ભાવનગર:ભાવનગર શહેરની શાન ખરડાઈ રહી છે. જેમાં અમદાવાદની સિદ્દી સૈયદની જાળી જેવી કલાત્મક આરસ પરની કોતરણી અને તાજમહલ જેવા પ્રેમનો સમાવેશ થાય છે. ગંગાદેરી તળાવમાં વચ્ચે બનાવવામાં આવી હતી.પરંતુ સમય જતાં તળાવ અડધું થઈ ગયું અને અડધા તળાવમાં બજાર બની ગઈ છે. ત્યારે તળાવની વચ્ચે રહેલી ગંગાદેરી તળાવના કાંઠે અને જર્જરિત બનતી જાય છે. સ્થાનિક તંત્રને પણ પુરાતત્વ ખાતું ગાઠતું નથી બોલો.
ભાવનગરના રજવાડાની ગંગાદેરીનો ઇતિહાસ :ભાવનગરના મહારાજા તખ્તસિંહજીના સમયકાળ દરમ્યાન 1893માં ગંગાદેરીનું નિર્માણ તળાવની વચ્ચે કરવામાં આવ્યું હતું. જો કે ગંગાદેરીના સ્થાપના પાછળ મહારાજાનો પ્રેમ કારણભૂત છે. મહારાણી માજીરાજબાએ ભાવસિંહજીને જન્મ આપ્યા બાદ તેમને દેહવિલય કર્યો હતો. આથી રાણી સાહિબાની યાદમાં મહારાજા તખ્તસિંહજીએ 1893માં ગંગાદેરીનું નિર્માણ કર્યું હતું. તે સમયમાં આ વડવા ગામનું તળાવ હતું. ભાવનગર રજવાડાએ વડવા ગામમાં ઇ.સ 1723માં ભાવનગર શહેરનો પાયો મહારાજા ભાવસિંહજી પહેલાએ નાખ્યો હતો.
ભાવનગર અખંડ ભારત સમયે પ્રથમ રજવાડું સોંપનાર રાજ્ય હતું. વાત કરીએ ગંગાદેરીની તો એક તરફ અમદાવાદની સિદ્દી સૈયદની જાળી રાખો અને બીજી તરફ તાજમહલ. આ બંનેનો સમન્વય એટલે ગંગાદેરી કહી શકાય. કારણ કે ગંગાદેરીમાં કોતરણીઓ સંગેમરમર આરસમાં બનાવેલી છે જ્યારે તાજમહલ એટલે કે મહારાજાએ રાણની યાદમાં તળાવ વચ્ચે ગંગાદેરી તેમની યાદમાં બનાવી હતી. આ ગંગાદેરીના ડિઝાઈનર જ્હોન ગ્રીફીડ હતા જેમને બનાવવામાં 16 વર્ષ લાગ્યા હતાં... રમેશભાઈ પરમાર (ઇતિહાસકાર)
સરકારના વિભાગો દ્વારા ઉપેક્ષા : ભાવનગરની ગંગાદેરીને સરકારે રક્ષિત સ્મારકમાં સમાવેશ તો કર્યો છે, પરંતુ જાળવણીની વાત આવે તો પારકા જેવો વ્યવહાર જોવા મળી રહ્યો છે.પુરાતત્વ ખાતા હસ્તકની ગંગાદેરીની જાળવણી પુરાતત્વ વિભાગ કરતું નથી અને કોઈ અન્ય સરકારી વિભાગને તેંજ જાળવણી માટે કમાન પણ સોંપતું નથી. સિટી મામલતદાર કચેરી હાલમાં તેની જવાબદાર છે પરંતુ તેે પણ સાફસફાઈ કે મરામત માટે પુરાતત્વ વિભાગની મંજૂરીની મહોર વગર કરી શકતું નથી. છેલ્લા બે વર્ષમાં જોઈએ તો 14/2/2021 બાદ 12/,10/2022 બાદ 29/03/2023 બાદ 10/05/2023 અને અંતમાં 7/07/2023 ના લેખિત પત્ર વ્યવહાર પુરાતત્વ ખાતાની રાજકોટ અને ગાંધીનગર કચેરીને કરવામાં આવ્યો છે. કોઈ જવાબ મળતો નથી કે કોઈ મંજૂરી પણ આપવામાં આવતી નથી. આ ઉપેક્ષા નહીં તો શું કહેવાય?
ગંગાદેરી શહેરની મધ્યમાં આવેલુ એક રક્ષિત સ્મારક છે. અમારા હસ્તકના 22 મંદિર પૈકીનું એક રક્ષિત સ્મારક છે. તેના ઉપર ચોમાસામાં ઝાડીઝાંખરા ઊગી નીકળે છે પરંતુ પુરાતત્વ વિભાગ હસ્તક હોવાથી અમેં તેમને 2021થી પત્ર લખવામાં આવ્યા છે. છેલ્લે 7 જુલાઈ 23ના રોજ છેલ્લો પત્ર લખવામાં આવ્યો છે. પરંતુ જ્યાં સુધી પુરાતત્વ વિભાગ NOC આપે નહીં ત્યાં સુધી અમે કશું કરી શકતા નથી...દશરથસિંહ રાઠોડ (સિટી મામલતદાર,ભાવનગર)
ગંગાદેરીની સ્થિતિ આજના સમયમાં શું તે પણ જાણો : ભાવનગર શહેરને ગંગા ડેરીની આજની પરિસ્થિતિ જુઓ તો ગંગાદેરીની નીચેની સુરક્ષા માટેની જાળી તૂટી ગઈ છે. અસામાજિક તત્વો તેમજ અન્ય લોકો તેના પટાંગણમાં વિસામો કરે છે અથવા તો તેનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે ગંગાદેરીની ઉપર જોવામાં આવે તો બે આરસની વચ્ચે પીપળા જેવા વૃક્ષ ઊગી નીકળ્યા છે. આ પીપળા નહીં કાપવાને કારણે બે લગાવવામાં આવેલા આરસ વચ્ચે જગ્યાઓ થવા લાગી છે. જેના કારણે આરસ નીકળી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગંગાદેરી ઉપર પણ અસામાજિક તત્વો દ્વારા કરાયેલી ગંદકી જોવા મળે છે. આમ ગંગાદેરી જાણે લાવારીસ હોય તેઓ માહોલ જોવા મળે છે.
- ભાવનગર: પ્રેમનું પ્રતીક અને શહેરની શાન છે ગંગાદેરી, છતાં વારંવાર ઉપેક્ષા કેમ? હવે કોણ લેશે કાળજી?
- ભાવનગરની મીની તાજમહલ સમાન ગંગાદેરીની હાલત દયનિય