લીંબુના ભાવો તળિયે જતા ખેડૂતોએ યાર્ડના દરવાજા કર્યા બંધ - લીંબુ
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવો તળિયે જતા રહેતા ખેડૂતોએ દરવાજા બંધ કરી દીધા હતા. જેમાં પોલીસને બોલાવીને ખોલાવાની ફરજ પડી હતી. ત્યારે ચેરમેને મામલો થાળે પાડી આશ્વાસન આપ્યું હતું. લીંબુની આવક બમણી કરતા વધી જવાને કારણે ભરાવો થયો અને ભાવો ગગડી ગયા હતા.
ભાવનગર
ભાવનગર : માર્કેટિંગ યાર્ડમાં ખડુતોએ લીંબુના ભાવો તળિયે જતા રહેતા વિરોધ નોંધાવ્યો છે. જોકે, યાર્ડના દરવાજા કલાક સુધી બંધ રહેવાને કારણે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. બાદમાં પોલીસે સમજણથી ખેડૂતોને દરવાજા ખોલાવતા હાશકારો થયો હતો.