ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર કોર્પોરેશને જાહેર સ્થળ, હાથ ધોવાના સ્ટેન્ડ ઉભા કર્યા - corona virus in india

ભાવનગરમાં મ્યુનિ. એ જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે બહાર નીકળતા લોકો માટે જાહેરમાં સેનીટાઇઝની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 25 સ્થળ પર સર્કલો પાસે હેન્ડ વોશ સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યાં છે. તેમજ 50 સ્થળ પર ટૂક સમયમાં હેન્ડ વોશ સ્ટેન્ડ ઉભા કરવામાં આવશે.

etv bharat
ભાવનગર: મ્યુુુુનિ. દ્રારા જાહેર સ્થળ, હાથ ધોવાના સ્ટેન્ડ ઉભા કરાયા

By

Published : Apr 22, 2020, 9:56 PM IST

ભાવનગર: કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મહત્વનું છે કે, માસ્ક પહેરવું અને સતત હાથ ધોતા રહેવું, ત્યારે ભાવનગર મ્યુનિ. દ્વારા લોકોની સુવિધા માટે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જાહેર સ્થળો પર હેન્ડ વોશ સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યાં છે. અત્યારે શહેરભરમાં 50 જેટલા સ્થળો પર આ વ્યવસ્થા ઉભી કરવાનું મ્યુનિ. દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર: મ્યુુુુનિ. દ્રારા જાહેર સ્થળ, હાથ ધોવાના સ્ટેન્ડ ઉભા કરાયા

કોરોનાનું સંક્રમણ અટકાવવું તે ખૂબ જરૂરી છે, આ માટે સતત સાબુથી અથવા આલ્કોહોલ બેજ સેનેટાઇઝરથી સતત હાથ સેનિટાઇઝેશન કરતા રહેવું જરૂરી છે, આવા સંજોગમાં દરેક લોકો પાસે હેન્ડ સેનેટાઇઝર હોતું નથી, ખાસ કરીને શાકભાજી, ફ્રુટ ની લારી વાળા, સફાઇ કર્મચારીઓ તેમજ ફરજ પરના પોલીએ, હોમગાર્ડના જવાનો કે સ્વયંસેવકો બધા પાસે સેનેટાઇઝર હોતું નથી, માટે આ લોકો પોતાના હાથ સતત સ્વચ્છ રાખી શકે તે માટે ભાવનગર મ્યુનિ. દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવા હેન્ડ વોશ સ્ટેન્ડ મુકવામાં આવ્યાં છે, જ્યાં પાણી સાબુ, સાહિતની હાથ સાફ કરવા માટેની વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

ભાવનગર: મ્યુુુુનિ. દ્રારા જાહેર સ્થળ, હાથ ધોવાના સ્ટેન્ડ ઉભા કરાયા

આ ઉપરાંત જ્યાં જ્યાં જાહેર શૌચાલય છે ત્યાં પણ સાબુ , હેન્ડ વોશ મુકવામાં આવ્યાં છે, તેમજ હાલ રેસ્ટોરન્ટ બંધ છે, પરંતુ આવા કેટલાક રેસ્ટોરન્ટ સંચાલકોએ તેમના હેન્ડ વોશ માટેના સ્ટેન્ડ મુક્યા છે. તેમજ તમામ સરકારી કચેરીઓમાં અને તમામ પેટ્રોલ પમ્પ પર પણ હાથ ધોવા માટેની સગવડતા ઉભી કરવા સૂચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details