ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar Crime: બિલ્ડરનું ચાર શખ્સોએ કર્યું અપહરણ, 50 લાખની ખંડણી માંગી - kidnapping case of builder extortion

ભાવનગર શહેરના ડોન ચોકમાં રહેતા બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓ શહેરમાં વિવિધ સ્થળે તેમને કારમાં ફેરવીને 50 લાખની ખંડણી માંગી હતી. બનાવ બાદ બિલ્ડરે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ હાલ કાર્યવાહી કરી રહી છે.

Bhavnagar CrimeL: બિલ્ડરનું તેની કારમાં અજાણ્યા ચાર શખ્સોએ કર્યું અપહરણ, માંગી 50 લાખની ખંડણી
Bhavnagar CrimeL: બિલ્ડરનું તેની કારમાં અજાણ્યા ચાર શખ્સોએ કર્યું અપહરણ, માંગી 50 લાખની ખંડણી

By

Published : Apr 6, 2023, 10:20 AM IST

બિલ્ડરનું તેની કારમાં અજાણ્યા ચાર શખ્સોએ કર્યું અપહરણ

ભાવનગર:ભાવનગરના બિલ્ડરે ચાર અજાણ્યા શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે. જેમણે બિલ્ડરને માર માર્યો હતો. આ સાથે મારી નાખવાની ધમકી ઉપરાંત ખંડણી માંગવામાં આવી હતી. બિલ્ડરને તેની કારમાં જ અપહરણ કરીને અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. શહેરના વિવિધ સ્થળોએ ફેરવીને અંતે પૈસા આપવામાં સહમત થતા છોડી મુક્યો હતો.

સ્થળથી પરત ફરતા અપહરણ: ભાવનગરના ડોક ચોક વિસ્તારમાં રહેતા હિતેશભાઈ પન્નાલાલ ઘોઘારી 41 વર્ષીય પોતાની કાર લઈને ઘરેથી નીકળીને ઓફીસ અને ત્યાંથી સીદસર પોતાની સાઇટ ઉપર ગયા હતા. પોતાના મિત્રને રસ્તામાં તેના ઘરે ઊતારીને પરત ફરતા સમયે સંસ્કાર મંડળથી રૂપાણી સર્કલ વચ્ચે બે બાઇક ચાલકે ઈશારો કર્યો હતો. ઊભા રાખીને આમ ગાડી ચલાવાય કહી ઝગડો કરતા અન્ય બે શખ્સો આવી પહોંચ્યા અને તેમાંથી એક લંગડાતા ચાલીને કહેવા લાગ્યો કે એમને ઇજા થઇ છે. આથી તેને હોસ્પિટલ લઈ જવાનું કહેતા ચારેય શખ્સો કારમાં બેસી ગયા હતા. તેમ ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો Bhavnagar Crime: ભાવનગરના વળાવડ ગામમાં પ્લોટ બાબતે થયું ધીંગાણું, પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

બિલ્ડર સાથે શુ થયું:ચારેય શખ્સો કારમાં બેસી ગયા બાદ થોડે આગળ કાર ચાલતા લચ્છુ પાવ ગાંઠિયાની દુકાન આવતા બિલ્ડર સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. બિલ્ડરને એક શખ્સે કાઢેલી છરી હાથે ઇજા કરી હતી. તો બાદમાં એક શખ્સે બાદમાં પગના ભાગે છરી મારી હતી. 5 થી 7 થપાટો મારી હતી.બાદમાં એક શખ્સે પોતે કાર ચલાવીને કારને રુવા ગામ તરફ લઈ ગયા હતા. ત્યાં બાલા હનુમાનથી આગળ અંધારામાં ઉભી રાખી 50 લાખની માંગણી કરવામાં આવી હતી. બિલ્ડરે પોતાની પત્નીના ઘરેણાં આપશે તેમ જણાવતા પોતાની પત્નીને ફોન કર્યો હતો.

આ પણ વાંચો Bhavnagar Accident: ભાવનગરમાં ટેમ્પો પલટી જતાં 6 શ્રમિકોના મોત

મારી નાંખશું તેવી ધમકી:બિલ્ડરે ખાતરી પૈસા આપવાની આપતા કારને ચાલકો દિવાનપરા અને ત્યાંથી કણબીવાડ લઈ ગયા હતા. ત્યા ચારેય ઊતરીને પોલીસને જાણ કરી તો મારી નાંખશું તેવી ધમકી આપી હતી. આમ ચારેય અજાણ્યા શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને અપહરણ કરી ખંડણી 50 લાખની માંગી હોવાની ફરિયાદ બિલ્ડરએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચાર શખ્સો સામે નોંધાવી છે. અજાણ્યા ચાર શખ્સો કોણ હતા અને તેના નામો પણ ખુલી ગયા છે. બનાવને લઈને પોલીસ હાલ તપાસ કરી રહી છે ટૂંક સમયમાં આરોપીઓ સુધી પણ પોલીસ પહોંચી જશે.

ABOUT THE AUTHOR

...view details