ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar Golibar hanuman: કેવી રીતે પડ્યું હનુમાનજીનું નામ ગોળીબાર - ભાવનગર હનુમાનજી મંદિર

ભાવનગરમાં આવેલુ આશરે 200 વર્ષ પહેલાના (Bhavnagar Hanumanji) ગોળીબાર હનુમાનજીનું મંદિર. જાણો કે હનુમાનજીનું નામ પડ્યું ગોળીબાર હનુમાનજી.જાણો ગોળીબાર નામનો ઇતિહાસ જાણો

Bhavnagar Hanumanji: ભાવનગરના આશરે 200 વર્ષ પહેલાના ગોળીબાર હનુમાનજીનું મહત્વ
Bhavnagar Hanumanji: ભાવનગરના આશરે 200 વર્ષ પહેલાના ગોળીબાર હનુમાનજીનું મહત્વ

By

Published : Jan 31, 2023, 9:20 AM IST

ભાવનગર:શહેરના મધ્યમાં આવેલું ગોળીબાર હનુમાનજી મંદિર શહેરવાસીઓ માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. ગોળીબાર હનુમાનજીના નામ પાછળનો ઇતિહાસ પણ ગર્વ અપાવે છે. હનુમાનજી મનોકામના પૂર્ણ કરનારા અને ગરીબોના બેલી તેમજ ગાયો માટે કૃષ્ણ સમાન માનવામાં આવે છે. જાણો રોચક ઇતિહાસ

અનેરો ઇતિહાસ:ભાવનગરના જવાહર મેદાનને છેડે આવેલા શ્રી ગોળીબાર હનુમાનજી મંદિરનો અનેરો ઇતિહાસ રહ્યો છે. મંદિરની વિશેષતા અને ગોળીબાર નામકરણ કેવી રીતે થયું એ બધું જ તમને ETV ભારત જણાવશે તો ચાલો જાણીએ ભાવનગરના પ્રખ્યાત ગોળીબાર હનુમાનજી અને તેમના મંદિરના ઇતિહાસ વિશે.

શનિવાર અને રવિવાર લોકોની ભીડ જોવા મળે છે.

ક્યાં આવેલું છે ગોળીબાર હનુમાનજી મંદિર:ભાવનગરના ગોળીબાર હનુમાનજી મંદિરનો ઇતિહાસ અને રજવાડુ આઝાદી પહેલાનું ગોહિલવાડ રાજ્યની ભૂમિનું છે. ગોહિલવાડની ભૂમિ એટલે સઁતોની ભૂમિ તરીકે ઓળખાય છે. ગોહિલવાડના રાજ્યમાં ભાવનગર શહેર અસ્તિત્વમાં આવ્યું અને વિકાસ પામતા ગોળીબાર દાદા શહેરની વચ્ચે સ્થાપિત થઈ ગયા. રજવાડા સમયમાં શહેરની છેવાડે એક મેદાન આવેલું હતું. જેને જવાહરમેદાન તેમજ ગધેડિયા ફિલ્ડ પણ કહેવામાં આવતું હતું. જવાહર મેદાનની જગ્યા ખરેખરમાં દેશના રક્ષા મંત્રાલયની છે. આથી આર્મીના જવાનોની જગ્યા ખરેખરમાં કહેવાય છે. હવે જાણીએ કે શહેરના વઘાવાડી રોડથી,રૂપાણી સર્કલની એકદમ ચાર ડગલાં અને ઘોઘા સર્કલથી બે મિનિટના અંતમાં ગોળીબાર દાદા બિરાજમાન છે.

ભાવનગરના પ્રખ્યાત ગોળીબાર હનુમાનજી

આ પણ વાંચો સાળંગપુરના રાજાના દર્શન ભક્તો હવે સાત કિલોમીટર દૂરથી પણ કરી શકશે

ગોળીબાર નામકરણ કેવી રીતે થયું:જવાહર મેદાન એટલે ગધેડિયા ફિલ્ડની જગ્યા દેશના જવાનોની ફાયરિંગ બટ તરીકે ઓળખાતી જમીન હતી. સેનાના જવાનો ફાયરિંગની તાલીમ લેવા જવાહર મેદાનમાં આવતા હતા. અંદાજે 225 વર્ષ પહેલાં સેનાના જવાનો ફાયરિંગની તાલીમના સમયે જવાનોને અલોકિક ચમત્કાર થયો અને આકાશી તેજ પ્રસર્યું હતું. તે જ સમયે એક મૂર્તિ સેનાના જવાનોને નજરે ચડી હતી. બસ સેનાના જવાનો દ્વારા ગોળીબાર દાદાની સ્થાપના કરવામાં આવી હતી.આથી સેનાના જવાન તાલીમ લેવાતા હોવાથી ગોળીબાર નામ આપવામાં આવ્યું હતું. જૂની લોકવાયકા પ્રમાણે આજે ભાવનગરની મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજીનું સ્થાનક છે.લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. જ્યાં શનિવાર અને રવિવાર લોકોની ભીડ જોવા મળે છે.

