ગુજરાત

gujarat

ETV Bharat / state

Tree Replantation : ભાવનગર મનપા વૃક્ષોનું સ્થળાંતર કરી રાખે છે જીવિત, ટ્રી રીપ્લાન્ટેશનની સફળતા કેટલી જૂઓ - ટ્રી રીપ્લાન્ટ

ભાવનગર મહાનગરપાલિકા વર્ષો જૂના વૃક્ષો વિકાસના કામમાં ક્યાંય નડતર હોય તો પતન નહીં, પરંતુ વૃક્ષોનું પુનઃરોપણ કરવામાં માને છે. છેલ્લા પાંચ વર્ષથી ભાવનગરમાં એક પણ વૃક્ષનું છેદન કર્યું નથી કે કરવાની પ્રજાને મંજૂરી નથી. જાણો પ્રકૃતિને ફાયદો કેટલો થયો.

Tree Replantation : ભાવનગર મનપા વૃક્ષોનું સ્થળાંતર કરી રાખે છે જીવિત, ટ્રી રીપ્લાન્ટેશનની સફળતા કેટલી જૂઓ
Tree Replantation : ભાવનગર મનપા વૃક્ષોનું સ્થળાંતર કરી રાખે છે જીવિત, ટ્રી રીપ્લાન્ટેશનની સફળતા કેટલી જૂઓ

By

Published : Jul 6, 2023, 6:28 PM IST

Updated : Jul 6, 2023, 6:50 PM IST

વૃક્ષને બચાવવાની મથામણ

ભાવનગર : એક વૃક્ષનો ઉછેર કરવો એટલે એક બાળકને સાચવીને યુવાન વયે સુધી લઈ જવા જેટલું કઠિન છે. વૃક્ષારોપણ સૌ કરી શકે પરંતુ તેને ઉછેરવાની જવાબદારી લેવી કઠિન છે. ભાવનગર મહાનગરપાલિકાએ એક અભિગમ અપનાવ્યો છે કે પોતાની હદમાં એક પણ વૃક્ષ કાપવામાં નહીં આવે પરંતુ તેનું રીપ્લાન્ટેશન કરવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિકા વૃક્ષોનું રીપ્લાન્ટેશન કરવામાં સફળ પણ થઈ છે.

ટ્રી રીપ્લાન્ટેશનની સફળતા કેટલી : ભાવનગર મહાનગરપાલિકા વૃક્ષોના લઈને એક શ્રેષ્ઠ અભિગમ અપનાવ્યો છે. મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી પોતાની હદમાં રહેલા વૃક્ષો ક્યાંય પણ નડતર રૂપ હોય તો તેને કાપી નાખવામાં આવતાં નથી. આવા પ્રકારના વૃક્ષોને રીપ્લાન્ટેશન કરવામાં આવે છે. ટ્રી રીપ્લાન્ટેશનનો આ અભિગમ પાંચ વર્ષથી અમલ કરવામાં આવી રહ્યો છે. વૃક્ષોનું રીપ્લાન્ટેશન કરવામાં મહાનગરપાલિકાને 80 ટકાથી વધારે સફળતા પણ મળી રહી છે. ચોમેર થતી એક વૃક્ષ વાવો અને વિશ્વને બચાવોની વાતો વચ્ચે ભાવનગર મહાનગરપાલિકાએ પોતાના અભિગમ મારફત વૃક્ષને બચાવવાની એક નવી પહેલ પણ જરૂર વિશ્વની આંખે ધરી છે.

ભાવનગર મહાનગરપાલિકા ખાસ કરીને જાહેર રસ્તાઓને પહોળા કરવા માટે કેટલાક પૌરાણિક 30 થી 40 વર્ષ જૂના ઉગેલા વૃક્ષોને કાપીને તેનો નાશ કરતી નથી. પરંતુ આ પ્રકારના વૃક્ષોને ખાસ મશીનરી મારફત અથવા તો મેન્યુઅલી સાધનો દ્વારા હટાવાની કામગીરી થાય છે. વૃક્ષ જે સ્થળે હોય તેની આજુબાજુમાં મોટો ખાડો કરવામાં આવે છે અને તેના મૂળ બને તેટલા જીવિત રહે તેવી કોશિશ કરીને વૃક્ષને બહાર કાઢવામાં આવે છે. મૂળ સાથે વૃક્ષ ક્રેઇન મારફત કાઢીને ટ્રકમાં લઈ જઈને તેની નિશ્ચિત અન્ય સ્થળે રાપ્લાન્ટેશન કરવામાં આવે છે. જ્યારે વૃક્ષ મૂળમાંથી કાઢવાનું હોય ત્યારે મહાનગરપાલિકા પોતાના દરેક વિભાગો સહિત ગેસ લાઇન, ઈલેક્ટ્રીક લાઈન વગેરે જેવી કંપનીઓને પણ સાવચેત કરીને સ્થળ ઉપર હાજર રાખે છે. જેથી લોકોની અન્ય સુવિધાઓ ખોરવાય નહીં. કે. કે. ગોહિલ(ગાર્ડન અધિકારી, ભાવનગર મહાનગરપાલિકા)

