ભાવનગર : ભાજપની કોર ગ્રુપ નેતાગીરીમાં અલગ છાપ છોડનારા સુનિલભાઈ ઓઝા આપણી વચ્ચેથી વિદાય લઇ ગયાં છે. ત્યારે તેમના જીવન અને રાજકીય સફર વિશે જાણવું યથોચિત બની રહેશે. સુનિલભાઈ ઓઝા કોલેજમાં અભ્યાસ કરતા કરતા ABVPમાં જોડાયા અને અભ્યાસ પૂર્ણ કરીને નોકરી વ્યવસાયમાં એક મિત્ર મંડળ લાગી ગયું હતું. પરંતુ એક મિત્ર રાજકારણમાં પ્રવેશ કરી ચુક્યા હોય જેને 1990માં પોતાના ABVPના મિત્ર મંડળને રાજકારણમાં પ્રવેશવા હાકલ કરી હતી. આ મિત્ર મંડળના એક વ્યક્તિ એટલે સ્વ. સુનિલભાઈ ઓઝા જેના રાજકારણનો પ્રારંભ થયો હતો. ભાવનગરથી વારાણસી સુધીની સુનિલભાઈની રાજકીય સફરને તેમના ભાવનગરના સાથીઓના શબ્દોથી જાણી હતી. નરેન્દ્ર મોદીથી નારાજગીથી લઈ નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં સ્થાન પામનાર સુનિલભાઈની જીવવ સફર જાણો
સુનિલભાઈ ઓઝાનો કોલેજકાળ અને રાજકરણ ક્ષેત્રે ડગલું :ભાવનગરના ક્રેસન્ટ સર્કલમાં રહેણાંક ધરાવતા સુનિલભાઈ ઓઝાના પિતા બાલકૃષ્ણભાઈ ઓઝા વર્ગ 1 ના સરકારના રજિસ્ટ્રાર કચેરીના અધિકારી હતાં. સુનિલભાઈ ઓઝા ન્યુ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં કોમર્સ ક્ષેત્રે અભ્યાસ કરતા હતાં. તેમના મિત્રો પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદી,જયંતભાઈ અને નીતિનભાઈ હતા. ત્યારે દરેક મિત્રો ABVP એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતાં. કાર્યકર્તા તરીકે દટેક મિત્રોએ ખૂબ કામ કર્યું હતું. સુનિલભાઈ ABVPમાં મંત્રી પદે પણ નિમાયા હતાં. હું સીધી રીતે રાજકારણમાં જવા વાળો એક મિત્ર વર્તુળમાં તેમ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ત્રિવેદીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
સુુનિલભાઈ રાજકારણમાં કેમ આવ્યાં :ભાવનગરમાં કોલેજ કાળના મિત્રો અભ્યાસ બાદ પોત પોતાના વ્યવસાય,નોકરી વગેરે રોજગારી મેળવી સાદું જીવન જીવવા લાગ્યા હતાં. હું એક રાજકારણમાં આવેલો અને જનસંઘમાં જોડાયેલો હતો. 1980માં જનસંઘમાંથી ભાજપ થયું હતું. દરેક મિત્રો વ્યવસાય નોકરીમાં લાગી ગયા હતાં. પરંતુ 1990માં વિધાનસભાની ચૂંટણી આવવાની હતી. પક્ષના વડીલોમાં ટિકિટ માટે ઝગડાઓ થાય તેના પહેલા યુવાનો પક્ષમાંથી લડે તેવી મારી ઈચ્છા હ.તી એટલે મેં સુનિલભાઈ સહિત અન્ય મિત્રોને પક્ષમાં આમંત્રણ આપ્યું હતું. જો કે પક્ષે મને જ ટિકિટ આપી અને હું લડ્યો ત્યારે સુનિલભાઈ સાથે રહ્યા હતાં. પીરછલ્લાના છેડે કાર્યાલય હતું. પ્રદેશના લોકો આવતા અને સુનિલભાઈ સાથે રહેતા હતાં. ત્યારે ભાવનગર ઉત્તર બેઠક હતી તેમ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ત્રિવેદીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
પક્ષમાં મહામંત્રી પદે ભાજપમાં પ્રથમ નિમાયા : 1990માં ધારાસભ્ય પદે મહેન્દ્ર ત્રિવેદી નિમાયા બાદ સુનિલભાઈ આગળ વધ્યા હતાં. લોકસભાની ચૂંટણીમાં મહાવીરભાઈને ટિકિટ આપવામાં આવી હતી અને સુનિલભાઈને મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારથી સુનિલભાઈ સક્રિય થયા હતા. 1995માં ફરી ચૂંટણી આવે અને હાલની પશ્ચિમ બેઠક એટલે ત્યાંરની દક્ષિણ બેઠક કહેવામાં આવતું તેમાં સુનિલભાઈને ટિકિટ આપવામાં આવી ન હતી અને હરુભાઈ ગોંડલીયાને ટિકિટ મળી હતી. ત્યાર બાદ ફરી 1998માં ચૂંટણી આવી ગઈ અને સુનિલભાઈને ટિકિટ મળી. દક્ષિણમાં જ્યાં સુનિલભાઈએ જીત મેળવીને શહેરની ઉત્તર બાદ દક્ષિણ બેઠક જીતીને કહેવાતી શહેરની બન્ને બેઠક ભાજપને મળી ગઈ હતી, તેમ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ત્રિવેદીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
