ભાવનગર: જિલ્લામાં ડમીકાંડને પગલે છેલ્લા બે ત્રણ દિવસથી શાંત પડી ગયેલી કાર્યવાહી ફરી ક્યાંક સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર SIT ટીમ દ્વારા વધુ પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી છે. SITની ટીમે રિમાન્ડ ઉપર રહેલા શરદ પનોત અને પ્રદીપ બારૈયાની પૂછતાછમાં વધુ ચાર નામ ખોલવામાં સફળતા મેળવી છે.
એક આરોપી 10 પરીક્ષાઓમાં ડમી: પોલીસે ચાર શખ્સોને 24 તારીખના રોજ અટકાયત કરી છે. ત્યારે એક ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મુખ્ય ફરિયાદના આરોપી નંબર 23ને ઝડપી લેવામાં પણ સફળતા પ્રાપ્ત કરી છે. જો કે ડમીકાંડમાં 70થી 80 નામો હોવાની ચર્ચા વચ્ચે પોલીસ ડમીકાંડમાં ફરી કંઈક આગળ વધી રહી છે. ભાવનગર ડમીકાંડમાં સૌથી વધુ પરીક્ષા આપનાર મિલન બારૈયા બાદ બીજો એવો ડમી ઝડપાયો છે. જેણે 10 ડમી તરીકે પરીક્ષાઓ આપી છે. એક પરિક્ષાર્થીએ 7 પેપર આપ્યા છે. જ્યારે અન્ય બે પરીક્ષાર્થીને એક એક પેપર ડમી તરીકે પરીક્ષા આપી હતી.
આ પણ વાંચો:Rajkot News : યુવરાજસિંહ જાડેજાના બચાવ માટે કરણી સેના મેદાને પડી, 26 એપ્રિલે આપશે આવો કાર્યક્રમ
કોણ છે પાંચ આરોપી:ભાવનગર SIT ટીમ મુખ્ય આરોપી શરદ પનોતના રિમાન્ડ મેળવ્યા બાદ હાલ પૂછતાછ કરી રહી છે. ત્યારે SITની ટીમ સામે શરત પનોતની પૂછતાછમાં ત્રણ નામ સામે આવ્યા છે. જ્યારે પ્રદીપની પૂછતાછમાં એક નામ સામે આવ્યું છે. હવે જોઈએ સામે આવેલા નવા પાંચ કોણ છે.
1. હસમુખ પુનાભાઈ ભટ્ટ: ઉંમર વર્ષ 27, તલાટી કમમંત્રી, કેરાળા ગામ, રહેવાસી રાળગોન ગામ, ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા 2022 હાર્દિક પંડ્યાના સ્થાને અને જયેશ કલ્યાણના સ્થાને ડમી તરીકે પરીક્ષા આપી, પુરાવા રૂપે પ્રદીપની કબૂલાત તથા પોતાની કબુલાત.