ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar News : તારીખ 22 એપ્રિલથી 12 રાશિઓમાં થઈ રહ્યા છે આ મોટા ફેરફારો

સમગ્ર વિશ્વ પર અસરકર્તા જ્યોતિષ ક્ષેત્રમાં માનતા લોકો માટે ગુરુદેવની બદલતી ચાલ પર નજર રાખતા હોય છે. જે ક્યાંક ફાયદો તો ક્યાંક નુક્શાનના સંકેત આપી દે છે. પોતાની મીન રાશિમાંથી ગુરુદેવ મંગળની રાશિમાં રાહુ સાથે યુતિ કરવાના છે. જેની સીધી અસર,વિશ્વ,ભારત અને વ્યાપાર જગત સાથે દરેક ક્ષેત્રમાં થવાની છે.

By

Published : Apr 14, 2023, 3:54 PM IST

Updated : Apr 14, 2023, 4:34 PM IST

Bhavnagar Jyotish: તારીખ 22 એપ્રિલથી 12 રાશિઓમાં થઈ રહ્યા છે આવા મોટા ફેરફાર, નસીબ ચમકશે
Bhavnagar Jyotish: તારીખ 22 એપ્રિલથી 12 રાશિઓમાં થઈ રહ્યા છે આવા મોટા ફેરફાર, નસીબ ચમકશે

તારીખ 22 એપ્રિલથી 12 રાશિઓમાં થઈ રહ્યા છે મોટા ફેરફાર

ભાવનગરઃ જ્ઞાનના કારક અને ગુરુ એવા ગુરુદેવ એટલે કે બૃહસ્પતિ મહારાજ ગૌચરમાં પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. ગુરુ મહારાજ હાલ મીન રાશિમાં છે. જે તારીખ 22 એપ્રિલના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરવાના છે. તારીખ 22 એપ્રિલ થી મેષ રાશિમાં ગુરુનું આગમન થતા પહેલેથી બિરાજમાન રાહુ સાથે તેમનો ચાંડાળ યોગ થવાનો છે. ગુરુ મહારાજ કઈ રાશિને કેવું ફળઆપશે અને દેશ વિદેશમાં વ્યાપાર જગતથી લઈને શું પરિસ્થિતિ રહેશે તેના ઉપર જ્યોતિષીએ પોતાના મત રજૂ કર્યો છે.

આ પણ વાંચોઃ ભાવનગરઃ કોન્સ્ટેબલને માથાભારે શખ્સ કરી રહ્યો છે હેરાન, વિડિયો વાયરલ

મોટા ફેરાફરોઃજ્યોતિષશાસ્ત્રમાં 12 ગ્રહોમાંથી ગુરુદેવને જ્ઞાનના,સંપત્તિના, પવિત્રતાના અને સંતતિના કારક માનવામાં આવ્યા છે. આ દરમિયાન ગુરુ અને રાહુને યુતી ઓક્ટોબર માસ સુધી રહેવાની છે. જેથી દરેકે આ યુતી દરમિયાન ગુરુની ઉપાસના કરવી શ્રેષ્ઠ બનશે તેમ જ્યોતિષી કિશનભાઇ જોશીએ જણાવ્યું હતું. શ્રીધર પંચાંગવાળા કિશનભાઈ જોશીએ જણાવ્યું હતું કે, ભારત દેશની કુંડળી વૃષભ લગ્નની છે. તે મુજબ બારમા ભાવેથી ભ્રમણ કરતા ગુરુ રાહુ ભારતના સર્વાંગી વિકાસમાં અવરોધક બનશે.

ઉપજ ઘટશેઃ અનાજની ઉપજ ઘટશે તેમજ અનાજની અછત સર્જાવાની શક્યતા છે. લોકો ભૂખમરાને કારણે ત્રાહિમામ પોકારે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. મોંઘવારી અસહ્ય બનતા લોકોની ખરીદશક્તિ ઘટશે. ચોમાસાની દિશા બદલાય જાય. અતિવૃષ્ટિના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે નુકસાન થશે. આસામ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ પૂર પ્રકોપના કારણે જાનમાલની ખુંવારી થશે. ઓક્ટોબર 2023 સુધી શેર બજાર બંધ રહેશે. પછી તેજીનો સંચાર થશે. ફરી એકવાર તેજીનો આખલો ધણધણી ઉઠશે. આ સમયમાં વૈશ્વિક મંદીનીનું જોર વધશે. પરંતુ તેની અતિ ગંભીર અસર ભારતીય અર્થતંત્ર નુકસાન કરે તેવી સંભાવના જણાતી નથી.

આ પણ વાંચોઃ Bhavnagar Crime News : નિવૃત પીઆઈ સાયબર ફ્રોડનો શિકાર બન્યાં, ગૂગલ પે કરાવીને અઢી લાખ પડાવી લીધાં

જાતકો માટેઃરાશિ વાર ફળ જોઈએ તો મકર - વૃષભ - કન્યા રાશિ માટે આ સમય અત્યંત કપરો અને કસોટી જનક પસાર થશે. ધન-તુલા-સિંહ રાશિ વાળાને ભાગ્યના ઉદયનો કારક બનવાની સાથોસાથ જીવન પરિવર્તનનો પણ નિર્દેશ આપે છે. મીન- વૃશ્વિક અને કર્ક રાશિ માટે પુરુષાર્થ વડે પ્રારંભનું ઘડતર કરવાનો અને કાર્યક્ષેત્રમાં નવી દિશા સૂઝનો અણસાર આપનારો પસાર થશે. જ્યારે મેષ-કુંભ-મિથુન રાશિ માટે આકસ્મિક ધનલાભ અને વડીલો પાર્જિત સંપત્તિથી લાભ આપનારો પસાર થશે અહીં કૌટુંબિક પ્રશ્નો ઉભા થશે.

Last Updated : Apr 14, 2023, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details