ભાવનગરશહેરમાં છેલ્લા 10 વર્ષથી અશાંતધારાની માગ થતી આવી છે, પરંતુ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકારે અત્યાર સુધી આ માગ સ્વીકારી નથી. ત્યારે હવે અહીં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) આગમન પહેલા ફરી એક વાર હિન્દુ સંગઠનોએ અશાંત ધારો લાગુ કરવાની માગ (Hindu Organization demands for Ashant Dhara Act) કરી હતી. (Application made before CM arrival)
રેલીમાં 1 હજારથી વધુ લોકો જોડાયાભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા માટે વિવિધ હિન્દુ સંગઠનો (Bhavnagar Hindu Organization) એક બનીને મેદાનમાં ઉતર્યા છે. જશોનાથ સર્કલથી કલેકટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. શ્રીરામના સૂત્રોચાર સાથે મહિલાઓ સહિત 1,000થી વધુ લોકો રેલીમાં જોડાયા હતા. જોકે, આવેદનપત્ર નીચે આવીને સ્વીકારવા બાબતે નાયબ કલેકટરે (Bhavnagar Deputy Collector) પહેલા મનાઈ ફરમાવી અને બાદમાં નીચે ઉતર્યા હતા.
મુખ્યપ્રધાનના આગમનના એક દિવસ પૂર્વે અશાંતધારા માગશહેરમાં અશાંતધારા (Ashant Dhara Act) મામલે મુખ્યપ્રધાનના આગમનના એક દિવસ પૂર્વે મહારેલી યોજવામાં આવી હતી. ગુજરાતના અન્ય મહાનગરોમાં હોય ત્યારે ભાવનગરમાં કેમ નહીં? સવાલ સાથે વિવિધ હિન્દૂ સંગઠનો (Hindu Organization demands for Ashant Dhara Act) અને દરેક વિસ્તારમાં વિદ્યર્મીઓનો પ્રશ્ન હોય તરવા વિસ્તારના લોકો મહારેલીમાં જોડાયા હતા.
કયા કયા રાજકીય આગેવાનો જોડાયા અને કયા વિસ્તાર પ્રભાવિતઅશાંતધારાની માગ સાથે રેલીમાં ડેપ્યુટી મેયર તેમ જ ભાજપના નગરસેવક સહિતનાઓ જોડાયા હતા. ભાવનગર શહેરના ક્રેસંટ, ગીતાચોક, મેઘાણીસર્કલ, ઘોઘાસર્કલ, અને ઘોઘારોડ, વડવા સહિતના વિસ્તારોમાં અને કરચલીયા પરા સહિત મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં હાલ જે પ્રમાણે મિલકતના સોદા થઈ રહ્યા છે. હિન્દુ સંગઠનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને રાજ્યના અમદાવાદ,વડોદરા,સુરત રાજકોટ સહિતના શહેરોમાં અશાંતધારો (Ashant Dhara Act) લાગુ પડ્યો છે. અને ભાવનગરમાં પણ ઘણા લાંબા સમયથી આ અંગેની માંગણી છે. ત્યારે વહેલી તકે આ અંગેનો નિર્ણય લેવાની માંગણી કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રૂપાણી હિન્દુ એકતા મંચ, સહિતની સંસ્થાઓ ઉપરાંત સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ, તિલકનગર, બોરડીગેટ, ભગાતળાવ સહિત જુદાજુદા 8 મંડળોએ આ અંગેની સંયુક્ત રજુઆત કરી હતી.