મૃતક વિદ્યાર્થીના પિતાએ ફરિયાદ નોંધાવી ભાવનગર : ભાવનગરના સરિતા સોસાયટીમાં રહેતા અને ઈંટોના ભઠ્ઠા ચલાવતા શશીકાંતભાઈનો પુત્ર પલ 15 વર્ષીય ગઈકાલે ઘરેથી મિત્ર સાથે ગયા બાદ પરત ફર્યો ન હતો. રાત્રે પોલીસને જાણ કર્યા બાદ બીજા દિવસે સવારે પલ હંમેશા માટે ઘર છોડી ગયાનું પિતાના સામે આવ્યું છે. મિત્રના બાઇકની ચાવી પલના મૃતદેહ પાસે મળતા મિત્ર પર શંકાની સોયા તાણીને અજાણ્યા સખ્સ સામે હાલ ફરિયાદ નોંધાઇ છે.
વિદ્યાર્થી પલ વાઢેર ગઈકાલનો ગુમ : ભાવનગર શહેરના બહુમાળી ભવન સામે આવેલા જહાંગીર મિલની ખાલી જગ્યામાં 15 વર્ષીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળતા પોલીસ દોડી ગઇ હતી. ગઈકાલનો વિદ્યાર્થી પલ વાઢેર ગુમ હોય ત્યારે આજે બીજા દિવસે મૃતદેહ મળતા ડીવાયએસપી સહિત પોલીસ કાફલો દોડી ગયો હતો. બનાવ બાદ હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. પલના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં ટુકડા કરાયેલા યુવતીના મૃતદેહને ઓળખવા હવે સૌરાષ્ટ્રભરમાં પોલીસની તપાસ
ક્યાં બન્યો બનાવ : ભાવનગર શહેરના નીલમબાગ સર્કલથી આગળ નિર્મળનગર નજીક સૌથી મોટી જહાંગીર મિલની પડતર જગ્યા છે. મિલ બંધ થયા બાદ 50 થી 60 વર્ષથી શહેરની વચ્ચે મિલની જગ્યા ખંડેર બની ગઈ છે. ત્યારે આ જહાંગીર મિલની જગ્યા હવે ગુનાહિત પ્રવૃતિઓ માટે કેન્દ્ર બની હોઈ તેમ 15 વર્ષીય સગીર પલ શશીકાંતભાઈ વાઢેરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને જાણ થયા બાદ ડીવાયએસપી અને નીલમબાગ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક વિદ્યાર્થી હોવાનું ખુલવા પામ્યું હતું. 15 વર્ષીય પલ શશીકાંત વાઢેર દોલત અનંત વળ્યા હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. જો કે બનાવ બાદ પોલીસે તપાસની શરૂઆત કરી છે તેમ ડીવાયએસપી આર. આર. સિંઘલે જણાવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં શું આવ્યું બહાર : પલ શશીકાંત વાઢેર ગઈકાલનો ગુમ હોવાની જાણ તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં કરી હતી. ત્યારે બીજા દિવસે પલની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં હતી. પલના મૃતદેહમાં તેને ગળાના ભાગે બ્લેડથી કટ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. ડીવાયએસપી આર આર સિંઘલે જણાવ્યું હતું કે હાલમાં પલ શશીકાંત વાઢેર નામના 15 વર્ષીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. જેને ગળાના ભાગે કટ કરી હોવાનું દ્રશ્યમાન થાય છે. સમગ્ર ઘટનામાં દુષ્કર્મ હોય તેવું હાલ પ્રાથમિક લાગતું નથી. પરંતુ ગળાના ભાગે ઉંડો કટ હોવાને કારણે એકથી વધારે વ્યક્તિઓ હત્યા કરવામાં સામેલ હોવાનું પ્રાથમિક લાગી રહ્યું છે.
આ પણ વાંચો Vadodara Crime News: જરોદ પાસે આવેલ આમલીયારા ગામની 19 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો
રાત્રે 8 કલાકે ગયા બાદ સીધો મૃતદેહ ઘરે આવ્યો : ભાવનગરની સરિતા સોસાયટીમાં રહેતા શશીકાંતભાઈ વાઢેરને બે પુત્રો અને એક પુત્રી છે. શશીકાંતભાઈ અને તેના ભાઈનો પરિવાર સંયુક્ત પરિવારમાં સરિતા સોસાયટીમાં 4 નમ્બરની શેરીમાં રહે છે. શશીકાંતભાઈએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે 8 કલાકે પલ તેના મિત્રો સાથે ગયો હતો. મોડું થતા રાત્રે 10 કલાકે તેની છેલ્લી વાત થઈ ત્યારે પલે નાસ્તો કરતા હોવાનું જણાવ્યું હતું. બાદમાં 10.30 એ ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. તેના મિત્રોના પણ ફોન બંધ આવતા હતા. આથી રાત્રે અમે પોલીસ સ્ટેશનમાં 1 કલાકે જાણ કરી હતી.પરંતુ સવારે 10 કલાકે જાણ થતાં હું બનાવ સ્થળે પહોચ્યો તો મારો પલ મૃત હાલતમાં હતો. તેની આજુબાજુમાં ઘણી એવી ચીજો હતી તેના પરથી કાવતરું હોવાની શંકા જાય છે. અમે અમારા ભાઈઓ બધા સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ.
હત્યામાં મિત્રો તરફ શંકા : પલનો મૃતદેહ પાસે પહોચ્યા ત્યારે અમદાવાદની કોથળી એક ચાવી પણ મળી છે. પલનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં જોવા મળ્યો છે. શાળાના પહેરેલા શર્ટના બટન અને શર્ટની સ્થિતિ પણ ખેરવિખેર હતી. પલના પિતાને અન્ય શંકા તેના મિત્ર ઉપર છે. જેમાંથી એક ટ્યુશનમાં જતો હોય તે બે મહિનાથી જોવા મળતો નથી. જ્યારે એક ઘર પાસે પણ મિત્ર પર શંકા ઉપજી રહી છે. જો કે શશીકાંતભાઈ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પગલે મિત્ર રાહુલ સામે શંકાની સોય તાણી અજાણ્યા સખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે બનાવ સ્થળે જહાંગીર મિલમાં દરગાહ પણ હોઈ તેના CCTV પણ પોલીસ તપાસ કરી શકે છે. જો કે બનાવ રાતનો હોવાથી પોલીસ પોતાની રીતે હાલ તપાસ હાથ ધરી છે.