ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar News : ભાવનગરમાં અક્ષર પાર્ક સોસાયટી અને ખેતરને પ્રદૂષિત કરતું જીઆઈડીસીનું ગંદુ પાણી, કમિશનરે દોડી આવી શું કહ્યું જૂઓ - ખેડૂતોની વેદના

ભાવનગરના અક્ષર પાર્ક વિસ્તારમાં મહિનાથી જીઆઈડીસીનું ગંદુ પાણી ખેતર અને સોસાયટી વચ્ચે ખેતરમાંથી પસાર થઈ રહ્યું છે. લોકોને ચામડીની તકલીફ અને મચ્છરનો ત્રાસ તો ખેડૂતોના પાક બળી ગયો છે. ઈટીવી ભારત દ્વારા સ્થળ મુલાકાત કરાતા લોકોની અને ખેડૂતોની મુશ્કેલી સામે આવી હતી.

Bhavnagar News : ભાવનગરમાં અક્ષર પાર્ક સોસાયટી અને ખેતરને પ્રદૂષિત કરતું જીઆઈડીસીનું ગંદુ પાણી, કમિશનરે દોડી આવી શું કહ્યું જૂઓ
Bhavnagar News : ભાવનગરમાં અક્ષર પાર્ક સોસાયટી અને ખેતરને પ્રદૂષિત કરતું જીઆઈડીસીનું ગંદુ પાણી, કમિશનરે દોડી આવી શું કહ્યું જૂઓ

By

Published : Jul 26, 2023, 7:44 PM IST

લોકોની અને ખેડૂતોની મુશ્કેલી સામે આવી

ભાવનગર : ભાવનગરના અક્ષર પાર્ક વિસ્તારના છેવાડે ખેતર અને બાજુમાં સોસાયટીઓના લોકો એક મહિનાથી જીઆઈડીસીના ગંદા પાણીથી ત્રાહિમામ છે. આવું પાણી ખેતર અને સોસાયટી વચ્ચે ખેતરમાંથી પસાર થઈ રહ્યું છે જેનાથી ચામડીની તકલીફ વધી છે તો બીજીબાજુ મચ્છરનો ત્રાસ. પરિસ્થિતિની વિકટતા જાણવા સ્થળ મુલાકાત લીધી ત્યારે હકીકત સામે આવી હતી.

નાળું નથી પણ જીઆઈડીસી પાઇપ લાઇન એક મહિના કરતા વધુ સમયથી લીકેજ છે અને બધું પાણી ઉભરાઈને અમારા ખેતરોમાંથી જાય છે. પાકને નુકશાન કર્યું છે. બાજુની સોસાયટીમાં લોકો ત્રાહિમામ છે. ખેતરમાં ટ્રેકટર,બાઇક કઈ લઈને જવાતું નથી. અમારે પગમાં ખાસ બુટ લાવીને પહેરવા પડ્યા છે. બુટ ન પહેરિયે તો ચામડીમાં તકલીફ થવા લાગે છે. જીઆઈડીસીને રજુઆત કરી તો કહે છે અમે મહાનગરપાલિકાને જાણ કરી છે. ખેતરમાંથી ગેરકાયદેસર ગટર લાઇન કાઢવામાં આવેલી છે અને હવે પાણી પણ એક મહિનાથી જતા મુશ્કેલીઓ વધી છે...નરેશભાઈ પટેલ(ખેડૂત)

અક્ષરપાર્ક સોસાયટી વિસ્તારની સમસ્યા : રાત દિવસ ખાતાંપીતાં, ઉઠતાં બેસતાં સૂંતા દરેક સમયે ગટરની દુર્ગંધની હવામાં જીવવાનું હોય તો એ નર્ક સમાન લાગે છે. હા, આવી દશા ભાવનગરના અક્ષરપાર્કના પૂર્વ દિશા તરફ આવેલા રહીશોની છે. ખેતર અને રહેણાંક વચ્ચે ગટરના વહેતા પાણીએ સ્વાસ્થ્ય બાબતે ખેડૂતો અને સ્થાનિકોને નાકે દમ લાવી દીધો છે. નવાઈની વાત એ છે કે એક મહિના કરતા વધુ સમયથી જીઆઈડીસીનું ગટરનું પાણી રાત દિવસ વહે છે. લોકોને બાળકોને કેમિકલવાળા પાણીના પગલે દુર્ગંધથી ચામડીની તકલીફો વધી છે. કમિશનરને જાણ થતાં તેઓ દોડી ગયા હતાં.

કેમિકલવાળું પાણી : ભાવનગરના અક્ષરપાર્ક વિસ્તારમાં પૂર્વ દિશામાં આવેલી સોસાયટીઓ છેવાડાની છે. સોસાયટી બાજુમાં ખેતર છે. જો કે સોસાયટી અને ખેતર વચ્ચે હાલમાં જીઆઇડીસીનું મોટી માત્રામાં કેમિકલવાળું પાણી વહી રહ્યું છે.

