ભાવનગર:હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેને પગલે ભાવનગર, આણંદ, ખેડા, દાહોદ, અરવલ્લી અને પંચમહાલ સહિતના પથંકમાં આજે વહેલી સવારે માવઠું પડ્યું હતું. ભાવનગર શહેરમાં ગત રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં રાત્રે અને વહેલી સવારે માવઠું વરસતા ઠંડીમાં લોકોને બેવડી ઋતુનો માહોલ જોવા મળ્યો હતો. વાતાવરણનો પલટો કેટલાક પાકને નુકસાન કરનારો હોવાનું ચર્ચાઈ છે.
રાત્રે અને વહેલી સવારે ભાવનગરમાં વરસાદ:ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી લોકો ઠંડીની મજા માણી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર ઘટ્યું હતું. બે દિવસથી ઠંડી ઘટતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાતાવરણમાં વાદળ જોવા મળતા માવઠાનો ડર હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી બાદ માવઠું વરસતા લોકોને બેવડી ઋતુનો સામનો વહેલી સવારે કરવો પડ્યો છે.
ભાવનગરમાં કયા વિસ્તારમાં માવઠું?:ભાવનગર શહેરમાં મોડી રાત્રે માવડું થયું હતું. વાતાવરણમાં પલટો આવ્યા બાદ અચાનક રાત્રે વરસાદ વરસ્યો અને અડધા ભાવનગર શહેરમાં લોકોને ચોમાસાની અનુભૂતિ થઈ હતી. શહેરની વાત કરવામાં આવે તો આનંદનગર, સુભાષનગર, ભરતનગર જેવા દરિયાઈ પટ્ટી તરફના પૂર્વ વિધાનસભા વિસ્તારના વિસ્તારોમાં માવઠું વરસ્યું હતું. માવઠાને કારણે રસ્તાઓ પણ ભીંજાઈ ગયા હતા. રસ્તાઓ પાણી પાણી થઈ ગયેલા જોવા મળતા હતા. આમ ચોમાસાની બેવડું ઋતુમાં કયા વસ્ત્ર પહેરવા તે વિચારતા લોકોને માવઠાએ કર્યા હતા.