ભાવનગર : ભાવનગર શહેરના લંબે હનુમાન પાસે આવેલી શાળા નંબર 69/70 અંદાજે 2005 પછીથી એક જ બિલ્ડીંગમાં બેસી રહી છે. ત્યારે સર્વ શિક્ષા અભિયાન હેઠળ એક બિલ્ડિંગમાં ચાલતી બે શાળાઓને અલગ કરવા માટે નવા બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. છ માસથી તૈયાર બિલ્ડીંગમાં તિરાડો પડી ગઈ આમ છતાં એક મહિનાથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોપાયું છે. ત્યારે હજુ સુધી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિએ પણ શાળાને બિલ્ડીંગ સોપ્યું નથી. જો કે વિદ્યાર્થીઓ ક્યાં અભ્યાસ કરી રહ્યા છે તે તમે પણ જોઈ લો.
છ માસથી તૈયાર બિલ્ડીંગમાં તિરાડો હોલને બગીચા વચ્ચે અભ્યાસ કરતા બાળકોની સ્થિતિ : ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક આવેલા લંબે હનુમાનની બાજુમાં શાળા નંબર 69 અને 70 આવેલી છે. આ બંને શાળામાં ધોરણ એકથી આઠના વર્ગખંડો છે. પરંતુ બિલ્ડીંગના અભાવે બે પાળીમાં અહીંયા શાળાઓ ચાલી રહી છે. એક સવારમાં તો એક બપોરના સમયે શાળા શરૂ થાય છે. જો કે બંને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા હોવાને પગલે બે વર્ગના વિદ્યાર્થીઓને ન છૂટકે બહાર હોલમાં અને બગીચાઓમાં બેસાડવાની ફરજ પડી રહી છે. હોલમાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરે છે, ત્યારે બગીચાઓની વચ્ચે બેસીને શિક્ષકોએ શિક્ષણ પૂરું પાડવું પડી રહ્યું છે. જો કે નવાઈની વાત એ છે કે બાજુમાં નવી બની ગયેલી શાળા તૈયાર છે. ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યએ શાસકો ઉપર આકરો શબ્દ પ્રહાર કર્યો હતો.
અમારા કાર્યકાળ દરમિયાન આ જમીન સોંપવામાં આવી હતી અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા છેલ્લા એક મહિના પહેલા શિક્ષણ સમિતિને બિલ્ડીંગ સોંપી દેવામાં આવ્યું છે. પરંતુ સત્તામાં બેઠેલા ભાજપના આંતરિક ડખ્ખો હોવાને કારણે બાળકોને તેનો લાભ મળતો નથી. જો કે અમને જાણવા મળ્યું છે કે બિલ્ડીંગની બાંધકામની કામગીરી પણ નબળી છે, ત્યારે શાસનાધિકારી સ્થળ મુલાકાત કરીને તપાસ કરવી જોઈએ અને શાળા વહેલી તકે સોંપવામાં આવે તેવી અમારી માંગ છે...કલ્પેશભાઈ મણીયાર (ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય)
બે પાળીમાં ચાલતી શાળામાં બાળકો, શિક્ષકોની સ્થિતિ :લંબે હનુમાનની શાળા નંબર 69 માં બે પાળીમાં ચાલતી શાળાઓમાં વિદ્યાર્થીઓના બહાર બેસવા પાછળનું કારણ શાળાના આચાર્ય જનકભાઈ પાલને પૂછવામાં આવ્યું હતું, ત્યારે જનકભાઈ પાલે જણાવ્યું હતું કે બંને શાળાના આચાર્યો અલગ છે. શાળા નંબર 69માં 475 બાળકો અને 13 શિક્ષકો છે, જ્યારે શાળા નંબર 70 માં 455 બાળકો અને 13 શિક્ષકો છે. જો કે બે વર્ગખંડની ઘટ પડે છે. જેના પગલે બહાર બેસાડવામાં આવે છે. જો કે આ પરિસ્થિતિ છેલ્લા બે ત્રણ વર્ષથી છે, જેની પાછળનું કારણ વિદ્યાર્થીઓની વધેલી સંખ્યા છે. બે ત્રણ વર્ષ પહેલા માત્ર શાળા નંબર 69માં 300થી 350 જેટલી સંખ્યા હતી. પરંતુ સંખ્યા વધવાને કારણે વર્ગખંડોની ઘટ ઉભી થઇ જેથી બાજુમાં બિલ્ડીંગ તૈયાર કરાયું છે. શિક્ષણ સમિતિ સોંપ્યા બાદ બંને શાળાઓ અલગ થશે.
સર્વ શિક્ષા અભિયાન દ્વારા અમને બિલ્ડીંગ 5/9ના રોજ સોંપી દેવામાં આવ્યું છે. પરંતુ આગામી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની યોજાનાર સામાન્ય સભામાં કાયદેસર ઠરાવ કરીને શાળાને કાયદેસર રીતે 1 તારીખના રોજ સુપ્રત કરવામાં આવશે...મુંજાલ બડમલીયા (શાસનાધિકારી)
રહી રહીને સોંપાયું તો શિક્ષણ સમિતિનું મુહૂર્ત આવતું નથી : લંબે હનુમાનની શાળા નંબર 69 અને 70 સવાર બપોરની બે પાળીમાં ચાલી રહી છે. ત્યારે તેની બાજુમાં નવા બિલ્ડીંગ માટે જગ્યા ફાળવવામાં આવી અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અહીંયા નવું બિલ્ડીંગ 80 લાખના ખર્ચે 11 ઓરડાવાળું પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. પાંચ સપ્ટેમ્બરના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવામાં આવેલું છે.
- Narmada Flood : નર્મદા નદીના પાણીમાં વિદ્યાર્થીઓનું ભણતર ડૂબ્યું, ગ્રામજનોએ ઘરમાં જ બનાવ્યું શિક્ષણધામ
- Digital Savings Bank : ભાવનગરની અજબ ભણતર આપતી ગજબ પ્રાથમિક શાળા, બાળકો શીખે છે આર્થિક વ્યવહારના પાઠ
- https://www.etvbharat.com/gujarati/gujarat/state/bhavnagar/bhavnagar-avania-kumar-primary-school-digital-savings-bank-to-teach-financial-practice-to-student/gj20230913222118031031735