ભાવનગરઃ ભાવનગર મહાનગરપાલિકામાં(Bhavnagar Municipal Corporation) છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે. આ શાસનમાં હાલમાં ચૂંટણી બાદ ચૂંટાઈ આવેલા મહિલા મેયર કીર્તિ દાણીધરીયા(Bhavnagar Mayor Kirti Danidharia) સાથે ETV BHARATએ 2022નું તેમનું શુ આયોજન છે. તેં વિશે ખાસ વાતચીત કરી મેયરે પોતાની ઈચ્છાઓને(Planning of BMC in 2022) વ્યક્ત કરી હતી.
ભાજપના મેયર કીર્તિ દાણીધરીયા શુ કરશે 2022માં
ભાવનગર મહાનગરપાલિકામાં મેયર પદે રહેલા મેયર કીર્તિ દાણીધરીયા સાથે ETV BHARAT સાથે 2022માં તેમનું શુ કાર્ય કરવાનું આયોજન તેના પર પોતાનો વિચાર વ્યક્ત કરી હતો. કીર્તિ દાણીધરીયાએ જણાવ્યું હતું કે, 2022માં છઠ પૂજા માટે સીદસરથી ચિત્રા સુધીના રોડમાં સીદસર નજીક બોરતળાવનો પાળો એક કિલોમીટરમાં આશરે સીધી લીટીમાં છે જો બને તો તેને વિકસાવવો છે. બીજું એક સરસ રમતગમતનું સ્ટેડિયમ બનાવવાની ઇચ્છા છે. જો શકય હોઈ તો લાઈબ્રેરી એક સારી બનાવી છે. જેમાં દરેક વિદ્યાર્થીઓ અને વાંચકોને તેનો લાભ મળી શકે. ચોથું પ્લાસ્ટિક અને ઝબલા પૂર્ણ બંધ કરાવવા છે. પરંતુ એ માટે પ્રજાનો સાથ મળે તેવી અપીલ(Development works in Bhavnagar) પણ કરું છું.