ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy Update: બિપરજોય વાવાઝોડાને લઈને ભાવનગર જિલ્લા તંત્ર સજ્જ, રો-રો ફેરી, અલંગ અને માછીમારોની સ્થિતિ પણ સતત નજર - અલંગ અને માછીમારોની સ્થિતિ પણ સતત નજર

અરબી સમુદ્રમાં ઉભા થયેલા ચક્રવાતની અસર ભાવનગર જિલ્લાના દરિયા કાંઠે જોવા મળી રહી છે. દરિયામાં કરંટ વચ્ચે માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક તૈયારીઓ આદરી લેવામાં આવી છે ત્યારે ભાવનગર તંત્રની શુ તૈયારીઓ જાણો...

bhavnagar-district-system-is-on-alert-due-to-biparjoy-cyclone-ro-ro-ferry-alang-and-fishermens-condition-is-also-continuously-monitored
bhavnagar-district-system-is-on-alert-due-to-biparjoy-cyclone-ro-ro-ferry-alang-and-fishermens-condition-is-also-continuously-monitored

By

Published : Jun 8, 2023, 5:33 PM IST

બિપરજોય વાવાઝોડાને લઈને ભાવનગર જિલ્લા તંત્ર સજ્જ

ભાવનગર:અરબી સમુદ્રમાં કેન્દ્રમાં રહેલું વાવાઝોડું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. એક તરફ પાકિસ્તાન અને બીજી તરફ ભારત વચ્ચે દરિયામાં કઈ તરફ વાવાઝોડું જમીની ભાગ તરફ અથડાશે તે આગામી બે દિવસમાં ખ્યાલ આવશે. જો કે ભાવનગર જિલ્લામાં અલંગ, રો રો ફેરી અને માછીમારોને સૂચનાઓ આપ્યા બાદ વહીવટી તંત્રની કામગીરીમાં લાગી ગયું છે.

અલંગ અને માછીમારોની સ્થિતિ પણ સતત નજર

લાઈવ ચક્રવાત ઉપર નજર:ભાવનગર જિલ્લાના દરિયાઈ વિસ્તાર હોવાના પગલે 125 જેટલા અંદાજે લાંબા દરિયાકાંઠા પર વહીવટી તંત્રએ નજર રાખી છે. જિલ્લાનો મુખ્ય ડિઝાસ્ટર રૂમમાં સતત અધિકારીઓની નજર અને મામલતદાર કક્ષાના અધિકારી નજર રાખી રહ્યા છે. સરકારની આવતી SOP અને સૂચનાઓ આગળ વહીવટી તંત્રની મોકલી જાણ કરી રહ્યા છે. ભાવનગર કલેકટર કચેરીમાં ડિઝાસ્ટર રૂમમાં લાઈવ ચક્રવાત ઉપર નજર રાખવામાં આવી રહી છે.

હેડ ક્વાર્ટર નહિ છોડવા આદેશ: ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં લાઈઝનિંગ ઓફિસરની નિમણુંક કરાઈ છે. દરેક સરકારી કર્મચારીઓને પોતાનું હેડ ક્વાર્ટર નહિ છોડવા આદેશ કરી દેવામાં આવ્યા છે. દરિયાઈ પટ્ટીના મુખ્ય તાલુકા તળાજા, મહુવા, ઘોઘાને ભાવનગરના માછીમારોને દરિયો નહિ ખેડવા ફિશરીઝ વિભાગ થકી જાણ કરાઈ છે. ભારે પવન ફૂંકાય તો જર્જરિત મકાનો, પતરાના શેડ, થાંબલા અને વૃક્ષો નીચે નહિ રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે. જે તાલુકામાં પવન ફૂંકાય તો સરકારની આવતી SOP પ્રમાણે અવગત રહીને કાર્યવાહી કરવા તાલુકા કક્ષાએ જાણ કરવામાં આવી છે.

સંસાધનો અને હાલની સ્થિતિ પ્રમાણે વ્યવસ્થા:ભાવનગર જિલ્લામાં ચક્રવાત પગલે હાલમાં માત્ર વરસાદની શક્યતાઓ હોવાથી સરકારની SOP માત્ર સૂચનો અને પ્રાથમિક સુવિધાઓ તૈયાર રાખવા પૂરતી જણાવવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મામલતદાર એસ એન વાળાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વાવાઝોડા ફૂંકાય અથવા એંધાણ વર્તાય તો NDRF ટીમની માંગણી કરી શકીએ છીએ. હાલમાં કોઈ NDRF ટીમ હાજર નથી. આ સાથે ભાવનગર, તળાજા, પાલીતાણા, ગારીયાધાર, મહુવા વગેરે ફાયર બ્રિગેડ સજ્જ છે. બોટ, રીંગટ્યુબ, લાઈફ જેકેટ, દોરડા વગેરે ડિઝાસ્ટર સાધનો તાલુકા કક્ષાએ ફાળવી દેવામાં આવ્યા છે.

GMB વિભાગ પણ સજ્જ: ભાવનગરના અલંગમાં આવેલી એશિયાનું પહેલ નમ્બરના શિપ રિસાયકલિંગ બ્રેકીંગ યાર્ડમાં મજૂરોને પગલે GMB વિભાગ પણ સજ્જ છે. ચક્રવાતને પગલે પોર્ટ ઓફિસર રાકેશ મીશ્રાએ જણાવ્યું હતું કે ભાવનગર અલંગથી સાયકલોનની પરિસ્થિતિ જોઈએ તો હજુ અરબી સમુદ્રના કેન્દ્રમાં છે. પોરબંદર 1000 કિલોમીટર સાઉથ તરફ છે. જો કે અમે સાવચેતીના ભાગરૂપે પ્લોટ હોલ્ડર, મજૂરો દરેકને સૂચનાઓ આપી દીધી છે. હાલમાં બે નંબરનું સિગ્નલ પોર્ટ ઉપર લગાવવામાં આવ્યું છે. હાલમાં પણ અમે આગળની ચક્રવાતની પરિસ્થિતિના આધીન કાર્યવાહી કરશું. ઘોઘાથી સુરત ચાલતી રો-રો ફેરી સર્વિસ હજુ ચાલુ છે.

  1. Cyclone Biparjoy Update : બિપરજોય વાવાઝોડાને લઈને જામનગરના દરિયાકિનારના ગામોને કરાયા એલર્ટ
  2. Cyclone 'Biparjoy': તસવીર પરથી સમજો ચક્રવાતનું સ્વરૂપ, દિશા અને અસર અંગે

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details