- ભાવનગર માર્કેટ યાર્ડ અચોક્કસ મુદત માટે બંધ
- ડુંગળીની આવક વચ્ચે અચોક્કસ મુદત માટે બંધ
- શાકભાજી અને લીંબુ સિવાય તમામ હરાજી 16 એપ્રિલથી બંધ
ભાવનગરઃ માર્કેટિંગ યાર્ડ અનાજ, કઠોળ, તેલીબિયા, કપાસ અને ડુંગળી સહિતની તમામ જણસીની જાહેર હરાજી અચોક્કસ મુદત માટે બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ ડુંગળીની આવક વચ્ચે આ નિર્ણય કોરોનાના વધતા કેસોને પગલે લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃમહુવા માર્કેટિંગ યાર્ડ અચોક્કસ મુદ્દત માટે બંધ
વધતા કોરોનાના કેસની અસર યાર્ડ પર પડી
ભાવનગર શહેરમાં દિન પ્રતિદિન કોરોના વાઇરસના કારણે વધતા જતા કેસને ધ્યાને લઈ સાવચેતીના ભાગ રૂપે માર્કેટ યાર્ડ 16 એપ્રિલને શુક્રવારથી બંધ કરાશે. જેમાં અનાજ, કઠોળ, તેલીબિયા, કપાસ અને ડુંગળી તમામ જણસીની ખરીદ-વેચાણનો વેપાર કરતા તમામ ખેડૂતભાઈઓ, વેપારીઓ અને દલાલભાઈઓને બીજી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રહેશે તેવો પત્ર જાહેર કર્યો છે. જેની તમામે નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તથા ભાવનગર-ઘોઘા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ પત્ર જાહેર કર્યો છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ નવ દિવસના મિની વેકેશન બાદ શરૂ
શુ રહેશે માર્કેટિંગ યાર્ડમાં શરૂ
ભાવનગર યાર્ડમાં અનાજ, કઠોળ અને તેલબીયા જેવા ધાન પાકોની હરાજી અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવામાં આવ્યા છે. ત્યારે શાકભાજી અને લીંબુની હરાજી શરૂ રાખવામાં આવશે. તેમ યાર્ડના સેક્રેટરીએ જાહેર કરેલા પત્રમાં જણાવ્યું છે. જીવન જરૂરિયાતની ચીજો હોવાથી તેમાં છૂટછાટ આપવામાં આવી છે.