ગુજરાત

gujarat

ETV Bharat / state

Dummy Candidate Scam : ડમીકાંડમાં યુવરાજસિંહ નેતાના નામ જાહેર કરે તેની પેલા કોંગ્રેસની માંગ - કોંગ્રેસે આઈજીને રજુઆત ડમી કૌભાંડ મામલે

ભાવનગર ડમીકાંડમાં હવે રાજકારણનો પ્રવેશ થયો છે. એક તરફ યુવરાજસિંહ જાડેજાએ 2011 નહીં 2004થી કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ વચ્ચે કોંગ્રેસે તટસ્થ માંગ સાથે આઈજીને રજુઆત કરી દીધી છે. યુવાનોના ભવિષ્યને પગલે ભાવનગર આઈજીને પ્રથમ કોંગ્રેસ આવેદન આપવા પહોચ્યું છે. ત્યારે ભાજપે પણ પોતાનો મત મુક્યો છે.

Dummy Candidate Scam : ડમીકાંડમાં યુવરાજસિંહ નેતાના નામ જાહેર કરે તેની પેલા કોંગ્રેસની માંગ
Dummy Candidate Scam : ડમીકાંડમાં યુવરાજસિંહ નેતાના નામ જાહેર કરે તેની પેલા કોંગ્રેસની માંગ

By

Published : Apr 21, 2023, 5:56 PM IST

ભાવનગર ડમીકાંડમાં હવે રાજકારણનો પ્રવેશ

ભાવનગર :ગોહિલવાડમાં ડમીકાંડમાં એક પછી એક અટકાયતો થઈ રહી છે, પણ કોની રહેમ દ્રષ્ટિથી 2012થી ચાલતા કૌભાંડમાં નેતાઓના નામ ખોલવાની યુવરાજસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. પરંતુ કોંગ્રેસે એક દિવસ પહેલા આઈજીને આવેદનપત્ર આપીને કોઈપણ પક્ષનો હોય તટસ્થ તપાસની માંગ કરી લીધી છે. તો બીજી તરફ ભાજપે પણ પોતાનો મત મુક્યો છે.

કોંગ્રેસ કરી માંગ : ભાવનગર ડમીકાંડની નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે તપાસ આદરી અને ચારે તરફથી થયેલા વિરોધ બાદ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા SITની રચના કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ હવે આઈજીને આવેદનપત્ર પાઠવીને તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, ડમીકાંડ 2012થી ચાલ્યું આવે છે એટલે આપણા વડાપ્રધાન ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે 2023માં હવે એક સામાન્ય વ્યક્તિ આવા કૌભાંડ ખોળે છે. ડમીકાંડ રચીને કેટલાક લોકો પૈસા કમાઈ લે છે, પરંતુ અનેક યુવાનો જે સાચી મહેનત કરે છે તે પેપર ફૂટવાને પગલે આત્મહત્યા કરી લે છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ કે આપ કોઈપણના વ્યક્તિઓ સંડોવાયેલા હોય તેની સામે તટસ્થ તપાસ કરીને કડક કાર્યવાહી થાય તેવી માંગ છે.

આ પણ વાંચો :Dummy Candidate Scam : ડમી કૌભાંડ મામલામાં સૌથી વધુ ડમી પરીક્ષા આપનાર મિલન ઘુઘા બારૈયા અને એસટી કર્મીની ધરપકડ

ભાજપે આપ્યો વળતો જવાબ ડમીકાંડને લઈને :ભાવનગર ડમીકાંડ સરકારની નીતિ સામે અને કામ કરવાની પદ્ધતિ સામે જરૂર સવાલ ઉભો કરે છે. ત્યારે રાજકારણ આટલા દિવસ દૂર રહ્યા બાદ હવે ધીરે ધીરે ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બનતા પ્રવેશી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના આવેદન બાદ ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ હોય ભારતીય જનતા પાર્ટી હંમેશા તટસ્થ તપાસમાં માનનારી છે. પછી તે સમાજ વિરોધી હોય કે અન્ય ગુનાહિત કૃત્ય કરનાર હોય, ભારતીય જનતા પાર્ટીનો પહેલેથી તટસ્થ તપાસનો નિર્ણય રહ્યો છે.

આ પણ વાંચો :Dummy Scandal: યુવરાજસિંહે 10 દિવસ માંગ્યા અને પોલીસે 2 દિવસ આપ્યા, તબિયત લથડતા માંગ્યો હતો સમય

ભાજપે કોંગ્રેસ પર આંગળી ન કરી : વધુમાં જણાવ્યું હતું કે, અમારી સરકારમાં પણ નિષ્ઠાવાન તરીકે નિર્ણયો થાય છે. શહેર ભાજપ પ્રમુખ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે, ભાજપ તટસ્થ તપાસની સાથે છે. પરંતુ ભાજપે કોંગ્રેસ સામે એક પણ આંગળી ચીંધીને વળતો પ્રહાર કર્યો નથી. જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં ડમીકાંડના કારણે કેટલો રાજકીય રંગ લાગે છે. કારણ કે, યુવરાજસિંહ જાડેજાએ કેટલાક નેતાઓના નામ જાહેર કરવાની વાત કરી છે.

ABOUT THE AUTHOR

...view details