ભાવનગરના કોમ્પ્લેક્સ માટે મંજૂરી આપ્યા બાદ તેના દ્વારા નિયમોનુ પાલન કરવામાં આવે છે કે કેમ? તેની કાળજી નથી બિલ્ડર લેતા કે નથી મંજૂરી આપનાર મનપા કે પછી બિલ્ડિંગમાં રહેનાર વ્યક્તિઓ. ભાવનગરના બિઝનેસ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાયા છે, પરંતુ આ માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.
બેઝમેન્ટમાં પાણી 2 ફૂટથી વધુ હોવાથી પાર્કિંગ થતું નથી અને સતત પાણી ભરાવાને પગલે બિલ્ડિંગની ગુણવત્તા પણ ઘટી રહી છે. બિલ્ડિંગમાં 200થી વધુ દુકાનો છે, પરંતુ ન તો દુકાનદાર આ સમસ્યા દૂર કરવા તૈયાર છે, ન તો મહાનગરપાલિકા આ સમસ્યાના સમાધાન માટે તૈયાર છે. કારણ કે બિલ્ડીંગ ગંગાજળિયા તળાવની પાળે આવેલું છે.
કોમ્પલેક્ષના બેઝમેન્ટ ચોતરફ પાણીઃ તંત્ર લાપરવાહ, દુર્ઘટના બને તો જવાબદાર કોણ? - bhavnagar municipal corporation
ભાવનગરઃ શહેરના રૂપમ ચોકમાં આવેલા બિઝનેસ સેન્ટરમાં બે માસથી બેઝમેન્ટમાં પાણી ભરાવાને કારણે આરોગ્ય અને બિલ્ડીંગની ટકવાની ક્ષમતા સામે ખતરો ઉભો થયો છે. ગંગાજળિયા તળાવની પાળે બિલ્ડીંગ હોવાથી દર વર્ષે પાણી ભરાય છે. આ વર્ષે બિલ્ડીંગના દુકાનદારોએ પૈસા ખર્ચનું બંધ કર્યું અને મનપા કોઈ ધ્યાન આપતી નથી. તેથી પાણી સતત ભરાયેલા છે અને ભગવાનનું મંદિર અને ભગવાન પણ બેઝમેન્ટમાં આવેલા પાણીમાં ગરકાવ છે.
Bhavnagar flooded in the complex
બિઝનેસ સેન્ટર એક ઉદાહરણ છે પણ આવા અનેક બિલ્ડીંગો છે કે, જેમાં ક્યાંક કચરો તો ક્યાંક ગંદકીના થર છે. ત્યારે સ્વચ્છ ભારતની વાત અને પ્રજાની ચિંતાની વાત કરનારા શાસકો ક્યાંકના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.