ભાવનગર: ભાવનગર શહેરમાં અનલોક 2નો પ્રારંભ થયા બાદ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. શહેરમાં કેસનો આંકડો 519 પર પહોંચી ગયો છે. કોરોના હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ પણ ધીમેધીમે ભરાઇ રહ્યા છે.
ભાવનગરમાં કુલ કોરોના પોઝિટિવ કેસની ગણતરીમાં તંત્ર દ્વારા ગોટાળો દરરોજ વધતા કોરોના કેસને લઈને લોકોમાં ચિંતાનો માહોલ છે તેવામાં તંત્ર દ્વારા કોરોના કેસની ગણતરીને લઇને છબરડો ઉભો થયો છે. શુક્રવારે ભાવનગરમાં કુલ 45 કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા હતા જેમાં જિલ્લામાં 12 અને શહેરમાં 33 કેસ નોંધાયા હતા.પરંતુ તંત્ર દ્વારા વધારાના 26 કેસ પણ દર્શાવવામાં આવ્યા છે જે અંગે ખુલાસો માંગતા તંત્ર પાસે કોઈ જવાબ નથી. જ્યારે લોકોને તેમના ફોનમાં જે મેસેજ ગયા છે તેમાં કુલ આંક 71 દર્શાવવામાં આવ્યો છે.
ભાવનગરમાં કુલ કોરોના પોઝિટિવ કેસની ગણતરીમાં તંત્ર દ્વારા ગોટાળો વધારાના કેસ અંગે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે અગાઉ કોઈ કારણોસર ગણતરી રહી ગઇ હોય તેવા કેસની સંખ્યા 26 છે પરંતુ આ તમામ કેસ એક્ટિવ છે કે તેમાંથી કેટલા સ્વસ્થ થયા તે અંગેની કોઈ માહિતી આપવામાં આવી નથી. આમ તંત્ર દ્વારા આ 26 કેસનો કોઈ હિસાબ ન હોવાથી સાચી માહિતી છુપાવવાના આક્ષેપ થઇ રહ્યા છે.
ભાવનગરમાં કુલ કોરોના પોઝિટિવ કેસની ગણતરીમાં તંત્ર દ્વારા ગોટાળો ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓ કોરોના મુક્ત થયા છે. અત્યાર સુધીમાં ભાવનગરમાં 184 દર્દીઓ સ્વસ્થ થયા છે તો 13 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. તેમજ 309 જેટલા દર્દીઓ હજુ સારવાર લઈ રહ્યા છે .
ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે સાથે લોકોને સામાજિક અંતર રાખવા અને હાથ વારંવાર ધોવાની પણ સલાહો આપવામાં આવી રહી છે.