દેશમાં બેરોજગારી માત્ર વાતો : રોજગારી મેળામાં રામ મોકરીયા
Last Updated : Jul 3, 2023, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details