ભાવનગરના આશરે 200 વર્ષ પહેલાના ગોળીબા હનુમાનજીનું મહત્વ

આ પણ વાંચો Navsari news: એકડો ધુંટવાની ઉંમરે બાળકે હનુમાન ચાલીસા કંઠસ્થ કરી

115 વર્ષની ઉંમરના થયા:જવાહર મેદાનના છેડે આવેલી મૂર્તિને મેદાનની સામેના છેડે સ્થાપિત કરવામાં આવી હતી. એક નાની દેરીથી બનાવેલું ગોળીબાર હનુમાનજી મંદિર તરીકે પ્રસિદ્ધ બન્યું છે. સેનાના જવાનોને ગોળીબારની તાલીમ અપાતી હોવાથી હનુમાનજીનું નામકરણ ગોળીબાર હનુમાનજી તરીકે જાહેર થયું હતું. હાલમાં મંદિરના મહંત તરીકે મદનમોહનદાસજી બાપા હનુમાનજી મહારાજની સેવા કરી રહ્યા છે. બાપાની ઉમર 115 વર્ષથી વધુની થઈ હોવાથી નાદુરસ્ત તબિયત ધરાવે છે. નાની દેરીમાંથી વિશાળ શિખરબદ્ધ મંદિરનું નિર્માણ મહંત મદનમોહનદાસજી બાપાની મહેનતે કર્યું છે. હનુમાનજીની મૂર્તિ ઉપરાંત હિન્દૂ સમાજના અનેક દેવદેવીઓના મંદિર અને મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. દરેક ભક્તો મંદિર પ્રત્યે આસ્થા ધરાવે છે.

ભાવનગરના આશરે 200 વર્ષ પહેલાના ગોળીબા હનુમાનજીનું મહત્વ

ગાયના માતાપિતા:મહંત મદનમોહનદાસજી બાપા છેલ્લા 60 વર્ષથી શહેરમાં જુદી જુદી જગ્યાએ રહેતા લોકોને દરરોજ સાંજે ભોજન માટે હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે અન્ન ક્ષેત્રની સેવા આપી રહ્યા છે. સવારે જરૂરિયાતવાળા લોકોને છાશનું પણ વિતરણ કરવામાં આવે છે. મદનમોહનદાસજી બાપા માત્ર ગરીબોના બેલી નહિ પણ હિન્દૂ ધર્મની માતા ગાયો માટે ગોશાળા મંદિરની સામે આવેલી છે. ગૌશાળામાં 200 થી વધુ ગાયની સંભાળ રાખવામાં આવી રહી છે. તહેવારોમાં ગાય માટે ઔરમુ તેમજ લાડવા અને માલપુવાનું ભોજન પ્રસાદીરૂપે પીરસવામાં આવે છે. ગૌસેવા પરમો ધર્મ મંત્રને અનુસરીને સેવક સમુદાય પણ મદનમોહનદાસજી બાપાના મંત્રને અનુસરી રહ્યો છે.મદનમોહનદાસ બાપા દ્વારા ભૂકંપ હોય કે વાવાઝોડું કે અન્ય આફતોના સમયે ખાસ ભોજનની વ્યવસ્થા કરે છે.

ભાવનગરના આશરે 200 વર્ષ પહેલાના ગોળીબા હનુમાનજીનું મહત્વ

સેવકો કરે છે શ્રમ:રામનવમી ,હનુમાનજયંતિ ,અન્નપૂર્ણા માતાજીનું વ્રત અને સાતમ, આઠમ તેમજ શિવરાત્રી જેવા પાવન પ્રસંગોની ઉજવણી પણ ઉત્સાહભેર કરવામાં આવે છે. ગૌ સેવામાં ભૂખ્યાને ભોજન અને સદાવ્રતના કારણે મંદિર ગુજરાત અને દેશભરમાં જાણીતું બન્યું છે. આ મંદિરમાં હાલ મદનમોહનદાસ બાપાની સેવામાં સરજુદાસજી મહારાજ તેમજ કલ્યાણીબેન સેવાશ્રમમાં જોડાયેલા છે.

ABOUT THE AUTHOR

...view details