ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar Fraud : ગુજરાતમાં અંદાજે 500 આધારકાર્ડમાં નંબર બદલતી ટોળકી ઝડપાઈ, માસ્ટર માઇન્ડ દૂર

ભાવનગરમાં આધારકાર્ડ, મોબાઈલ નંબર બદલીને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે. પોલીસે અત્યાર સુધીમાં 10 લોકોને ઝડપી લીધા છે. ગોપનીય ફરિયાદ બાદ સાયબર ક્રાઈમના ધરપકડના સિલસીલા વચ્ચે માસ્ટર માઈન્ડથી પોલીસ દૂર છે.

Bhavnagar Fraud : ગુજરાતમાં અંદાજે 500 આધારકાર્ડમાં નંબર બદલતી ટોળકી ઝડપાઈ, માસ્ટર માઇન્ડ દૂર
Bhavnagar Fraud : ગુજરાતમાં અંદાજે 500 આધારકાર્ડમાં નંબર બદલતી ટોળકી ઝડપાઈ, માસ્ટર માઇન્ડ દૂર

By

Published : Feb 21, 2023, 9:18 AM IST

ભાવનગર :વ્યક્તિની ઓળખ એટલે આધારકાર્ડ જે બાયોમેટ્રિક પદ્ધતિથી બનાવવામાં આવેલું આધાર ભારતીયોનું છે. આધાર કાર્ડમાં નંબર બદલીને છેતરપિંડીની નોંધાયેલી ગોપનીય ફરિયાદ બાદ તપાસ ભાવનગર જિલ્લા IGની નિગરાની નીચે સાયબર ક્રાઈમ તપાસ ચલાવી રહી છે. રોજ ધરપકડો થાય છે. હજુ નાની માછલીઓ હાથમાં આવી રહી છે પણ માસ્ટર માઈન્ડ કોણ ? આ સવાલના જવાબ માટે સાયબર ક્રાઈમ ખુદ તેની શોધખોળમાં છે. ભાવનગર નહિ પણ રાજ્યવ્યાપી કૌભાંડ નો છેડો ક્યાં ? જાણો

પાલીતાણા ટાઉનમાં નોંધાયેલી ફરિયાદ બાદ તપાસ :ભાવનગરની જૈન નગરી પાલીતાણામાં ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ગોપનીય ફરિયાદ બાદ IG કચેરી નીચે આવતી સાયબર ક્રાઈમને કેસ સોંપવામાં આવ્યો હતો. ભાવનગર સાયબર ક્રાઇમ રોજ ધરપકડ કરી રહી છે. સાયબર ક્રાઈમ હજુ તપાસ ચલાવી રહી છે અને પ્રથમ તબક્કામાં તપાસ ચાલી રહી છે. તેની વચ્ચે આધારકાર્ડ, મોબાઈલ નંબર બદલીને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ ગઈ છે.

શું છે આઘારકાર્ડનો મામલો :ભાવનગર પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં આધારકાર્ડમાં મોબાઈલ નંબર બદલીને ગેરઉપયોગ થતો હોવાની ગોપનીય ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ સાયબર ક્રાઈમને સોંપ્યા બાદ સાઇબર ક્રાઇમના PI આર.એન. વિરાણીએ જણાવ્યું હતું કે, પાલીતાણા ટાઉનમાં આધારકાર્ડમાં મોબાઈલ નંબર બદલીને છેતરપિંડી કરવામાં આવી રહી છે. આધારકાર્ડમાં ફેરબદલ માટે સરકારે નિશ્ચિત એજન્સીઓને કામ સોંપેલું છે. આ એજન્સીનો એક વ્યક્તિ આધારકાર્ડમાં નંબર બદલીને છેતરપિંડી કરવામાં સામેલ છે. હાલમાં તપાસ ચાલુ છે.

આ પણ વાંચો :Surat Crime: ટોપ ટેન મેડિકલ કૉલેજમાં એડમિશનના નામે છેતરપિંડી કરનારો ભેજાબાજ એન્જિનિયર ઝડપાયો

કેટલા આધારકાર્ડ સાથે ચેડાં :પાલીતાણા જેવા નાનકડા શહેરમાંથી રાજ્યવ્યાપી આધારકાર્ડ કાંડ સામે આવ્યું છે. સાયબર ક્રાઇમના PI આર.એન. વિરાણીએ જણાવ્યું હતું કે, હાલમાં 10 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રિમાન્ડ પણ 8ના 22થી 23 તારીખ સુધીના મળેલા છે. પકડાયેલા દરેક શખ્સો આધારકાર્ડ સહિતના પુરાવા એકઠા કરવા વાળા લોકો છે. મુખ્ય ખેલાડી સુધી પહોચવા અમારી તપાસ ચાલુ છે. અંદાજે 500 જેટલા આધારકાર્ડમાં નંબર બદલાયાની પ્રાથમિક શંકા છે. આખરે કોના કહેવા પ્રમાણે આ થયું અને નંબર બદલીને બાદમાં કોણ આધારકાર્ડ ઓપરેટ કરતું હતું. આ પ્રકારના સવાલોને લઈને તપાસ ચાલુ છે. આધારકાર્ડ માત્ર ભાવનગરના નથી સમગ્ર ગુજરાતમાંથી મેળવીને નંબર બદલાયેલા છે.

આ પણ વાંચો :Ahmedabad Cyber Crime : સરકારી ઈમેઈલ આઈડી બનાવી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરનાર ઝડપાયો

કેન્દ્ર સરકાર માટે લાલબત્તી સમાન :કેન્દ્ર સરકારનું આધારકાર્ડ બાયોમેટ્રિક છે. આધારકાર્ડનો ડેટા જો વ્યક્તિનો ચોરાય તો ઘર લૂંટાઈ ગયા જેવી સ્થિતિ થઈ શકાય છે. તેવામાં તો આધારકાર્ડમાં મોબાઈલ નંબર બદલવા પાછળ આ ટોળકીનો પ્લાન શુ છે ? કોણ કરી રહ્યું છે આ કૌભાંડ વગેરે જેવા સવાલો માટે સાયબર ક્રાઈમ રાત દિવસ મથી રહી છે. અધધ 10 દિવસની થયેલી ફરિયાદમાં 10 લોકો ઝડપાયા છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યા બાદ મનોમંથન કરવાની તાતી જરૂરિયાત જરૂર ઉભી થઇ છે. મામલો અતિ ગંભીર હોવાથી ફરિયાદ પણ ગોપનીય રખાય છે. લોકોના ડેટા સુરક્ષિત કરવા સરકારે કડક પગલાં અને કડક નિર્ણય બનાવવા જરૂરી બન્યા છે. પરંતુ ભાવનગરના આ કિસ્સામાં માસ્ટર માઈન્ડ પકડાય તો નંબર બદલવા પાછળનું સત્ય સામે આવશે કે આખરે કેમ થતી હતી છેતરપિંડી.

ABOUT THE AUTHOR

...view details