એકબાજુ ભરાયેલા પાણીથી જ્યારે બીજીબાજુ ગ્રામ્ય વિસ્તારમાં સ્વાનના હુમલામાં કાળિયાર ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં કાળિયાર પર સ્વાન દ્વારા થયેલા હુમલામાં અનેક કાળિયાર ઘવાયા છે. અત્યાર સુધીમાં 18 કાળિયારના મોત થઈ ચૂક્યા છે. જેમાં ઘવાયેલામાંથી 16, ડૂબી જવાથી 1 અને અકસ્માતમાં 1 મળી કુલ 18 કાળિયારના મોત થયા છે.
વરસાદનો હાહાકાર, ભાવનગરમાં 22 કાળિયારમાંથી 18ના મોત
ભાવનગરઃ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે ઉપરવાસમાંથી ભારે માત્રામાં પાણી છોડાતા ભાલ પંથક જળમગ્ન બન્યો છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાય છે. આ માહોલમાં વન્યજીવો માથે મુસીબત આવી પડી છે. આ વરસાદી પાણીના કારણે અત્યાર સુધીમાં કુલ 18 કાળીયારના મોત થયા છે.
પરિસ્થિતિને થાળે પાડવા વનવિભાગે જહેમત ઉઠાવી છે. ,પરંતુ, કુદરતના પ્રકોપ સામે મુઠી ઉંચેરો માનવી લાચાર છે. ચોમાસુ બાકી છે ત્યારે આ રીતે હજુ વધુ વરસાદ પડે તો પરિસ્થિતિ વધુ વણસી શકે તેમ છે. તંત્ર દ્વારા મીઠાના અગરો માટે બનાવાયેલ પાળા તોડવામાં નહીં આવે તો ભાલ પંથક ફરી પાણીમાં ગરકાવ થઈ જશે અને વધુ કાળિયારના મોત થવાની આશંકા પ્રકૃતિ પ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે. માનવતાની મહેક પ્રસરવા ગામના લોકો પણ પાછળ રહ્યાં નથી. પાણી ભરાવવાના કારણે ગ્રામ્ય વિસ્તાર તરફ વળેલા કાળિયારની મદદે ગ્રામજનો આવ્યા છે. જે કાળિયાર ખેડૂતોના પાકને અવારનવાર નુકશાન પહોંચાડતા હોય છે. તે કાળિયારને પોતાના વાડી ખેતરોમાં આશરો આપી ગામના લોકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે.