ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર અખાત્રીજના દિવસે 298 વર્ષમાં પ્રવેશ્યું : હેપ્પી બર્થડે ભાવનગર - મારવાડના ખેરગઢ

ભાવનગર 297 વર્ષ પૂર્ણ કરી 298 વર્ષમાં પ્રવેશ્યું : રોમાંચક ઇતિહાસ...ભારતની આઝાદીમાં 562 રજવાડામાં ભારત સરકારની રચના કરવા કોઈ રજવાડું વિલીનીકરણમાં આગળ નહોતું આવ્યું. ત્યારે મારી પ્રજાનું કલ્યાણ થજો, તેવી ભાવના ધરાવતા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું રાજ્ય પ્રથમ સોંપી દીધું હતું. રજવાડાના સમયમાં વિકાસ થયો તેવો વિકાસ સરકારો આવ્યા બાદ ના થયો. આજે અખાત્રીજના દિવસે ભાવનગર 298માં વર્ષમાં પ્રવેશ્યું છે.

ભાવનગર
ભાવનગર

By

Published : Apr 26, 2020, 4:10 PM IST

Updated : Apr 26, 2020, 10:09 PM IST

ભાવનગર : ભારતની આઝાદી પછી દેશના 562 રજવાડામાંથી કોઈએ દેશના એકીકારણમાં પ્રથમ પોતાનું રાજ્ય સોપ્યું નહી, ત્યારે પ્રથમ પોતાનું રાજ્ય ભાવનગરના સ્વ. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સોપ્યું અને ગોહિલવાડની દિલદારી દેખાડી હતી. એ ભાવનગર આજે 296માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. મારવાડના ખેરગઢમાંથી ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવ્યા અને અંતમાં સિહોર થઇ ભાવનગરના વડવા ગામે સવંત 1779માં ગોળબજારમાં વડવા ગામના માજનની સલાહ લઈને ભાવનગરની સ્થાપના ભાવસિંહજી રતનસિંહજી ગોહિલે કરી હતી. ભાવનગરના રસપ્રદ ઈતિહાસને જીવંત રાખવા ઇતિહાસવિદો તેને શિક્ષણમાં સમાવવાની આશા રાખી રહ્યા છે. ભાવનગરનો આજે 298 મો જન્મ દિવસ છે, એટલે કે, ભાવનગર 298માં વર્ષમાં પ્રવેશ્યું છે.

