ભાવનગરના અપહરણ અને એક કરોડની ખંડણી પ્રકરણમાં ત્રણની ધરપકડ - અપહરણ
ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલી જવેલર્સની દુકાનના એજન્ટ મેનેજરનું અપહરણ એક માસ પૂર્વે થયું અને પોલીસના આશ્વાસન બાદ હિંમત કરી ફરિયાદ દાખલ કરી હતી. એક કરોડ આપી દેનાર વેપારીને ફરિયાદ બાદ સફળતા મળી છે કારણ કે પોલીસ આરોપીને પકડવામાં સફળ રહી છે અને મુદ્દામાલ પણ થોડો ઘણો પરત મેળવ્યો છે પરંતુ હજુ બે આરોપી ફરાર છે જેમાં માસ્ટર માઈન્ડ પણ છે અને મોટી રકમ તેની પાસે છે.
એક માસ પૂર્વે અપહરણ અને એક કરોડની ખંડણી તો એક માસ બાદ ફરિયાદ અને આરોપી ઝડપાયા
ભાવનગરઃ શહેરના તનિષ્ક જવેલર્સ શોરૂમના મેનેજમેન્ટ એજન્ટનું એક માસ પૂર્વે અપહરણ કરી અને એક કરોડની ખંડણી લઈ છુટકારો કર્યા બાદ 29 દિવસે પોલીસ ફરિયાદ નોંધતા પોલીસે આ ઘટનાના ત્રણ આરોપીને ઝડપી લીધા છે. જ્યારે હજુ આ ઘટનાનો માસ્ટર માઈન્ડ સહિત બે આરોપીઓ હજુ ફરાર છે, જો કે મહત્વની બાબત આ કેસમાં એ છે કે આ ઘટના અંગે પોલીસે ખાતરી આપ્યા બાદ વેપારીએ હિંમત એકઠી કરી 29 દિવસ બાદ ફરિયાદ કરી છે.