ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીજીની 150 જન્મજયંતિ નિમિતે ભાવનગરમાં કરાયું પદયાત્રાનું આયોજન - પદયાત્રાનું આયોજન

ભાવનગરઃ શહેર ભાજપના સાંસદ ભારતીબેન શિયાળે પત્રકાર પરિષદ યોજીને ગાંધીજીના ૧૫૦મી જન્મજયંતી નિમિતે પદયાત્રાનું આયોજન અંગે માહિતી આપી હતી. શહેરના ભાજપ કાર્યાલય ખાતે ભારતીબેન શિયાળે સોમવારના રોજ ૪ નવેમ્બરના રોજ જેસરથી ગાંધી જયંતીની ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

ગાંધીજીની 150 જન્મજયંતિ નિમિતે ભાવનગરમાં કરાયું પદયાત્રાનું આયોજન

By

Published : Nov 3, 2019, 5:29 PM IST

સંકલ્પ યાત્રા ૧૫૦ કિલોમીટર લાંબી છે જે અલગ અલગ તાલુકાના ગામડાઓમાંથી પસાર થઈને અંતમાં પૂર્ણ થશે. આ સંકલ્પ યાત્રાના પ્રારંભમાં સોમવારના રોજ જેસરના અયાવેજ ગામથી પ્રારંભ થશે. જેમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ભીખુભાઈ દલસાણીયા, પરસોતમ રૂપાલા, સૌરભ પટેલ, મનસુખ માંડવીયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે અને મહેશ કસવાલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પદયાત્રાનો પ્રારંભ થશે.

ગાંધીજીની 150 જન્મજયંતિ નિમિતે ભાવનગરમાં કરાયું પદયાત્રાનું આયોજન

આ ૧૫૦ કિલોમીટર લાંબી પદયાત્રાનું પ્રારંભ પાલીતાણા તાલુકામાંથી થશે જે પાલીતાણા અયાવેજ ગામથી ચોક, મોટા ચુપણા, કદમગીરી, સાતાના નેસ અને ભંડારિયા થઈને તળાજા પંથકમાં પ્રવેશ કરશે. રાત્રી રોકાણ ગામડાઓમાં કર્યા બાદ ૫ નવેમ્બરે ભારતીબેન શિયાળ પુનઃ તળાજા પંથકના ગામડામાં પદયાત્રાનો પ્રારંભ કરશે, જેમાં તેઓ તળાજાના ટીમાણા, દાત્રડ, ટાઢાવડ, કુંઢેલી, ઘાટરવાળા થઈને ઠળિયા ગામે પહોંચશે અને પુનઃ રાત્રી રોકાણ કરીને ભાવનગર ગ્રામ્ય વિસ્તારના ગામડામાં ૬ નવેમ્બરના રોજ પ્રસ્થાન કરશે અને ભાવનગરના હાથબ, કોળીયાક, ગુંદી, કુડા, રતનપર થઈને ઘોઘા પદયાત્રાને પૂર્ણ કરશે.

આમ, ત્રણ તાલુકામાં સાંસદ ભારતીબેન ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીને ૧૫૦ કિલોમીટર પદયાત્રા સાથે પૂર્ણ કરીને ગાંધીજીના વિચારો લોકો સુધી પહોચાડશે. જો કે જિલ્લામાં પ્રથમ આ પ્રયોગ કેન્દ્રીય કેબીનેટ પ્રધાન મનસુખ માંડવીયા દ્વારા પણ કરવામાં આવ્યો છે અને લોકોમાં ગાંધીજી શું છે તેની પ્રેરણા આપવાનો પ્રયાસ કર્યો છે. આ પદયાત્રાની પરંપરાને ભાજપના નેતાઓએ જાળવી રાખી છે.

ABOUT THE AUTHOR

...view details