ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar News : ભાવનગર બોરતળાવનું નાકું વટાવવું માથાનો દુખાવો, જવાબદારના જવાબ અને વિપક્ષનો વાર સાંભળો

પ્રજાની સુવિધા આપવામાં દુવિધા ગળે બંધાય તેવું આયોજન થતું હોય તો પ્રજા શું સમજે ? એવો જ પ્રશ્ન ભાવનગર શહેરમાં બોરતળાવ વિસ્તારનો છે. 3 થી 4 લાખ લોકો પસાર થતા મુખ્ય રસ્તાના આડે સર્જાતી સમસ્યાનો ઉકેલ મળતો નથી. ટ્રાફિક સમસ્યા પાછળના કારણો અને જવાબદારના જવાબો સાંભળવા જેવા છે. જાણો કોણ શું કહે છે.

Bhavnagar News  : ભાવનગર બોરતળાવનું નાકું વટાવવું માથાનો દુખાવો, જવાબદારના જવાબ અને વિપક્ષનો વાર સાંભળો
Bhavnagar News : ભાવનગર બોરતળાવનું નાકું વટાવવું માથાનો દુખાવો, જવાબદારના જવાબ અને વિપક્ષનો વાર સાંભળો

By

Published : Jun 7, 2023, 8:36 PM IST

ટ્રાફિક નિયમનનો અભાવ

ભાવનગર : ભાવનગરમાં ટ્રાફિકની સમસ્યાની દુવિધાને દૂર કરવા માટે સુવિધાના ભાગરૂપે ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સુવિધાની થતી કામગીરી દુવિધારુપ થઈને માથાનો દુખાવો બની ગઈ છે. સરિતા શોપિંગ સેન્ટર, આર ટીઓ સર્કલ ને બોરતળાવના નાકા જેવા સ્થળો ઉપર ધાર્યા બહારની ટ્રાફિકજામની સમસ્યા સર્જાતાં રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. વિપક્ષે પણ પ્રહાર કર્યો છે કે આવડત વગરનું આયોજન આજે લોકોને માટે મોટી સમસ્યા બની ગયું છે. ત્યારે શાસકો તો બીજો કોઈ વિકલ્પ જ નથી કહીને હાથ ઊંચા કરી રહ્યા છે તો અધિકારીએ ટ્રાફિક નિયમનનું કારણ આગળ ધર્યું છે.

ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો કેમ બને છે : ભાવનગર શહેરના દેસાઈનગરથી આરટીઓ સુધીની ફલાયઓવરની કામગીરીને પગલે બંને તરફ ડાયવર્ઝનના બનાવવામાં આવેલા રસ્તાઓ સાંકડા છે. ત્યારે શહેરના આરટીઓ સર્કલમાં સવારમાં મજૂરોની રસ્તા પર જામતી ભીડને પગલે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. અને ત્યારબાદ બોરતળાવ ખાતે રત્ન કલાકારોને કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે. ઘણો સમય મીનીટો સુધી ઉભા રહ્યા બાદ પણ ટ્રાફિક હલ થતો નથી.

આડેધડ ચાલતા વાહનો : વાહન ચાલકોને સવારમાં અડચણરૂપ ટ્રાફિકજામ સાથે બપોર થતા પણ ટ્રાફિકની જ સમસ્યાનો સામનો કરવો પડે છે એ જ પરિસ્થિતિમાં સાંજે ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી જાય છે. સવાલ ઊભો એક જ થાય છે કે આડેધડ ચાલતા વાહનો અને રોડ ક્રોસ કરવાના નિયમોને નેવે મૂકીને થતી અવરજવર ટ્રાફિક સમસ્યા સર્જી રહી છે.

અમે સામાન્ય સભામાં પણ ચર્ચા કરી હતી. જ્યારે ફ્લાઅવર અને સિક્સલેન મંજૂર કરવામાં આવ્યો ત્યારે કે ડાયવર્ઝન માટે વ્યવસ્થા શું છે. ત્યારે શાસકોએ એવો જવાબ આપી દીધો હતો કે તેની બાજુમાં ડાયવર્ઝનના રસ્તાઓ બનશે. જો કે આ રોડ ઉપર રોજના 3 થી 4 લાખ જેટલા લોકો રોજ પસાર થાય છે. અમદાવાદ,રાજકોટ અને વડોદરા જવાવાળો મોટો વર્ગ અહીંથી જ ચાલે છે. જો આ રસ્તો બંધ થાય તો તેના વિકલ્પોમાં એક પણ બાયપાસ રોડ નથી. ત્યારે બીજી બાજુ ફ્લાયઓવરની સમય મર્યાદા પણ ડબલ સમય કરતા વધી ગઈ છે. છતાં પણ પૂર્ણ થતો નથી. આમ શાસકોની નિશ્ચિત સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં કરવાની પરંપરા યથાવત રાખી છે જે લોકોને પરેશાન કરી રહી છે...જયદીપસિંહ ગોહિલ (નગરસેવક, બોરતળાવ વોર્ડ, ભાવનગર)

