50 ટકા શાળાઓ કોમ્પ્યુટર શિક્ષણથી વંચિત ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં સરકારે ગરીબ વિદ્યાર્થીઓ માટે નવા કોમ્પ્યુટર ફાળવ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી જુના કોમ્પ્યુટર મંગાવી નવા કોમ્પ્યુટર ફરી આપવામાં વિલંબ થયો છે. જેમાં વિદ્યાર્થીઓ છેલ્લા દોઢ વર્ષથી કોમ્પ્યુટર શિક્ષણથી વંચિત રહ્યા છે. હજુ ઘણી શાળાઓ છે ત્યાં નવા કોમ્પ્યુટરો આવ્યા જ નથી. ક્યાંક ટેબલો આપવામાં આવ્યા તો ક્યાંક હવે સરકારે કોટા સ્ટોન પર રસ ઉતાર્યો છે. આવામાં સરકારની નીતિરીતિ સામે વિપક્ષે પ્રહાર કર્યો છે.
વિપક્ષનો વાર : ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં જુના કોમ્પ્યુટર લેબ હતી. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી નવા કોમ્પ્યુટર નાખવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. જેને પગલે શાળાઓમાં છેલ્લા એક વર્ષથી કોમ્પ્યુટર શિક્ષણ છૂટી રહ્યું છે,
ઘણા સમય પહેલા કોમ્પ્યુટર લેબ દરેક શાળાઓમાં હતી. કોમ્પ્યુટરરો બગડી ગયા ત્યારે આજના યુગમાં સરકારી શાળાના બાળકો કોમ્પ્યુટર શિક્ષણથી વંચિત છે. 59 માંથી 13 શાળાઓમાં હજુ સુધી કોમ્પ્યુટર નથી. પહેલા ટેબલ ફાળવવામાં આવ્યા હવે કોટા સ્ટોન નાખો બાદમાં કોમ્પ્યુટર આવે તેવી વાત કરે છે. સરકારી શાળાના બાળકોને ખાનગી શાળા થી પાછળ રાખવામાં આવી રહ્યા છે. જિલ્લામાં હજુ 350 જેટલી કોમ્પ્યુટર લેબ શાળાને મળી નથી. ભાવનગરમાં એક સમયે 85 જેટલી શાળાઓ હતી આજે 59 થઈ ગઈ છે. સરકાર ક્યાંક ખાનગી સ્કૂલના મહત્વ આપવા જતી હોય તેમ લાગે છે...પ્રકાશ વાઘાણી (વિપક્ષના સભ્ય, પ્રાથમિક શિક્ષણ સમિતિ)
વિલંબથી કોમ્પ્યુટર શિક્ષણ વંચિત : ભાવનગર મહાનગરપાલિકાની 68 શાળા પૈકી 59 જેટલી શાળાઓ સ્કૂલ ઓફ એક્સેલન્ટમાં પસંદગી પામી છે. જેને પગલે 15 કોમ્પ્યુટરની એક લેબ આપવામાં આવી રહી છે. પરંતુ દોઢ વર્ષથી જુના કોમ્પ્યુટર મંગાવ્યા બાદ નવા કોમ્પ્યુટર માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વિદ્યાર્થીઓ તેના શિક્ષણથી વંચિત છે.
ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની 68 શાળામાંથી 59 શાળા સ્કૂલ ઓફ એક્સેલન્ટમાં પસંદગી પામેલી છે. જેમાં પ્રથમ તબક્કામાં 14 અને હવે માત્ર 13 જેટલી શાળાઓ બાકી રહી છે. મોટાભાગની શાળાઓમાં હાર્ડવેર આવી ગયા છે અને હાલમાં ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ છે. સર્વ શિક્ષણ અભિયાન સાથે અમે સંપર્કમાં છીએ. વહેલી તકે થાય તે કોશિશ કરી રહ્યા છીએ...મુંજાલ બડમલીયા ( શાસનાધિકારી )
હજુ 50 ટકા કામગીરી બાકી : સરકાર દ્વારા કોમ્પ્યુટર લેબ નાખવામાં આવી રહી છે જેનું ખર્ચ સહિતનું સમગ્ર સંચાલન ગાંધીનગરથી થઈ રહ્યું છે, ત્યારે ભાવનગર સર્વ શિક્ષા અભિયાન વિભાગ દ્વારા તેની દેખરેખ નીચે કામગીરી થઈ રહી છે.
ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી શાળાઓ જેમાં ધોરણ છ,સાત,આઠ ધરાવતી શાળા હોય તેને કોમ્પ્યુટર લેબ આપવામાં આવી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં 781 જેટલી શાળાઓ છે જેમાં એક શાળાને 15 કોમ્પ્યુટર સાથેની લેબ આપવામાં આવતી હોય છે. હાલમાં 394 શાળાઓમાં કોમ્પ્યુટર લેબ આપી દેવામાં આવી છે જ્યારે હજુ 387 જેટલી શાળાઓમાં કામગીરી બાકી છે તે પ્રગતિમાં છે...કે એ પટેલ (સર્વ શિક્ષા અભિયાનના અધિકારી)
13 શાળાઓ કઈ અને ઇન્સ્ટોલેશનમાં શું નવીન : મહાનગરપાલિકાની કુલ 68 જેટલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે જે પૈકી 13 શાળાઓ બાકી છે. જેમાં હલુરીયા 31,33 નંબર,મોટીમાજીરાજ 37 નંબર, પછી શાળા નંબર 3 અને 4 કુંભારવાડા, જતવિસ્તાર, રુવા વિસ્તાર, 21 નંબર ઇંગ્લીશ શાળા અને 61 નંબર જેવી શાળાઓનો સમાવેશ થાય છે, ત્યારે મહાનગરપાલિકા કર્મચારી શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષ ધાંધલાએ જણાવ્યું હતું કે 2011માં વિન્ડો ફોર સિસ્ટમ આપવામાં આવી હતી. હાલમાં જે આપવામાં આવી છે એ વિન્ડો 10 છે. જેમાં ઇન્ટરનેટ પણ આપવામાં આવ્યું છે. સંપૂર્ણ અભ્યાસક્રમ આ સિસ્ટમમાં છે. એક્સેલ,વર્ડ, પેઇન્ટ વગેરે જેવા સોફ્ટવેર પણ છે.
- Gujarat Education : જર્જરીત શાળાઓમાં સમારકામ શરુ, 3267 શાળાના 9667 ઓરડા નવા બનાવશે, 20899 ઓરડાનું રીપેરીંગ શરુ
- ભણતર વર્સિસ ખેલપ્રેમની સમસ્યાનું નિરાકરણ શું ? ક્રિકેટના જાણકાર અને ખેલાડીના મત જાણો