ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં કોરોના પોઝિટિવ માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો - corona virus lock down

ભાવનગરમાં 24 એપ્રિલે બોટાદની 29 વર્ષીય નઝમાબેન ગર્ભવતી મહિલાનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મહિલાને ગર્ભનો છેલ્લો મહિનો હોવાથી સોમવારે સર ટી હોસ્પિટલે ડિલિવરી માટે તાત્કાલિક ઓપરેશન થેટર ઉભું કરી મહિલાની ડિલીવરી કરાવી હતી.

etv bharat
ભાવનગર: કોરોના પોઝિટિવ મહિલાએ આપ્યો બાળકને જન્મ

By

Published : Apr 27, 2020, 9:14 PM IST

ભાવનગર: 24 એપ્રિલે બોટાદની 29 વર્ષીય નઝમાબેન ગર્ભવતી મહિલાનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મહિલાને ગર્ભનો છેલ્લો મહિનો હોવાથી સોમવારે સર ટી હોસ્પિટલે ડિલીવરી માટે તાત્કાલિક ઓપરેશન થેટર ઉભું કરી મહિલાની ડિલીવરી કરાવી હતી. જેમાં મહિલાએ એક સુંદર બાબાને જન્મ આપ્યો હતો.

ભાવનગર: કોરોના પોઝિટિવ મહિલાએ આપ્યો બાળકને જન્મ

નઝમાબેન સમીરભાઈ સલોત મૂળ બોટાદના રહેવાસી છે. નઝમાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં ભાવનગર સર ટી હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવી હતી અને તેમની માટે ખાસ ઓપરેશન થેટર ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરની મહેનતે સફળ ડિલીવરી કરાવવામાં આવી હતી. બાળક સ્વસ્થ છે, પરંતુ તેની માતાને કોરોના પોઝિટિવ હોવાથી અલગ રાખવામાં આવ્યું છે. નઝમાબેન 24 તારીખે બોટાદના સારંગપુર ખાતે ગયા હતા, બાદમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ભાવનગર: કોરોના પોઝિટિવ મહિલાએ આપ્યો બાળકને જન્મ

ઉલ્લેખનીય છે કે, બાળકનો પણ કોરોના રિપોર્ટ કરાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે

ABOUT THE AUTHOR

...view details