ગુજરાત

gujarat

ETV Bharat / state

World cup 2023 : ભારત ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ મેચ માટે ભાવનગર ભરુચા કલબના ખેલાડીઓના મત - વર્લ્ડકપની સેમિફાઇનલ મેચ

વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવાનો એક માત્ર મોકો જીત છે. ત્યારે ભારત ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ પગલે ભાવનગર ભરુચા કલબ એટલે ભાવસિંહજી કલબના ખેલાડીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. ખેલાડીઓએ પોતાના મત રજૂ કર્યા અને શું ભારત જીત તરફ કઇ રીતે જશે તે પણ જણાવ્યું.

World cup 2023 : ભારત ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ મેચ માટે ભાવનગર ભરુચા કલબના ખેલાડીઓના મત
World cup 2023 : ભારત ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ મેચ માટે ભાવનગર ભરુચા કલબના ખેલાડીઓના મત

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2023, 2:44 PM IST

ખેલાડીઓએ પોતાના મત રજૂ કર્યા

ભાવનગર : નવા વર્ષનો પ્રારંભ છે અને વર્લ્ડકપની સેમિફાઇનલ મેચ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવા જઈ રહી છે, ત્યારે ક્રિકેટ ખેલાડીઓ પાસેથી આજની મેચને લઈને ભારત પ્રત્યેની આશાઓ શું છે તે જાણવાની કોશિશ કરી હતી. ક્રિકેટના ખેલાડીઓ આ બાબતે શું કહી રહ્યા છે તેનો મત મેળવ્યો હતો. ભાવનગરની ભાવસિંહજી ક્રિકેટ ક્લબ ખાતે ક્રિકેટરો પોતાના મંતવ્યો આજની સેમિફાઇનલ મેચને લઈને આપ્યા હતાં.

આજની મેચ સેમિફાઇનલ રસપ્રદ કેમ : હાલમાં વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ સેમી ફાઇનલમાં ટકરાવા જઈ રહ્યા છે. જો કે પહેલાના વર્લ્ડકપમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આજે ફરી સેમિફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામસામે છે ત્યારે અને ભારતની સ્થિતિ મજબૂત છે. જો કે બીજી તરફ નવા વર્ષનો પ્રારંભ અને રજાઓના માહોલ વચ્ચે ક્રિકેટ રસીયાઓ પણ સેમિફાઇનલ ઘરે બેસીને નિહાળી શકે છે, ત્યારે આજની મેચ ખૂબ રસપ્રદ હોવાનું માનવામાં આવે છે.

શું કહ્યું ક્રિકેટ ખેલાડીઓએ સેમિફાઇનલ મેચ બાબતે : ભાવનગર શહેરમાં એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલા ભાવસિંહજી ક્રિકેટ ક્લબ ખાતે ક્રિકેટ રમતા ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં નિહાર વાઘેલાએ જણાવ્યું હતું કે એક ખેલાડી તરીકે એટલું કહેવું છે કે ઇન્ડિયા જે રીતે રમ્યું છે જેટલા પણ પ્લેયર જેમનું ખૂબ સારું પરફોર્મન્સ રહ્યું છે અને કોઈ લોસ વગર વર્લ્ડ કપ જીતશું તેવી આશા છે. બોલીંગમાં જોઈએ તો મોહમ્મદ સામી સરસ પર્ફોર્મન્સ કરી રહ્યા છે. સેમી ફાઇનલમાં અને ફાઇનલમાં સારું પરફોર્મન્સ ઇન્ડિયાનું રહેશે. આજની મેચમાં શુભમન ગીલ અને વિરાટ કોહલીની પાર્ટનરશીપ થશે તો ટોપ સુધી લઈ જઈ શકે છે.

ભરૂચા ક્લબના ખેલાડીઓને જીતની આશા કેમ : ભાવસિંહજી ક્રિકેટ ક્લબના ખેલાડી પૃથ્વી ચૌહાણએ જણાવ્યું હતું કે આજની મેચ આપણા ઓપનર ઉપર રહેશે.આપણે લાસ્ટ સેમિફાઇનલની શરૂઆતમાં વિકેટ પડી ગઈ હતી. બોલરો પ્રત્યે જોઈએ તો મોહમ્મદ સામી જે રીતે બોલિંગ કરી રહ્યા છે અને કમબેક કર્યું છે. 16 વિકેટ લીધી છે જે તેના નામે છે અને મિડલ ઓવરમાં કુલદીપ યાદવ અને જાડેજા આજે વિકેટો અપાવે છે તે સારી ચાલે છે. વાનખેડેમાં પેસ બોલરને સ્ટાર્ટિંગમાં વિકેટ મળે છે, પછી બેટિંગ માટે સારી વિકેટ છે. ત્યારે ક્લબના હસમુખભાઈ જાદવએ જણાવ્યું હતું કે ઓલવેઝ અત્યારે બધું સારું ટીમ કરી રહી છે અને શરૂઆતના પાંચ બેટ્સમેન છે જે ટકી જાય તો જીતની આશા છે. બોલેરો પણ ફોર્મમાં છે. શામી બુમરાહ સિરાજ અને કુલદીપ છે જે સારા ફાર્મમાં છે. વાનખેડેમાં 350 તો થઈ શકે છે. ન્યૂઝીલેન્ડની ટીમ પણ સારી છે બંને ટીમ સારી છે સારું રમશે તો 350 પણ ચેઝ કરી શકે છે.

બન્ને ટીમ સરખેસરખી ત્યારે ખેલાડીનો મત :ભાવથી ક્રિકેટ ક્લબના ખેલાડી ચેતન રાજપુરા જણાવ્યું હતું કે આજની મેચ ઇંટ્રેસ્ટિંગ છે. ઇન્ડિયા અત્યારે હોટ ફેવરિટ છે સારું પ્રદર્શન કરી રહી છે. ન્યૂઝીલેન્ડ ટીમ પણ એમના કહી શકાય. ન્યુઝીલેન્ડ પણ બેટર ટીમ છે અને અને ફોર્મમાં છે. લાસ્ટ વર્લ્ડ કપમાં આપણને ખબર છે, આપણે તેની સામે મેચ લોસ થઈ ગયા હતા. તેની બોલિંગ લાઈન સારી છે. અત્યારે ઓપનિંગની સારી બાબત રોહિત શર્મા અને વિરાટ કોહલી જે સારું સ્ટાર્ટઅપ કરી રહ્યા છે. ઈન્ડિયાની ટીમમાં બોલિંગમાં સામી સિરાજ બુમરાહ સારું કરી રહ્યા છે. બંને ટીમ માટે બેટર છે સારું કરશે તે જીતશે.

  1. World Cup 2023: સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
  2. Sam Bahadur Song Badhte Chalo : 'સામ બહાદુર'નું આ ઉત્તેજક ગીત ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં વાગશે, અદભૂત હશે દ્રશ્ય
  3. World Cup Semi-Final : આજે અમિતાભ બચ્ચન અને રજનીકાંત વાનખેડેમાં સાથે બેસીને ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ મેચ જોશે!

ABOUT THE AUTHOR

...view details