ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar News : આંગણવાડીઓમાં અલીગઢી તાળાં, હડતાળને પગલે વાલીઓના ધક્કા અને સરકાર સામે રોષનો માહોલ - સરકાર સામે રોષ

ભાવનગર શહેરમાં આંગણવાડી બહેનોની હડતાળને પગલે આંગણવાડીઓમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે આંગણવાડીઓમાં અલીગઢી તાળાંઓ જોવા મળ્યાં હતાં અને બાળકોને મૂકવા આવતી મહિલાઓ પરત જતી જોવા મળી હતી. બંધ આંગણવાડીઓ પગલે વાલીઓએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.

Bhavnagar News : આંગણવાડીઓમાં અલીગઢી તાળાં, હડતાળને પગલે વાલીઓના ધક્કા અને સરકાર સામે રોષનો માહોલ
Bhavnagar News : આંગણવાડીઓમાં અલીગઢી તાળાં, હડતાળને પગલે વાલીઓના ધક્કા અને સરકાર સામે રોષનો માહોલ

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 7:30 PM IST

વાલીઓએ સરકાર સામે રોષ ઠાલવ્યો

ભાવનગર : સમગ્ર ગુજરાતમાં આંગણવાડી બહેનો હાલમાં રણચંડી બનીને હડતાળના માર્ગ ઉપર છે. જેને પગલે આંગણવાડીઓ ઉપર અલીગઢી તાળા જોવા મળી રહ્યા છે. ભાવનગરમાં છેલ્લા ત્રણ દિવસથી બંધ આંગણવાડીને પગલે ઈટીવી ભારત દ્વારા રિયાલિટી ચેક કરાયું હતું. જેમાં ભાવનગરની આંગણવાડી બંધ રહેતા વાલીઓ પણ રોષે ભરાયેલા જોવા મળ્યા છે. ત્યારે સ્થાનિક તંત્રની સ્થિતિ આંગણવાડી બહેનોની હડતાળને પગલે માત્ર હાથ ઉપર હાથ દઈને બેસવા સિવાય કોઈ રસ્તો ના હોવાનું પ્રાથમિક રીતે જણાઇ રહ્યું છે.

આંગણવાડી હડતાળને લઇ તાળાંનું સામ્રાજ્ય :સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની બહેન હડતાલ ઉપર 27 ઓક્ટોબરના રોજ ઉતરી ગઈ છે. જેને પગલે આંગણવાડીઓ બંધ હોય તે સ્વભાવિક છે. ત્યારે ઈટીવી ભારત દ્વારા ભાવનગર શહેરમાં હાદાનગર વિસ્તારમાં આવેલી આંગણવાડીની મુલાકાત લીધી હતી. જો કે આંગણવાડી ઉપર અલીગઢી તાળા જોવા મળ્યા હતા. ત્યારે ચોથા દિવસે પોતાના બાળકોને લઈને આવતા વાલીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો. વાલી સવિતાબેન જણાવ્યું હતું કે આ ત્રણ દિવસથી બંધ છે. કેટલી વખત અમે ધક્કા ખાઇએ. એમને જે આપવાનું હોય, પગાર વધારવાનું હોય વધારી દો, ધંધા મોળા છે. હડતાળ કેમ રાખી છે. સરકારે સામે જોવું જોઈ. જેવો મત રજૂ કર્યો હતો.

વાલીઓનો રોષ સામે આવ્યો : હાદાનગરમાં આવેલી આંગણવાડીની રિયાલિટી ચેક કરતા વાલીઓનો રોષ સામે આવ્યો હતો. બાળકોને લઈને મૂકવા આવતી મહિલાઓએ બંધ આંગણવાડી પગલે સરકારને સામે પોતાનો રોષ ઠાલવ્યો છે. આંગણવાડી બંધ છે. જેને પગલે આંગણવાડીમાં આવતા બાળકોને રોજનો મળતો નાસ્તો અને તેને સાચવવાનું ત્રણથી ચાર કલાક ઘરની મહિલા માટે આવ્યું છે. જેને પગલે આસપાસ રહેતી મહિલાઓ રોષે ભરાય છે

આજે ત્રણ દિવસથી આંગણવાડી બંધ છે. અમે છોકરાને લઈને આવીએ છીએ અને પાછા જઈએ છીએ. આ જે કરાવે છે તેમને પગાર તમારે કરવો જ જોઈએ. ગરીબ માણસો હોય, ગરીબ માણસ કામ પાડી અમારા બચ્ચાઓને રાખે છે. તમે એને પગાર ન દો તે શું કામનું. તાળા માર્યા છે ,રોજ અમે બચ્ચાઓને લઈને આવીએ ને જતા રહીએ છીએ...રસીદાબેન ( વાલી )

ICDSનો જવાબ શું : ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી આંગણવાડી બંધ છે. જેને પગલે મહાનગરપાલિકાના ICDS વિભાગને આ બાબતે પૂછવામાં આવતા ICDS ના ઓએસ મુકેશભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારે ભાવનગર મહાનગરપાલિકામાં 316 આંગણવાડી કેન્દ્ર આવેલા છે. તેમાં ઘટક એકની વાત કરીએ તો 174 આંગણવાડી આવેલી છે. જ્યારે ઘટક બેમાં 142 કેન્દ્ર આવેલા છે. ઘટક એકમાં 174 આંગણવાડીમાં 145 કાર્યકર અને 134 તેડાગર બહેનો હડતાળ ઉપર છે, ત્યારે ઘટક બેમાં 142 કેન્દ્ર આવેલા છે તેમાંથી 66 બહેનો હડતાળ ઉપર છે. જો કે અમે આ બાબતની સરકારમાં જાણ કરી છે અને આંગણવાડી બહેનો દ્વારા આવેદનપત્રો પણ સરકારમાં અપાયેલા છે.

  1. Bhavnagar News: દેશની 24 લાખ આંગણવાડી બહેનોના અવાજ બન્યા ભાવનગરના આંગણવાડીના પ્રમુખ, સુપ્રીમ કોર્ટમાં લડત ચલાવી
  2. Anganwadi workers strike : "માનસિક તૂટી જવાય એટલું કામ કરાવે છે" - આંગણવાડી કાર્યકરોની વ્યથા, અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ
  3. Bhavnagar News : ભાવનગર આંગણવાડી કર્મચારી સંઘની હડતાળ, સરકારને સદ્ધબુદ્ધિ આવે તે માટે યજ્ઞ કર્યો

ABOUT THE AUTHOR

...view details