ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar News: ભાવનગરની ડો દેવાંશી નેશનલ કક્ષાએ NEET PGમાં 43મો રેન્ક મેળવ્યો - etv bharat gujarat bhavnagar neet pg succes suggestions ઇટીવી ભારત ગુજરાત ભાવનગર નિટ પીજી સક્સેસ સઝેશન

ભાવનગરના જાણીતા તબીબ ડો કમલેશભાઈ શાહનો સમગ્ર પરિવાર તબીબ છે. હવે પુત્ર બાદ પુત્રીએ પણ તબીબ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી છે. ડો કમલેશભાઈ શાહ પણ NEET PGની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓને સફળતાનો મંત્ર આપી રહ્યા છે. જાણો શું છે ડો દેવાંશીની સિદ્ધિ પાછળનું રહસ્ય

ભાવનગરની ડો દેવાંશી નેશનલ કક્ષાએ NEET PGમાં 43મો રેન્ક મેળવ્યો
ભાવનગરની ડો દેવાંશી નેશનલ કક્ષાએ NEET PGમાં 43મો રેન્ક મેળવ્યો

By

Published : Mar 16, 2023, 11:04 PM IST

ભાવનગરના જાણીતા તબીબ ડો કમલેશભાઈ શાહનો સમગ્ર પરિવાર તબીબ

ભાવનગર: આધુનિક સમયમાં દરેક વ્યક્તિ પોતાનું શિક્ષણ તેવા પ્રકારનું મેળવે છે કે પોતાનું જીવન ધોરણ અને પરિવારને તન મન અને ધનથી સુખી સંપન્ન કરી શકે. પરંતુ ભાવનગરની એક પ્રખ્યાત ડોક્ટરની પુત્રી રાષ્ટ્રીય કક્ષાએ M.B.B.S ની પરીક્ષા બાદ આપવામાં આવતી NEET PGની પરીક્ષામાં 43મા ક્રમે આવી છે. ડોક્ટર દેવાંશી શાહ ભાવનગરમાં ખૂટતી તબીબી સેવા ક્ષેત્રે સફલાત મેળવીને તબીબ બનવા માંગે છે. જેથી ભાવનગરવાસીઓને તેનો ફાયદો મળી શકે.

ભાવનગરની ડો દેવાંશી નેશનલ કક્ષાએ NEET PGમાં 43મો રેન્ક મેળવ્યો

NEET PGમાં 43મો ક્રમ: ભાવનગર શહેરના પ્રખ્યાત ડોક્ટર કમલેશભાઈ શાહ મગજ અને માનસિક ક્ષેત્રના શ્રેષ્ઠ તબીબ છે. છેલ્લા 33 વર્ષથી ભાવનગરમાં સેવા આપતા ડોક્ટર કમલેશભાઈ શાહની પુત્રી ડોક્ટર દેવાંશી શાહ હાલમાં લેવાઈ ગયેલી રાષ્ટ્રીય કક્ષાની એમબીબીએસના પાંચ વર્ષના અભ્યાસ બાદની NEET PG ની પરીક્ષામાં સમગ્ર રાષ્ટ્રમાં 43મા ક્રમે આવી છે. ડોક્ટર દેવાંશી શાહ ભવિષ્યમાં પણ ભાવનગરને ખૂટતી સેવા પૂરી પાડવા માટે ઉત્સુક છે.

આ પણ વાંચો:Malnourished Children in Gujarat : ગુજરાતમાં સવા લાખથી વધુ બાળકો કુપોષિત, સૌથી વધુ કયા જિલ્લામાં જૂઓ

ત્રણ વર્ષની મહેનત બાદ સફળતા: મગજ અને માનસિક રોગના નિષ્ણાંત ડોક્ટર કમલેશભાઈ શાહની પુત્રી ડોક્ટર દેવાંશી શાહે જણાવ્યું હતું કે મેં NEET PGની એક્ઝામ આપી છે. ઓલ ઇન્ડિયામાં મારો 43 મો રેન્ક આવ્યો છે. મારા માર્કસ 800 માંથી 687 આવ્યા છે. જો કે આ ટફ એક્ઝામ હોય છે.M.B.B.Sના પાંચ વર્ષના અભ્યાસ દરમિયાન તમારે બીજા વર્ષથી NEET PGની પરીક્ષાની તૈયારી કરવી પડે છે. સાડા ત્રણ વર્ષની મારી સખત મહેનત બાદ સફળતા મળી છે. એક જ વખત નહીં પરંતુ બહુ વખત એક ને એક વાંચન કરીને 43 મો રેન્ક મેળવ્યો છે. હું મેડિસિન અથવા તો રેડીયોલોજીસ્ટમાં MD કરવા ઈચ્છું છું. ભાવનગરનું હેલ્થ કેર સારું છે રેડિયોલોજીસ્ટ અને ફિઝિશિયન પણ સારા છે. ભાવનગરમાં નથી તેવા સ્પેશિયાલિસ્ટ બનવાની મારી ઈચ્છા છે. એન્ડોક્રાઈલોજિસ્ટ અને રૂમેટોલોજીસ્ટ બનવાની હું ઈચ્છા ધરાવું છું. જેથી કરીને ભાવનગરમાં તેની ઉણપને દૂર કરી શકાય.

વિદ્યાર્થીઓને મેસેજ:ડોક્ટર કમલેશ શાહે જણાવ્યું હતું કે બીજા વિદ્યાર્થીઓને મારો એટલો જ મેસેજ છે કે NEET PGની પરીક્ષાની તૈયારી અગાઉથી કરવી ખૂબ જરૂરી બની જાય છે. ખૂબ જ મહેનત કરવા છતાં પણ મેન્ટલ સ્ટેબિલિટી ન હોય તો પરિણામમાં તફાવત જોવા મળે છે. 19 જેટલા વિષયનો નિચોડ કાઢીને આ પરીક્ષા આપવાની હોય છે. ત્યારે જો મેન્ટલ સ્ટેબિલિટી ના હોય તો પરિણામમાં સીધો જ તફાવત જોવા મળે છે. આથી તમારી ખૂબ જ અને સખત મહેનત હોવા છતાં પણ મેન્ટલ સ્ટેબિલિટી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે.જો મેન્ટલ સ્ટેબિલિટી ના હોય તો પરિણામ ઈચ્છા મુજબનું પ્રાપ્ત થતું નથી.

આ પણ વાંચો:NEET-PG Admissions: એડમિશનમાં EWS અનામત માટેની અરજી

ભાવનગરના ડોક્ટર કમલેશભાઈ શાહનો પુત્ર ધર્મીન શાહ પણ એમડીમાં અભ્યાસ કરી રહ્યો છે. ત્યારે હવે તેમની પુત્રી દેવાંશી શાહે પણ NEET PG ની એકઝામ પાસ કરી લીધી છે. જો કે કમલેશભાઈ શાહનો સંપૂર્ણ પરિવાર તબીબ ક્ષેત્રમાં છે. ત્યારે ડોક્ટર કમલેશભાઈ શાહે જણાવ્યું હતું કે દેવાંશીની સફળતામાં સો ટકા તેનો ફાળો છે. જૈન સમાજ, 10 માં ધોરણ થી શાળા,કોલેજ તેને હંમેશા 99.99 પર્સન્ટાઈલ લાવીને ગૌરવ અપાવ્યું છે. તેના માટે હંમેશા તેના મધર કાઉન્સિલર તરીકે કામ કરતા આવ્યા છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details