ભાવનગર: શહેર મનપાએ સરકાર સાથે રાહત આપવાનું નક્કી કર્યું છે, ત્યારે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેરાત કરીને 10 થી 20 ટકા રિબેટ યોજના અમલી કરી છે તો વ્યાજ માફી પણ આપવામાં આવી છે. જેની સમય મર્યાદા પણ 30 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે. લોકોને લાભ લેવા ચેરમેને વિનંતી કરી છે, તો સફાઈ કામદાર અને આરોગ્ય કર્મચારીને એક હજાર બોનસની પણ જાહેરાત કરી હતી.
કોરોનાની મહામારી વચ્ચે સરકારે અનેક રાહતો જાહેર કરી છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા પણ કરદાતા માટે મેદાનમાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ દ્વારા ટેક્સમાં રાહત આપવામાં આવી છે. ભાવનગરના કરદાતા માટે ટેક્સની રાહત અને આરોગ્ય સફાઈ કામદારને વધારાનું મહેનતાણું કોરોના વાઇરસની મહામારીમાં કામ બદલ આપવાની જાહેરાત કરી છે.