ગુજરાત

gujarat

ETV Bharat / state

સુકન્યા સમૃદ્ધિમાં હજારો દીકરીના ખાતા ખૂલ્યા પણ હપ્તો દાતા ભરશે - post scheme sukanya samriddhi yojana

ઘણી બધી સરકારી યોજનાઓ થકી દીકરીઓને (Bhavnagar Government School) સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. પણ ભાવનગરમાંથી એક દાતાએ દીકરીઓની આર્થિક સુરક્ષા માટે પગલાં લીધા છે. જ્યાં એક સાથે હજારોની સંખ્યામાં દીકરીઓના ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલી દેવાયા છે. જેનો પ્રથમ હપ્તો આ લખાણી પરિવાર ભરશે. જે દાતા બન્યો છેય.

સુકન્યા સમૃદ્ધિમાં હજારો દીકરીના ખાતા ખૂલ્યા પણ હપ્તો દાતા ભરશે
સુકન્યા સમૃદ્ધિમાં હજારો દીકરીના ખાતા ખૂલ્યા પણ હપ્તો દાતા ભરશે

By

Published : Sep 21, 2022, 8:08 PM IST

ભાવનગરઃ ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક ઉપર શિક્ષણમંત્રીના સહયોગથી દાતાઓ (Bhavnagar Donor) મારફતે હજારો ગરીબ દીકરીઓના બેન્ક એકાઉન્ટ ખોલવાનો પ્રારંભ થયો છે. પોસ્ટ ખાતામાં એકાઉન્ટ (sukanya samriddhi yojana) ખુલવાની શરૂઆત થતા વાલીઓ હર્ષભેર દોડી આવ્યા હતા. ભાવનગર શહેરમાં સુકન્યા સમૃદ્ધિ યોજના નીચે સરકારી શાળાની કન્યાઓને બેન્ક એકાઉન્ટ ખોલવા શિક્ષણમંત્રીનો મોટો પ્રયાસ હાથ ધરાયો છે.

સુકન્યા સમૃદ્ધિમાં હજારો દીકરીના ખાતા ખૂલ્યા પણ હપ્તો દાતા ભરશે

હપ્તો દાતાઓ તરફથીઃ શહેરના પશ્ચિમની શાળાઓની દીકરીઓને બેન્ક એકાઉન્ટ ખોલી પ્રથમ હપ્તો દાતાઓ દ્વારા આપવાની શરૂઆત કરાઇ છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હજારો કન્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ સમિતિની 28 શાળાઓમાં અભ્યાસ કરતી 1 થી 5 ધોરણની દીકરીઓને નિઃશુલ્ક બેન્ક એકાઉન્ટ ખોલી આપવાનું કાર્ય શિક્ષણમંત્રીએ ઝડપ્યું છે. નગરપ્રાથમીકની 28 શાળાઓની 5 હજાર દીકરીઓને બેન્ક એકાઉન્ટ ખોલવાનો પ્રારંભ થઇ ચુક્યો છે. જેમાં એક લખાણી પરિવારે દીકરીઓના હપ્તા ભરવા માટે નિર્ણય કર્યો છે. લખાણી પરિવાર 5 હજાર દીકરીઓના ખાતા પોસ્ટમાં ખુલતા પ્રથમ હપ્તો 250 રૂપિયાનો દાતા ભરપાઈ કરવાના છે. વાલીઓએ બાદમાં વર્ષના 11 હપ્તાઓ ભરવાના રહેશે. ગરીબ દીકરીઓના પોસ્ટમાં ખાતા ખુલતા વાલીઓ હરખભેર જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details