કેટલા વૃક્ષો રીપ્લાન્ટેશન કરી ખર્ચ કર્યો : ભાવનગર મહાનગરપાલિકા ક્યાંય પણ નડતરરૂપ વૃક્ષ હોય તો તેનું રીપ્લાન્ટેશન કરી રહી છે. મહાનગરપાલિકા જે સ્થળે વૃક્ષ હોય ત્યાંથી તેને મૂળની સાથે બહાર કાઢે છે અને બાદમાં અન્ય મહાનગરપાલિકાની વૈકલ્પિક જગ્યાઓમાં ખાડો કરીને રીપ્લાન્ટ કરે છે. મહાનગરપાલિકા એક વૃક્ષ પાછળ 5000 જેવો ખર્ચ કરી રહી છે. ત્યારે મહાનગરપાલિકા છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે 200 જેટલા વૃક્ષોનું રિપ્લાન્ટેશન કર્યું છે. હાલમાં 2023ની જાન્યુઆરીથી લઈને એક જુલાઈ સુધીમાં 125 જેટલા વૃક્ષોને રિપ્લાન્ટેશન કરવામાં આવ્યુ છે જેમાં 90 જેટલા વૃક્ષો ઉછરી ગયા છે તેમ ગાર્ડન અધિકારી કે કે ગોહિલે જણાવ્યું હતું. આમ છેલ્લા પાંચ વર્ષમાં મહાનગરપાલિકાએ 5 લાખ જેવો કુલ ખર્ચ કર્યો છે.

રીપ્લાન્ટેશન કેટલું સફળ અને શું હોય છેે માવજત : ભાવનગર મહાનગરપાલિકાએ ચાલુ વર્ષમાં 1 લાખ જેટલા વૃક્ષોના રોપાઓનું વિતરણ કર્યું છે. ત્યારે વૃક્ષના રોપાનું વિતરણ કરવું કે વૃક્ષારોપણ કરવું સહેલું હોય છે. પરંતુ એક મહાકાય વૃક્ષને મૂળ સોતાં ઉખાડી અન્ય જગ્યાએ સજીવન કરવું ખૂબ મુશ્કેલ હોય છે. મહાનગરપાલિકાના ગાર્ડન અધિકારી કે. કે. ગોહિલે એ વિશે જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે વૃક્ષોનું રીપ્લાન્ટેશન કરવામાં આવે છે ત્યારબાદ તેની માવજત લેવામાં આવતી હોય છે. કોઈ પણ સિઝન હોય વૃક્ષને એકાંતરે પાણી પીવડાવવામાં આવે છે. આમ મહાનગરપાલિકા પોતાના અભિગમમાં 80 ટકાથી વધારે સફળ રહીને વૃક્ષોને ફરી જીવિત કરવામાં સફળ રહી છે.

  1. Surat News : 400 વર્ષ જુના અતિ દુર્લભ ગણાતા વૃક્ષને બચાવવાની બૂમ ઉઠી, મેટ્રોના નામે બલિ ચડી જશે?
  2. Tree Demolition: જે કોનોકાર્પસ વૃક્ષ પાછળ કૉર્પોરેશને લાખો ખર્ચ્યા હવે તેને જ હટાવી કરશે બુદ્ધિનું પ્રદર્શન
  3. નડીયાદ સિવાય નહીં જોવા મળે આ ઝાડ, ભોજપત્રી એકમાત્ર માત્ર હેરિટજ ટ્રી
Last Updated : Jul 6, 2023, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details