ભાવનગરશહેરમાં વર્ષ 2021માં માતા પુત્રની એકબીજાની સામે જ હત્યા કરવામાં (Bhavnagar Mother Son Murder Case) આવી હતી. તેના કારણે સમગ્ર શહેર હચમચી ગયું હતું. ત્યારે પોલીસે આરોપી હેમલ શાહને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આખરે દોઢ વર્ષ પછી કોર્ટે (District and Session Court) આ આરોપીને આજીવન કેદની સજા ફટકારી (Murder Case accused sentenced life Imprisonment) છે.
રેશમી દોરીના આધારે ઉકેલાયો હત્યાનો ભેદ આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરમાં દોઢ વર્ષ પૂર્વે તખ્તેશ્વર પાસે એક ફ્લેટમાં એક મહિલા અને તેના પુત્રની હત્યા થઈ હતી. 13 વર્ષના બાળકનો મૃતદેહ અને મહિલાના મૃતદેહ (Bhavnagar Police) મળ્યા બાદ પોલીસે એક રેશમી દોરીના પગલે હત્યાનો ભેદ ઉકેલીને ફ્લેટ માલિક હેમલ શાહને ઝડપી લીધો હતો. ભાવનગરના ચકચારી કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની (Murder Case accused sentenced life Imprisonment) સજા (District and Session Court) ફટકારી છે.
ઘટના ક્યાં બની અને ડબલ મર્ડરનો ખ્યાલશહેરમાં 8 જુલાઈ 2021ના રોજ ગોદડામાં વિંટેલી હાલતમાં વરતેજ નજીકથી 13 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. તેને લઈને વરતેજ પોલીસમાં (Vartej Police Station) ફરિયાદ નોંધાઈ હતી. તે જ દિવસે ભાવનગરના તખ્તેશ્વર પાસે એક ફ્લેટમાં ગોદડામાં વિંટેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ તપાસમાં ખૂલ્યું હતું કે, મૃતક મહિલા અને બાળક બંને માતાપુત્ર (Bhavnagar Crime News) હતા.
ક્યારે બની રાત્રે ઘટના અનેં કેવી રીતે હત્યાભાવનગરમાં એક ફ્લેટમાં મૂળ મહારાષ્ટ્રીયન અંકિતાબેન જોષી અને તેનો 13 વર્ષનો પુત્ર શિવમ રહેતા હતા. તેઓ ભાવનગર હેમલ શાહ નામના વ્યક્તિ પાસે આવ્યા હતા. હેમલ શાહ અને અંકિતાબેન વચ્ચે મિત્રતા હોય અને વારંવાર બંને મળતા હોવાના કારણે તેઓ 8 જુલાઈએ પોતાની માલિકીના એક ફ્લેટમાં સાથે રહ્યા હતા. ત્યારે રાત્રે બોલાચાલી બાદ તે જ રાત્રે આરોપી હેમલ શાહે ઉશ્કેરાઈને અંકિતાબેનને સૂયાનો ઘા અને બાદમાં છરીના ઘા મારીને મૃત્યુ (Bhavnagar Mother Son Murder Case) નીપજાવ્યું હતું.