ગુજરાત

gujarat

ETV Bharat / state

ભીખાભાઈ જાજડિયાએ 'હાથનો છોડ્યો સાથ', બન્યા NCPના 'ઘડિયાળનો કાંટો' - ભાવનગર મહાનગરપાલિકા સમાચાર

ભાવનગરમાં આગામી દિવસોમાં આવી રહેલી ચૂંટણીને પગલે રાજકારણ ગરમાયુ છે. યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ જાજડિયા કોંગ્રેસ છોડી માસીના ખોળામાં એટલે કે NCPમાં જોડાઈ ગયા છે. ભાવનગરના કેટલાક આગેવાન લોકો પણ NCPમાં જોડાયા છે. આ સમયે NCP નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતા.

bhavnagar inc leader bhikhabhai jajdiya join ncp
bhavnagar inc leader bhikhabhai jajdiya join ncp

By

Published : Jan 25, 2020, 8:08 PM IST

NCPમાં જોડાતા સમયે તેમની પાસે શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. શંકરસિંહે ભાજપને લંપટ, ચીટર લોકોનો પક્ષ હોવાનું કહી પ્રહાર કર્યો હતો. ભાજપમાં ચાલતી બળવા જેવી સ્થિતિમાં પણ શંકરસિંહેે મજબૂત કરોડરજ્જુ જોઈએ તેમ જણાવ્યુ હતું.

શંકરસિંહના ભાજપ પર પ્રહાર

ભાવનગર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને પાટીદાર સમાજના આગેવાન ભીખાભાઇ જાજડિયા કોંગ્રેસને બાય બાય કહીને NCPમાં જોડાઈ ગયા હતા. ભીખાભાઇ સીદસર ગામે શાળામાં કાર્યક્રમ યોજીને શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં એનસીપીમાં જોડાયા હતા. ભાવનગરમાં ભાજપ કોંગીસથી કંટાળી ગયેલા મતદારોને આગામી મનપાની ચૂંટણીમાં નવો પક્ષ વિકલ્પમાં મળશે તેમ શંકરસિંહ જણાવ્યું હતું. લંપટ,ચીટર આ બધું કહો એટલે ભાજપ શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

ભીખાભાઈ જાજડિયાએ 'હાથનો છોડ્યો સાથ', બન્યા NCPના 'ઘડિયાળનો કાંટો'
ભીખાભાઇ કોંગ્રેસમાંથી NCPમાં આવવા બાબતે કોંગ્રેસને સારી ગણાવી હતી પણ ભીખભાઈની અવગણના યોગ્ય ના હોઈ એટલે NCPમાં જોડાણ કર્યું. જેમાં તેમને માન સન્માન અને સારા પદ તેમની કામગીરીને પગલે મળ્યું છે. આમ તો કોંગ્રેસ અને NCPમાં અને માસી જ છે. આગામી મનપા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં NCP એકલા હાથે ચૂંટણી લડશે.
ભીખાભાઈ જાજડિયા

ABOUT THE AUTHOR

...view details