ગુજરાત

gujarat

ETV Bharat / state

Dummy Candidate Scam : ડમી કૌભાંડ મામલામાં સૌથી વધુ ડમી પરીક્ષા આપનાર મિલન ઘુઘા બારૈયા અને એસટી કર્મીની ધરપકડ - મિલન ઘુઘા બારૈયા

ભાવનગરમાં જાહેર પરીક્ષાઓમાં ડમી કૌભાંડ મામલામાં વધુ બે શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ પહેલાં 36 આરોપી અને હવે ડમીકાંડમાં સિટ દ્વારા ધરપકડમાં આ બે મળી કુલ 38 આરોપીઓ અત્યારસુધીમાં પકડાઇ ચૂક્યાં છે. કોણ છે બે શખ્સો જાણો.

Dummy Candidate Scam : ડમી કૌભાંડ મામલામાં સૌથી વધુ ડમી પરીક્ષા આપનાર મિલન ઘુઘા બારૈયા અને એસટી કર્મીની ધરપકડ
Dummy Candidate Scam : ડમી કૌભાંડ મામલામાં સૌથી વધુ ડમી પરીક્ષા આપનાર મિલન ઘુઘા બારૈયા અને એસટી કર્મીની ધરપકડ

By

Published : Apr 20, 2023, 2:40 PM IST

ભાવનગર : ડમીકાંડમાં સિટ દ્વારા ધરપકડનો દોર ચાલુ છે. ડમી ઉમેદવાર કૌભાંડમાં સૌથી વધુ ડમી તરીકે પરીક્ષા આપનાર મિલન બારૈયા અને STનો કર્મચારી પકડાવા સાથે આરોપીઓની સંખ્યા 36માંથી 38 પર પહોંચી ગઇ છે. ડમીકાંડમાં સિટ દ્વારા ધરપકડભાવનગર ડમીકાંડમાં તપાસ માટે રચાયેલી સિટ દ્વારા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. ડમીકાંડમાં સૌથી વધુ વધુ ડમી તરીકે પરીક્ષા આપનાર મિલન બારૈયાને ઝડપી લેવાયો છે.

મિલન ઘુઘા બારૈયા પકડાયો :ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડમાં સિટએ અંતે સૌથી વધુ ડમી તરીકે બેસનાર મિલાન ઘુઘા બારૈયાને ઝડપી પાડ્યો છે. આ સાથે એસ ટીમાં ફરજ બજાવતા વિરમદેવસિંહ પણ ઝડપાયા છે.સિટ દ્વારા ઝડપાયેલા મિલન ઘુઘા બારૈયાએ શરુઆત ડમી તરીકે પરીક્ષા આપવાથી કરી હતી. ત્યાર બાદ અન્ય ડમી તરીકે વિદ્યાર્થીઓ શોધવામાં આવતા હતા.જાહેર પરીક્ષાઓમાં ડમી કૌભાંડ 11 વર્ષથી ચાલી રહ્યું હતું.

આ પણ વાંચો Dummy Scandal: ડમીકાંડમાં યુવરાજસિંહને સમન્સ મામલે પત્ની બિંદિયાબાનું ટ્વીટ, 10 દિવસનો માંગ્યો સમય

વિરમદેવસિંહ સરકારી નોકરી કરે છે :ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડમાં બે આરોપીઓનો વધારો થયો છે. ફરિયાદમાં નોંધાયેલા કુલ આરોપી ઉપર 38માં અને 37માં આરોપી વિરમદેવસિંહ નાગભા ગોહિલ ઉંમર 42 રહેવાસી વડોદ ઉમરાળા તાલુકાવાળો પણ છે જેની SIT દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 2017માં શરદ મારફતે વિરમદેવસિંહની 38માં આરોપી તરીકેની માહિતી આપી હતી. ગ્રામસેવક પરીક્ષામાં પાસ થયા બાદ હાલ વિરમદેવસિંહ એસટીમાં નોકરી કરે છે. આ સાથે સૌથી વધુ પરીક્ષા આપનાર ડમી મિલન બારૈયા સરતાનપરવાળો પણ ઝડપાઇ ગયો છે.

મિલન ઘુઘા બારૈયા અને એસટી કર્મીની ધરપકડ

SITએ પકડેલા કુલ આરોપીઓમાં બેનો વધારો : ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડની તપાસ કરનારી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સિટ દ્વારા થયેલી પૂછપરછમાં શરદ પનોત અને પ્રકાશ ઉર્ફે પી કે કરશન દવેના નિવેદનમાં 36 લોકોના નામ ખુલ્યા હતા. પરંતુ સિટએ બાકી રિમાન્ડ દરમ્યાન શરદ પનોતે વધુ નામ જાહેર કરતા વિરમદેવસિંહ ગોહિલ એસટીમાં ફરજ બજાવતા શખ્સનું નામ ખોલતા આંકડો 36 ઉપર પહોચ્યો છે. જો કે અગાઉ શરદ પનોત, પ્રકાશ ઉર્ફે પીકે કરશન દવે મુખ્ય આરોપી બાદ બળદેવ રમેશભાઈ રાઠોડ,પ્રદીલ નંદલાલ બારૈયા,અક્ષર બારૈયા (પરીક્ષાર્થી), સંજય હરજી પંડ્યા (ડમી) બાદ વિરમદેવસિંહ ગોહિલ અને મિલન બારૈયા ઝડપતા કુલ 8 આરોપીઓ થયા છે.

આ પણ વાંચો Dummy Candidate Scam: ડમીકાંડમાં SITની રચના, થશે મોટા ખુલાસા

સૌથી વધુ ડમી તરીકે મિલન બારૈયાએ કઇ કઈ ડમી પરીક્ષા આપી : સમગ્ર ડમી કૌભાંડમાં સતત ડમી પરીક્ષાર્થી બની પરીક્ષાઓ આપનાર મિલન બારેયાની કરતૂતોનું લિસ્ટ પણ સામે આવ્યું છે. જેમાં એક, 2020માં શરદ પનોતના કહેવાથી કોઈ શિક્ષકના દીકરાની ધોરણ 12ની ફિઝિકસની ડમી તરીકે પરીક્ષા આપી હતી. જે બાદ 2020 માં આર્ટ્સની અંગ્રેજી વિષયની એમ કે જમોડ હાઈસ્કૂલમાં ડમી તરીકે પરીક્ષા આપી. ત્યારબાદ 2022માં કવિત એન રાવની જગ્યાએ લેબ ટેક્નિશિયનની ડમી તરીકે પરીક્ષા આપી હતી. ચોથીવાર 2022માં ભાવેશ રમેશભાઈની જગ્યાએ પશુધન નિરીક્ષક (લાઈવ સ્ટોકની) ડમી તરીકે પરીક્ષા આપી હતી. પાંચમીવાર 2022 માં રાજપરા તળાજાના વિદ્યાર્થીના નામે વનરક્ષકની ડમી તરીકે પરીક્ષા આપી હતી, છઠ્ઠીવાર 2022માં ધોરણ 10ની જી એન દામાણી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં ધારી ખાતે ડમી તરીકે પરીક્ષા આપી હતી અને સાતમીવાર 2022માં ભાલીયા રાજ ગીગાભાઈની જગ્યાએ ધોરણ 12 સાયન્સની ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ બગસરા ખાતે ડમી તરીકે પરીક્ષા આપી હતી.

ABOUT THE AUTHOR

...view details