હેપ્પી બર્થડે ભાવનગર
ભાવનગરની સ્થાપના ઇસ 1723 અને સવંત 1779માં વૈશાખ સુદને અખાત્રીજના દિવસે થઇ એટલે કે, આજના દિવસે..ભાવનગર શહેર આજે 298 મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ભાવનગરના જન્મ દિવસ નિમિતે etv bharat દરેક ભાવેણાવાસીઓને શુભેચ્છા પાઠવે છે. આપણે જોઈએ તો ભાવનગરની સ્થાપના પહેલાનો સમય રસપ્રદ રહ્યો છે. ભાવનગરની સ્થાપના ભાવસિંહજી રતનસિંહજી ગોહિલ (પહેલા)એ કરી હતી. ગોહિલો મારવાડના ખેરગઢથી ગુજરાતના સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યા અને ત્યાર બાદ ઉમરાળા પછી ઘોઘાના પીરમબેટ અને ફરી ઉમરાળા અને ત્યાંથી સિહોર થઈને વડવા ગામે આવીને ભાવનગરની સ્થાપના કરી હતી. ભાવનગરની સ્થાપના પાછલા ભાવસિંહજી પહેલાની બુદ્ધિ ચતુર્યતા પણ છે. સિહોર ડુંગરો વચ્ચે હતું પણ એ સમયમાં મરાઠાઓના આક્રમણ અને તેમાં પણ દારૂ ગોઅલાની શોધ થતા ડુંગરાળ વિસ્તાર એ સમયે ભાવસિંહજીએ છોડી દેવાનું નક્કી કર્યું અને એક સમયે ફરતા ફરતા વડવા ગામે આવ્યા જ્યાં દરિયો પણ નજીક જોઇને તેમને વડવા ગામે ગામના માજનની સલાહ એક રાજાએ લીધી અને ભાવનગરની સ્થાપનાનો પાયો નાખ્યો હતો.
હેપ્પી બર્થડે ભાવનગર
હેપ્પી બર્થડે ભાવનગર
ભાવનગરના 298 વર્ષમાં તેનો કાર્યકાળ વિકાસ શીલ રહ્યો છે. ભાવસિંહજી પહેલા બાદ વખતસિંહજી પછી જશવંતસિંહજી ત્યારબાદ તખ્તસિંહજી પછી ભાવસિંહજી બીજા અને છેલ્લે કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરનું નામ દેશના નકશામાં પ્રથમ નંબરે મૂકી દીધું હતું. ભાવસિહજી પહેલા એક એવા રાજા હતા જે દેશમાં લગભગ નહી હોઈ કારણ કે તેમને 20 વર્ષ સિહોરમાં અને 40 વર્ષ વડવા ભાવનગરમાં રાજ્ય કર્યું હતું. આમ શાસનના લગભગ કોઈ 60 વર્ષનું રાજ કરનાર રાજા હશે. ત્યાર બાદ ભાવનગરના વિકાસમાં રજવાડાઓએ એક પછી એક વિકાસના કામો હાથ પર લીધા હતા. જેમાં સૌરાષ્ટ્રની પ્રથમ રેલ્વે,તળાવ, કોલેજ શાળાઓ હોસ્પિટલ વગેરે જેવી સુવિધાઓ આજે પણ લોકોની વચ્ચે રાજાઓની સાથે તેમના દીવાનોનો પણ સિંહ ફાળો રહ્યો છે. જેમાં ગાગા ઓઝા,પ્રભાશંકર પટ્ટાણી,શામળદાસ મહેતા જેવા દીવાનોની રાજાઓ સાથેની સહકાર અને કાર્ય કરવાની નીતિએ ભાવનગરના વિકાસમાં સુગંધ ભેળવી દીધી હતી. આજે નજર કરીએ ભાવનગરની વિકાસયાત્રા 296 વર્ષની તો આ પ્રમાણે છે ...
હેપ્પી બર્થડે ભાવનગર
હેપ્પી બર્થડે ભાવનગર

ભાવનગરની વિકાસયાત્રા...