ટ્રાફિક જામ માટે કારણો : ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં આવેલી કુમુદવાડીમાં હજારોની સંખ્યામાં રત્ન કલાકારો ભાવનગર જિલ્લામાંથી અને શહેરમાંથી રોજગારી મેળવવા આવે છે. ત્યારે કુમુદવાડીમાં પ્રવેશ કરવા માટે બોરતળાવના નાકેથી જવું પડે છે. આથી બોરતળાવમાં મુખ્ય માર્ગને ઓળંગવા માટે રત્ન કલાકારોની લાઈનો સવારે,બપોરે અને સાંજે થાય છે. આ રત્ન કલાકારો પોતાની રીતે રસ્તો ઓળંગવાને કારણે મુખ્ય રસ્તા પર આવતા મોટા વાહનો થોભી જાય છે. આથી ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાય છે. આ સાથે અનેક ખાનગી વાહનો અને રીક્ષા ચાલકો પણ આડેધડ મુસાફરને મેળવવા માટે પાર્ક કરીને ઊભા રહી જાય છે. જેથી ટ્રાફિક સમસ્યા વધુ ઘેરી બની જાય છે.

ગૌરવ પથ ઉપર સિક્સલેન રોડ અને ફ્લાયઓવર બનાવવાનું વિકાસનું કામ પ્રારંભ કર્યું છે ત્યારે 115 કરોડના ખર્ચે રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી બનવાનો છે. સ્વાભાવિક છે કે ટ્રાફિક રહેતો હોય અને ટ્રાફિક માટે જગ્યા ન હોવાને કારણે સ્વાભાવિક રીતે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જો કે અમે રેલવેમાંથી પણ એક રસ્તો ખોલ્યો છે. છતાં પણ ટ્રાફિક સમસ્યા રહે તે સ્વાભાવિક છે. જો કે આરએનબીમાંથી કામગીરી થતી હોય ત્યારે હાલમાં કાસ્ટિંગ કરીને કામગીરી કરવાને કારણે ફ્લાયઓવરની કામગીરી ધીમી છે. આ સાથે ઘણી સમસ્યાઓ આવી છે જેમાં પાણી, ડ્રેનેજની લાઇન શરૂઆતમાં નડતરરૂપ હતી. છતાં પણ આપણે કોન્ટ્રાક્ટરને વધુ એક વર્ષ આપ્યું હતું તેમાંથી પણ હવે માત્ર છથી આઠ મહિના બાકી રહ્યા છે જે પૂર્ણ થશે અને લોકોને સુવિધા મળશે...ધીરુભાઈ ધામેલીયા (ચેરમેન,સ્ટેન્ડિંગ કમિટી,ભાવનગર મહાનગરપાલિકા)

કમિશનરે કહી સ્પષ્ટ વાત : ભાવનગરના બોરતળાવમાં નાકા પર અને આરટીઓ સર્કલ ખાતે થતી ટ્રાફિક સમસ્યાને પગલે કારણ એક માત્ર ટ્રાફિક નિયમનનું છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન વી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ટ્રાફિકનો ભરાવો થાય છે અને અમે ત્યાંથી દબાણો પણ દૂર કર્યા છે. ટ્રાફિક થવાનું મુખ્ય કારણ નિયમન થતું નથી. આથી અમે ટ્રાફિક પોલીસ સાથે ચર્ચા વિચારણા કરીને ટ્રાફિક નિયમન થાય તેવી વ્યવસ્થા આગામી દિવસોમાં ગોઠવશું જેથી કરીને ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં.

  1. ભાવનગરના બોરતળાવની પિતળ પર સોનાના વરખ ચડાવ્યા જેવી હાલત, કચરો અને ગંદુ પાણી પણ દેખાશે નહિ આખરે ક્યાં? જાણો
  2. ભાવનગરના વોર્ડ નંબર-9માં ફલાય ઓવર સહિતના મુદ્દા અંગે નગરસેવક સાથે વોર્ડ ચોપાલ
  3. Flyover Damaged: વડોદરામાં બનેલા રાજ્યના સૌથી લાંબા બ્રિજમાં દોઢ જ મહિનામાં પડી ગયા ગાબડાં, તંત્રની પોલ ખૂલી

ABOUT THE AUTHOR

...view details