યુવરાજસિંહ જાડેજા જેલ હવાલે ભાવનગર:ભાવનગર ડમીકાંડમાં ખંડણી લીધી હોવાની ફરિયાદમાં યુવરાજસિંહ જાડેજા સહિત કુલ છ સામે ફરિયાદ નોંધાઇ છે. યુવરાજસિંહ જાડેજાના અને અન્ય બેના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા ત્રણેયને જેલ હવાલે કર્યા હતા. ખંડણીની ફરિયાદમાં યુવરાજસિંહ જાડેજા સામે થયેલી ફરિયાદમાં ફરી યુવરાજસિંહએ મોઢું ખોલ્યું છે અને અસત્ય સામે સત્યની લડાઈ ગણાવી છે.
ભાવનગર ડમીકાંડમાં ખંડણી લીધી હોવાની ફરિયાદમાં યુવરાજસિંહ જાડેજા સહિત કુલ છ સામે ફરિયાદ યુવરાજસિંહ જાડેજા જેલ હવાલે: ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણીની ડમીકાંડ પગલેની ફરિયાદમાં યુવરાજસિંહ જાડેજા, તેના સાળા કાનભા અને આલ્ફાઝ ઉર્ફે રાજુને રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણેયને જેલ હવાલે કર્યા છે. પોલીસે કોર્ટથી ત્રણેયને લઈને ભાવનગર જિલ્લા જેલમાં લઈ જવાયા હતા. જો કે બે વખત રિમાન્ડમાં લાવનાર યુવરાજસિંહ મૌન રહ્યા હતા અને બે શબ્દોમાં પોતાની વાત કરતા હતા. પરંતુ આજે તેમને જેલ હવાલે કરતા યુવરાજસિંહ જાડેજાએ ફરી પોતાનું મૌન તોડ્યું હતું.
આ પણ વાંચો:Dummy Candidate Scam: કુલ મળીને 23 લોકોની ધરપકડ, શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખની કેશ મળી
શું કહ્યું યુવરાજસિંહે:ભાવનગર પોલીસ ત્રણ આરોપીને કોર્ટમાં હાજર કર્યા હતા. આ સમય દરમ્યાન વાહનથી કોર્ટમાં લઈ જવા સુધીના 30 સેકન્ડના ગાળામાં યુવરાજસિંહ જાડેજાએ પોતાના શબ્દો કહ્યા હતા. યુવરાજસિંહે જણાવ્યું હતું કે "આ તો હજુ અલ્પવિરામ છે હજુ પૂર્ણવિરામ બાકી છે લડવાનું છે હજુ" આ સાથે યુવરાજસિંહ વધુમાં બોલ્યા હતા કે " ધર્મયુદ્ધ શરૂ થયું છે એ તો પહેલો અધ્યાય છે. ટૂંકમાં યુવરાજસિંહ જાડેજાના શબ્દો એવું કહી જાય છે કે હજુ આ લડાઈ ચાલવાની છે. મતલબ કે કેટલાક નામો બહાર આવી શકે છે. જેલમાં હોવાથી પુરાવા આપવામાં અસમર્થ યુવરાજસિંહ જાડેજા શુ કદાચ બહાર આવશે તો શું પુરાવા સાથે વળતો વાર કરશે ?
આ પણ વાંચો:Dummy Candidate Scam : ખંડણી કેસમાં યુવરાજસિંહના સાળા સામેથી પોલીસ સમક્ષ હાજર થઈને કર્યા આક્ષેપ
શું છે સમગ્ર મામલો: ભાવનગર ડમીકાંડ ખોલનાર યુવરાજસિંહ જાડેજા સામે બીપીન ત્રિવેદી નામના શિક્ષકે આક્ષેપ કર્યો હતો કે 1 કરોડ જેવી રકમ ડમીકાંડમાં કેટલાક નામ નહીં લેવા યુવરાજસિંહ જાડેજાએ લીધી હતી. આથી પોલીસે ફરિયાદી બનીને યુવરાજસિંહ જાડેજા અને તેના બે સાળા કાનભા અને શિવુભા તેમજ ઘનશ્યામ લાધવા, બીપીન ત્રિવેદી અને આલ્ફાઝ ઉર્ફે રાજુ પઠાણ સામે ખંડણીની ફરિયાદ નોંધી હતી. ફરિયાદ બાદ કાનભાના નિવેદન પરથી 38 લાખ પોલીસે શોધી કાઢયા હોવાનું જણાવ્યું હતું તેવી રીતે શિવુભા પણ સામેથી હાજર થતા તેના બીજા દિવસે તેના પણ પૂછતાછના નિવેદન પરથી 25.50 લાખ શોધી કાઢ્યા હોવાનું જાહેર કર્યું હતું. પોલીસે અંદાજે 70 લાખ કરતા વધુ રકમ રિકવર કરી છે ત્યારે હવે આગળ શું તેના પર સૌની મીટ મંડાયેલી છે. શુ યુવરાજસિંહ છૂટી જશે કે સજા ભોગવશે ? તે જોવું રહ્યું.