  • ઈ.સ.1851 ટપાલ ખાતાની શરૂઆત
  • ઇ.સ 1852 પ્રાથમિક શાળા તથા કન્યા શાળાનું નિર્માણ
  • ઇ.સ 1856 માધ્યમિક અને એંગ્લો વર્નાક્યુલર શાળાની સ્થાપના
  • ઈ.સ 1871 મહુવા, સિહોર કુંડલા, બોટાદ, અને તળાજા પાંચ પરગણાની માધ્યમિક શાળાઓની સ્થાપના
  • ઇ.સ 1885 ભાવનગર રાજ્યમાં બે અંગ્રેજી માધ્યમની શાળાઓની શરુઆત
  • ભાવનગર બંદર ધમધમતું અને વિકસીત બંદર હતુ..
  • ઇ.સ.1860 ભાવનગરને બ્રિટિશ બંદરનો દરજ્જો પ્રાપ્ત થયો
  • ઇ.સ 1870 જુવાન સિંહજી સંસ્કૃત પાઠ શાળાનું નિર્માણ
  • ઇ.સ.1872 બી.બી.એન્ડ વઢવાણથી ભાવનગર રેલવે લાઇનનું કામ શરુ
  • રેલવે વિરમગામથી વઢવાણ સુધી બ્રોડગેજ લાઈન લંબાવવામાં આવી
  • ઈ.સ.1874 ટેલિગ્રાફ ઓફિસની શરૂઆત
  • ઇ.સ 1877 થી ઇ.સ 1880 ભાવનગર, ગોંડલ, બોટાદ, વઢવાણ ,ગોંડલ, ધોરાજી રેલવે લાઇનનું કામ પૂર્ણ
  • ઈ.સ 1881 ધોરાજી પોરબંદર રેલ્વે માર્ગ તૈયાર કરાયો
  • ઇ.સ 1882 બાર્ટન લાઇબ્રેરી અને સંગ્રહસ્થાનનુ અસ્તિત્વ
  • ઇ.સ 1883 ગુજરાતી માધ્યમની શાળાઓ ઉપરાંત ઉુદુ શાળાની શરૂઆત
  • ઇ.સ 1884 શામળદાસ કોલેજની સ્થાપના
  • ઈ.સ 1885 સંસ્કૃત વેદ શાળાનું નિર્માણ
  • ઇ.સ 1887-88 દક્ષિણના મહાન ચિત્રકાર રાજા રવિ વર્માની ભાવનગરની મુલાકાત
  • ઇ.સ. 1888 તાલુકો ધારી એક્ટ અમલમાં આવ્યો
  • ઇ.સ 1892 ડૉક્ટર બરજોરજીના નેતૃત્વ નીચે સર તખ્તસિંહજી હોસ્પિટલ
  • ઇ.સ 1892 થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના
  • ઇ.સ. 1897 થી 1899 છપ્પનિયા દુષ્કાળમાં રાહત કામની શરૂઆત
  • શ્રી વિશ્વેશ સુરૈયાજી દ્વારા બોર તળાવનું નવીનીકરણ
  • મહારાજા સર ભાવસિંહજી પોલીટેકનીક કોલેજની સ્થાપના
  • મહારાણી વિક્ટોરિયાના આગમન સમયે ભાવનગર શહેર મધ્યે વિશાળ જંગલનું નિર્માણ જે આજે વિક્ટોરિયા પાર્ક તરીકે ઓળખાઈ છે
  • ભારતભરમાં સૌ પ્રથમ રક્તપિતના દર્દીઓ માટે વિશાળ સંકુલનું નિર્માણ
  • ઇ.સ 1902 ભાવનગર દરબાર બેંકની સ્થાપના
  • ઈ.સ.1914 થી 1918 પ્રથમ વિશ્વયુદ્ધમાં સૌને પરિસ્થિતિથી વાકેફ રાખવા સૌપ્રથમ કવિ કાંતના સહાયથી અખબારની શરુઆત
  • ઇ.સ 1918 ભાવનગર મ્યુનિસિપાલટીની સમિતિના સભ્યોની સંખ્યા વધારાઈ, વીસ સભ્યો તથા 10 અધિકારી તથા 8 અન્ય એમ મળીને કુલ આડત્રીસ સભ્યો સાથે પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના
  • ઇ.સ 1905 દલિતો માટે રાજ્ય ખાસ શાળા અને છાત્રાલયની શરુઆત
  • ઇ.સ 1906 શેઠ ત્રિભોવનદાસ ભાણજી જૈન કન્યા વિદ્યાલયની સ્થાપના
  • ઈ.સ 1910 જૈનોનું પવિત્ર યાત્રાધામ પાલિતાણા માટે સિહોરથી પાલિતાણા રેલ્વે માર્ગ શરુ
  • ઈ.સ 1913 બોટાદથી જસદણ રેલવે માર્ગ શરુ
  • ઇ.સ 1916 શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગરની સ્થાપના
