ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર મહાનગરપાલિકાને કરવેરા આવક પેટે રેકોર્ડ બ્રેક 52 કરોડની આવક - tax

ભાવનગર: મહાનગરપાલિકાએ એપ્રિલમાં અમલી બનાવેલ રિબેટ યોજનાને ભાવનગરના કરદાતાઓ તરફથી અપ્રિય પ્રતિસાદ મળતા ભાવનગર મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. માત્ર એક મહિનામાં ભાવનગર મહાનગરપાલિકાને 52 કરોડ જેટલી આવક થઇ છે.

સ્પોટ ફોટો

By

Published : May 3, 2019, 3:22 AM IST

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ 1 એપ્રિલ થી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષના પ્રારંભથી એડવાન્સ કરવેરો, પાણીવેરો સફાઇ વેરો સહિતના કર ચૂકવનાર કરદાતાને તેમના બિલની રકમમાં 10 ટકાની રીબેટ વળતર યોજના અમલી બનાવવામાં આવી હતી. એક મહિનાના ટુંકા ગાળા દરમિયાન ભાવનગર શહેરમાં 97,000 કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો હતો. બીજી તરફ આ યોજનાના કારણે ભાવનગર મહાનગરપાલિકાને 30 દિવસમાં કરોડની આવક નોંધાઈ છે.

ભાવનગર મહાનગરપાલિકાને કરવેરાની 52 કરોડની આવક
ઉલ્લેખનીય છે કે, એક માસના ટૂંકાગાળામાં ભાવનગર મહાનગરપાલિકાને કરવેરા પેટે એટલી વિશાળ રકમની આવક થઈ છે. યોજનાના અંતિમ દિવસે એટલે કે, 30 એપ્રિલે 11,000 કરતા 7.76 કરોડ કરવેરો ભર્યો હતો. જેમાં 3.50 કરોડથી વધુ કરવેરો ઓનલાઈન ભરવામાં આવ્યો છે. અને બીજો ઓફલાઈન કરદાતાઓએ ઘર વેરો ભર્યો હતો. સામા પક્ષે ભાવનગર મહાનગરપાલિકા કરદાતાઓની સુવિધા માટે મોડી રાત સુધી કેશબારી ખુલ્લી રાખી હતી.ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે એપ્રિલ માસ દરમિયાન વેરો ભરનાર કરદાતાઓને તેમના બાકી બિલની રકમમાં 10 ટકા વળતર અને મે માસ દરમિયાન કર ભરનાર કરદાતાઓને તેમના બિલમાં 5 ટકાનું વળતર આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details