આ જગ્યા રેલવે પાટાની પાછળ અને અક્ષર પાર્કની બાજુમાં અમારી ખેતીની જમીન આવેલી છે ખેતીની જમીનમાંથી અંદર અવારનવાર રજૂઆત કરવા છતાં જીઆઇડીસીના ગટરનું પાણી બંધ થતું નથી. GIDC કહે છે અમે ઓનલાઈન મહાનગરપાલિકાને રજૂઆત કરી છે. કોઈ ધ્યાન દેતા નથી. તમે જોઈ શકો છો અમારી મૌલાત જીઆઇડીસીના એસિડના પાણીના કારણે ખરાબ થઈ ગઈ છે. અમારે ખેતરમાં ચાલીને જવું પડે એવી પરિસ્થિતિ છે. વાહન કોઈ પણ પ્રકારના ચાલી શકતા નથી. પાણીમાં ચાલો એટલે પગમાં બળે છે.એસિડના પાણી હોવાને કારણે આસપાસમાં રહેણાંક હોવા છતાંએ લોકો પણ ત્રાહિમામ છે... પારુલબેન(સ્થાનિક)

બાળકોને ગુમડાં થાય છે : તેઓ વધુમાં કહે છે કે અમારા ઘર પાસે ચિત્રા જીઆઇડીસીનું પાણી ખેતરમાંથી નીકળ્યું છે. અમારે અહીંયા રહેવાતું નથી દુર્ગંધ આવે છે. તાવ આવે છે, ગુમડાઓ થાય છે, ચામડીની તકલીફો ઊભી થઈ છે, પગમાં ખંજવાળ આવે છે. નાના બાળકોને પણ ગુમડાઓ થઈ રહ્યા છે. રાત દિવસ કઈ રીતે રહેવુંએ સમજાતું નથી અને કોઈ અનેક રજૂઆત કરવા છતાં ધ્યાન દેતું નથી.

કમિશનરે જાત તપાસ કરી

કમિશનરે સ્થળ મુલાકાત કરી : ભાવનગરના અક્ષર પાર્કમાં થઈને નીકળતી જીઆઇડીસીની ગટર લાઈનના ત્રણ ઢાંકણામાંથી સંપૂર્ણ પાણી વહી રહ્યું છે. તેને પગલે ઈટીવી ભારતે કમિશનરને પૂછતા તેમણેે બાદમાં સ્થળ મુલાકાત પણ કરી હતી. સ્થળ ઉપર જઈને કીચડમાં ચાલી જાત તપાસ કરી નિવેદન આપ્યું હતું.

હાલ જે પરિસ્થિતિ છે તેમાં કોઈ અસામાજિક તત્વો હોય જેને ડ્રેનેજના ઢાંકણા ખોલી પથ્થર માટી વગેરે નાખી બંધ કરી દીધું છે. તેને પગલે આ પાણી બહારની તરફ વહી રહ્યું છે. અધિકારીને સૂચનાઓ આપી છે કે બાજુમાં બીજી લાઈન પણ નાખવામાં આવે અને બે લાઈન એક સાથે શરૂ કરી દેવામાં આવે. જેથી આ સમસ્યા રહે નહીં. થોડા દિવસોમાં સમસ્યા હલ થઈ જશે...એન. વી. ઉપાધ્યાય(મનપા, કમિશનર)

ખેતરની બાજુની સોસાયટીની હાલત કફોડી : ભાવનગર રાજકોટ હાઇવેથી ઉત્તર દિશા તરફ ચાલો એટલે થોડો વિસ્તાર જતા રેલવેના ટ્રેક આવે છે. ટ્રેકની બીજી તરફ અક્ષરપાર્ક અને અન્ય સોસાયટીઓ આવેલી છે. અક્ષરપાર્કથી પૂર્વ તરફ જતા સોસાયટી પૂરી થાય છે અને તેની બાજુમાં ખેતરની શરૂઆત થાય છે. ત્યારે ત્યાં રહેતા લોકોને સોસાયટી અને ખેતર વચ્ચેથી જતા ગટરના પાણીને કારણે રાત દિવસ ઉઠતા બેઠતા કોઈપણ કામ કરે તો માત્ર દુર્ગંધની આવતી હવા લઈને જ કરવું પડે છે. લોકોને ભય સતાવે છે કે કેમિકલના પાણીને કારણે ભયંકર રોગો થઈ શકે છે. આથી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલા ભરવામાં નહીં આવતો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો. ઘણા લોકોને ચામડીની તકલીફો પણ થવા લાગી હોવાનું દર્શાવ્યું હતું. મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોવાને પગલે ચામડીની પણ સમસ્યા સર્જાઇ હોવાનું મહિલાઓએ કકળાટ કર્યો હતો.

  1. Bhavnagar News : ભાવનગરમાં વરસાદી પાણીની માથાકુટ યથાવત, ઘરની બહાર નિકળો તો ગંદુ પાણી, સ્થાનિકો કહે છે જવું ક્યાં?
  2. Surat News : સચિન GIDCમાં દિવાલ પડી જતા મજૂરો દબાયા, એક મજૂર દોઢ કલાકની મહેનત બાદ બહાર નીકળ્યો, એકનું મૃત્યુ
  3. New GIDC in Gujarat : વિરોધ બાદ પણ 13 જિલ્લા નવી GIDC બનશે, રોજગારીનું થશે નિર્માણ

ABOUT THE AUTHOR

...view details