  • ઇ.સ 1918 શ્રી નંદકુંવરબા બાલાશ્રમની સ્થાપના
  • ઈ.સ 1920 શ્રી ગણેશ વેશંપાયન ડોક્ટર પુરષોતમ કાણેના પ્રયાસથી પ્રથમ વ્યાયામ શાળા શરૂ કરાઈ
  • ઇ.સ 1922 ખેડૂત દેવા સમિતિની રચના
  • ઇ.સ 1924 કુંડલા તાલુકાના જુના સાવર ગામે ગ્રામ પંચાયતની પ્રથમ શરૂઆત
  • ઇ.સ 1924 ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન યોજાયું
  • ઇ.સ 1925 ભાવનગર સ્ત્રી કેળવણી મંડળની સ્થાપના
  • ઇ.સ 1929 ગ્રામ પંચાયત અંગેના કાયદાઓ બનાવાયા
  • પૂજ્ય મહાત્મા ગાંધીની સૂચનાથી રાષ્ટ્રીય શાળાના આચાર્ય પદ છોડીને ભાઈ શંકર શિહોરી આ કામના પ્રથમ સેવક બન્યા
  • ના ગ્રામ સુધારણા ફંડનો અમલ કરવામાં આવ્યો
  • ઇ.સ 1932 મહારાજા સર કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના
  • અંધ બાળકોને શિક્ષણ દ્વારા સ્વરોજગારી અને જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડતી સંસ્થાનું નિર્માણ જૂના કાઠિયાવાડમાં સૌપ્રથમ ભાવનગરમાં થયું
  • ઈ.સ 1935-36 ભારતના પહેલા સ્વયં સંચાલિત ટેલિફોન એક્સચેન્જની શરુઆત
  • ઈ.સ 1938 ભાવનગર ખાતે હવાઇ મથક એરપોર્ટનું નિર્માણ
  • ઇ.સ 1938 લોક શાળાઓ તથા ઉત્તર બુનિયાદી શાળાઓની સ્થાપના
  • ઇ.સ 1938 ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલાની સ્થાપના
  • ઇ.સ 1939 ઘરશાળા સંસ્થાની સ્થાપના
  • ઈ.સ 1943 ગ્રામ પંચાયતના કાયદાઓમાં સુધારો
  • ઇ.સ 1932 બીએસસી સાયન્સ ફેકલ્ટીના વર્ગો શરૂ કરાયા
  • ઇ.સ 1939 ધારાસભા આપવાની જાહેરાત
  • ઇ.સ 1941 ધારાસભાનો કાયદો પસાર
  • ઈ.સ 1947 ભારત આઝાદ થતાં ભાવનગર હિન્દી સંઘમાં તારીખ 15/01/1947એ જોડાયું
  • આમ સૌપ્રથમ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈ ભાવનગર મહારાજા
  • સર કૃષ્ણકુમાર સિંહજીએ ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલના વડપણ તળે ભાવનગર ભારતનો ભાગ બન્યો
  • ભાવનગર રાજ્ય સૌપ્રથમ આપી હિન્દી સંઘને મજબૂત બનાવવાની પહેલ કરી
  • ઈ.સ 1948 342 દરબારી પ્રાથમિક શાળાઓ, ગ્રામ સુધારણા ફંડ સંચાલિત 132 પ્રાથમિક શાળાઓ હતી

ભાવનગરનો ઈતિહાસ ખુબ રસપ્રદ રહ્યો છે. ભાવસિંહજી પહેલાથી લઈને કૃષ્ણકુમાંર્સિંહજી સુધીના રાજાઓએ પ્રજા વત્સલ કાર્યો કર્યા છે. તેનો લાભ આજે પણ પ્રજા ચાખી રહી છે. ભાવનગરના જન્મ દિવસે આજે પણ ભાવનગર વિકાસ ઝંખે છે. ત્યારે લોકશાહીના દેશમાં પ્રથમ પોતાનું રજવાડું સોપનાર ભાવનગરનો વિકાસ આખરે ક્યારે ગતિ પકડશે તે જોવું રહ્યું.

હેપ્પી બર્થડે ભાવનગર
હેપ્પી બર્થડે ભાવનગર
હેપ્પી બર્થડે ભાવનગર
હેપ્પી બર્થડે ભાવનગર
Last Updated : Apr 26, 2020, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details