ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં તાવ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયાની સ્થિતિ જાણો, તમે પણ રહો સાવચેત - ભાવનગરમાં તાવ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા

ભાવનગર શહેરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ભાવનગરમાં ડેન્ગ્યુ, વાયરલ ફિવર, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા કેસોની સ્થિતિને લઇ ખબર સામે આવી રહી છે. વાયરલ ફિવરમાં વધારો જરૂર થઈ રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ દરેક કેસોની સ્થિતિ શું છે તેની સંપૂર્ણ સ્થિતિ જાણો.

ભાવનગરમાં તાવ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયાની સ્થિતિ જાણો, તમે પણ રહો સાવચેત
ભાવનગરમાં તાવ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયાની સ્થિતિ જાણો, તમે પણ રહો સાવચેત

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 9:02 PM IST

ડેન્ગ્યુ, મેલેરિયા કેસો ગત વર્ષની સરખામણીએ ઓછા

ભાવનગર : શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ભાવનગર શહેરમાં તાવ શરદી અને ઉધરસના પણ કેસો સામે આવી રહ્યા છે. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્ર ઉપર તેમજ શહેરની સર ટી હોસ્પિટલમાં પણ તાવ અને શરદી ઉધરસના કેસો સામે આવ્યા છે. જો કે વાયરલ ફીવર હોવાને પગલે તાવના કેસોમાં પણ વધારો જોવા તો મળ્યો છે. પરંતુ ડેન્ગ્યુ, મેલેરિયા જેવા કેસો ગત વર્ષની સરખામણીએ ખૂબ ઓછા જોવા મળ્યા છે. સાવચેત રહેવું ખૂબ જરૂરી છે કારણ કે ઠંડી વધતા વાયરલ તાવ માથું ઊંચકી શકે છે.

શહેરમાં તાવ, શરદી ઉધરસ અને ડેન્ગ્યુ જેવા કેસો: ભાવનગર શહેરમાં જે રીતે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તે રીતે શરદી, ઉધરસની સાથે મચ્છરજન્ય રોગો પણ સામે આવી રહ્યા છે. ભાવનગરના મહાનગરપાલિકાના રોગ નિયંત્રણ વિભાગના અધિકારી વિજય કાપડિયાએ વધુમાં વિગતો આપી હતી.

ભાવનગર શહેરમાં છેલ્લા બે મહિનામાં ડેન્ગ્યુના દસ કેસ અને વર્ષના 37 કેસ થયા છે. ચિકનગુનિયામાં બે મહિનામાં ચાર કેસ અને વર્ષના કુલ 6 કેસ સામે આવ્યા છે, જ્યારે મલેરિયામાં કુલ બે કેસમાં બે મહિનામાં અને વર્ષના કુલ ત્રણ ક્રેસ નોંધાયા છે. જ્યારે બે મહિનામાં તાવના 15,675 જેટલા કેસો નોંધાયેલા છે. મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ઉપર હાલ મેલેરિયાને લઈને પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે...વિજય કાપડિયા ( અધિકારી, રોગ નિયંત્રણ વિભાગ )

બે વર્ષમાં તાવના કેસો અને મહાનગરપાલિકાની કામગીરી: શિયાળાનો પ્રારંભ થતાંની સાથે જ વાયરલ ફિવરનો વાયરો જોવા મળતો હોય છે. ભાવનગરમાં પણ શરદી ઉધરના કેસો સામે આવતા હોય છે, ત્યારે રોગ નિયંત્રણ વિભાગના અધિકારી વિજય કાપડિયાએ જણાવ્યું હતું કે મેલેરિયાને લઈને દરેક મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ઉપર તાવના દર્દીઓનું ખાસ પ્રકારનું ટેસ્ટિંગ થાય છે. જો કે 2022માં તાવના વર્ષના કુલ કેસો 1,55,521 નોંધાયા હતા. જ્યારે આ વર્ષે 2023માં આજ દિન સુધીમાં 1,14,398 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ ભાવનગર મહાનગરપાલિકાના 14 જેટલા આરોગ્ય કેન્દ્ર ઉપર તાવના કેસોને પગલે પણ સતર્કતા રાખવામાં આવી રહી છે. જેથી કરીને ડેન્ગ્યુ કે મેલેરિયા કે ચિકનગુનિયા હોય તો તે માથું ઊંચકી શકે નહીં.

ફોગીંગ કામગીરી જાહેર રસ્તા પર નહીં: શિયાળાનો પ્રારંભ થતાની સાથે જ મચ્છરોનો ત્રાસ ઘરે-ઘરે જોવા મળતો હોય છે. મચ્છરના ત્રાસને પગલે તાવ આવવાના કેસોમાં વધારો થઈ જાય છે, ત્યારે મહાનગરપાલિકાના રોગ નિયંત્રણ વિભાગના અધિકારી વિજય કાપડિયાએ જણાવ્યું હતું કે હાલમાં મહાનગરપાલિકાના અર્બન મલેરિયા વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષથી ફોગીંગ કરવામાં આવતું નથી, ન કરવા પાછળનું કારણ જાહેર રસ્તા ઉપર ફોગીંગ કરવાને પગલે મચ્છરો બહારથી ઘરમાં પ્રવેશ કરી જાય છે. આથી બે વર્ષથી બંધ છે. પરંતુ જો ડેન્ગ્યુ કે મેલેરિયાના કેસો સામે આવે તો તે વિસ્તારમાં ફોગિંગ થાય છે અને ત્યાંના દર્દીના ઘરમાં પણ ફોગીંગ કરવામાં આવે છે.

  1. RFID ચિપ લગાવી ઢોર સમસ્યાના નિયંત્રણનું કામ શરુ કરતી ભાવનગર મહાનગરપાલિકા
  2. ભાવનગરમાં શિયાળાની શરૂઆત સાથે ઓસડિયાનું માર્કેટ ગરમાયું, ઓસડિયાનું આયુર્વેદમાં મહત્વ અને શરુઆતી ભાવ જુઓ આ અહેવાલમાં

ABOUT THE AUTHOR

...view details