નારાજગી બાદ પુનઃ વાપસી : સુનિલભાઈ 1998માં પ્રથમ વખત દક્ષિણમાં ધારાસભ્ય બન્યા હતાં અને બાદમાં 2002માં બીજી વખત ચૂંટણી પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડ્યાં ત્યારે 10 હજારની લીડ મેળવી હતી. જો કે ત્યારે કોંગ્રેસમાં સામે શક્તિસિંહ ગોહિલ હતાં જેને 53 હજાર જેવા મત અને સુનિલભાઈને 63 હજાર જેવા મત મેળવ્યા હતાં. પરંતુ 2007ની ચૂંટણી આવી ત્યાં સુધીના પાંચ વર્ષના સુનિલભાઈ નારાજ થયા અને તેમને ભાજપ છોડી દીધો હતો. સુનિલભાઈએ ભારતીય જનશક્તિ પાર્ટી બનાવીને ચૂંટણી લડી પણ હાર થઈ હતી. પરંતુ 2011માં ફરી તેઓ ભાજપમાં પાછા ફર્યા હતા. પરંતુ 2011 બાદ તેઓ સત્તા છોડીને સંગઠનમાં જોડાઈ ગયાં હતાં.
સુનિલભાઈની વિદાય દુઃખદ અને આકસ્મિક રહી છે. મને યાદ છે સુનિલભાઈએ દક્ષિણની બેઠક લડ્યા તેમાં તેમને કોંગ્રેસના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલને હરાવ્યા હતાં. પરંતુ 2007માં ફરી વખત તેઓ અલગ સંગઠન બનાવીને ચૂંટણી લડ્યાં અને હાર જોઈ હતી. મારી પાસે આવેલા. મારા અંગત મિત્ર હતાં, તેમણે એક સવાલ મને કરેલો કે હું સત્તામાં જોડાઉ કે સંગઠનમાં, ત્યારે મેં કહેલું સંગઠનમાં. મને યાદ છે પછી તેઓ ગાંધીનગર હતાં અને પાછા ભાજપમાં ગયાં અને તેમણે સંગઠનમાં કામ કર્યું. મને યાદ છે તેમને પછી ગુજરાત બહાર અન્ય રાજ્યની જવાબદારી સોંપવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં વારાણસી લડ્યાં તેનું નેતૃત્વ તેમને કરેલું હતું. મારા ધ્યાન મુજબ ભાવનગરથી દિલ્હી સુધી પહોંચેલું એક નેતૃત્વ આ શહેરનું એટલે સુનિલભાઈ ઓઝા છે. મહેન્દ્ર ત્રિવેદી ( પીઢ પત્રકાર )
સુનિલભાઈના બે પુત્રો રાજકારણથી દૂર :ભાવનગર શહેરના ક્રેસેન્ટમાં રહેતા સુનિલભાઈ ઓઝાના કોલેજ કાળથી લઈને વારાણસી સુધીની વિગત અમે તમને ટૂંકમાં સમજાવી. જો કે સુનિલભાઈને પરિવારને લઈને તેમના મિત્ર પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સુનિલભાઈ ખૂબ ભોળા અને હસમુખા વ્યક્તિ હતાં. તેમના પિતાજી સરકારની રજીસ્ટાર કચેરીમાં વર્ગ એકના અધિકારી હતાં. જો કે સુનિલભાઈ પણ એડવોકેટ બન્યા હતાં અને તેમને પરિવારમાં બે દીકરાઓ હતાં. જેમાં એક દીકરો વિરલ રિયલ એસ્ટેટનું કામ કરે છે અને બીજો દીકરો ઋત્વિક ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ છે. જો કે સુનિલભાઈ 2011 બાદ સંગઠનમાં ઉત્તર પ્રદેશ વારાણસી જતા રહ્યા હતાં અને ત્યાં સંગઠનમાં તેમને પોતાની ભૂમિકા આદા કરી હતી. સુનિલભાઈ ઓઝાને 29 માર્ચ 2023 ના રોજ બિહાર માટે પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ 29 નવેમ્બરના દિલ્હીમાં વહેલી સવારે તેમને હાર્ટ એટેક આવતા તેઓ સૌને વિદાય આપી ગયાં જેથી શોકનું મોજું ભાજપમાં પ્રસરી ગયું હતું.
- ભાજપના દિગજ્જ નેતા સુનીલ ઓઝા પંચતત્વમાં વિલીન, UPના કછવા ગદૌલી ધામમાં અગ્નિસંસ્કાર
- ભાવનગરની સર ટી હોસ્પિટલમાં 'દુઃખના દ્હાડા', દર્દીઓ સારવાર ઝંખે અને ડોક્ટરો તબીબી સામગ્રી