ભાવનગરઃ શહેરમાં લોકડાઉનનું પોલીસ ચુસ્ત પાલન કરાવી રહી છે, ત્યારે તસ્કરોને જાણે મોકળું મેદાન મળ્યું હોઈ તેમ હાથ ફેરો કરવા નીકળી ગયા છે. બંધ શહેર અને બંધ બજારોનો લાભ લેવાનું શરૂ કરી દીધું હોઈ તસ્કરોએ તેમ તાળા તૂટવા લાગ્યા છે.
લોકડાઉનનો ફાયદો ઉઠાવતા તસ્કરોએ પાંચ દુકાનના તાળા તોડ્યા - ઘટના સીસીટીવીમાં કેદ
ભાવનગર સંપૂર્ણ પણે બંધ છે અને લોકડાઉનનું પાલન સૌ કોઈ કરી રહ્યા છે. ત્યારે 10 દિવસ બાદ અંતે તસ્કરોએ લોકડાઉનનો ફાયદો ઉઠાવ્યો છે. તસ્કરોએ ઊંડી વખારમાં કોરોનાનું પાલન કરવાનું હોય તેમ માસ્ક બાંધીને ચોરી કરી હતી. જો કે સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
![લોકડાઉનનો ફાયદો ઉઠાવતા તસ્કરોએ પાંચ દુકાનના તાળા તોડ્યા લોકડાઉનનો ફાયદો ઉઠાવતા તસ્કરોએ પાંચ દુકાનના તાળા તોડ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6672284-1049-6672284-1586084261610.jpg)
લોકડાઉનનો ફાયદો ઉઠાવતા તસ્કરોએ પાંચ દુકાનના તાળા તોડ્યા
વેપારીઓમાં દુકાન તૂટવા મામલે ભય ફેલાયો છે, ત્રણથી ચાર લોકો મોઢે માસ્ક બાંધીને કોરોનાનું પાલન કરીને ચોરી કરી રહ્યા છે. સીસીટીવી કેમેરામાં કપડાં પહેર્યા વગરના અને હાથમાં ટોર્ચ લઈને દુકાનમાં વસ્તુઓ અને રોકડ જે મળી તે લઈને છુમંતર થઈ ગયા હતા.