ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar Crime: પોલીસ જવાન બુટલેગર બન્યો, 238 પેટી દારૂ સાથે ઝડપાયો - liquor ban in gujarat

ભાવનગરના એક પોલીસ જવાન બુટલેગર બની ગયા છે. ભાવનગરમાં એવો કિસ્સો સામે આવ્યો છે જે ખાખની વર્દી સામે અનેક પ્રશ્નો ઊભા કરી જાય છે. કુલ 238 પેટી દારૂ સાથે પોલીસ જવાન ઝડપાયો હોવાની માહિતી મળી રહી છે.

Bhavnagar news: જવાન બુટલેગર બ પોલીસની ગયો, 238 પેટી દારૂ સાથે જવાન ઝડપાયો
Bhavnagar news: જવાન બુટલેગર બ પોલીસની ગયો, 238 પેટી દારૂ સાથે જવાન ઝડપાયો

By

Published : Jan 26, 2023, 12:33 PM IST

ભાવનગર:જિલ્લાના સિહોર પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે કાર ચાલકને રોકતા દારૂનો જથ્થો કારમાંથી મળી આવ્યો હતો. કાર ચાલકની ઓળખાણ થતા સિહોર પોલીસની આંખો ખૂલી ને ખુલી રહી ગઈ હતી. પોલીસે દારૂ જપ્ત કરી ધોરણસર કાર્યવાહી કરી હતી. આ પહેલા રાજકોટમાંથી પણ પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતો ઝ઼ડપાયો હતો. જેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

દારૂ સાથે ઝડપી લીધો:ભાવનગરની સિહોર પોલીસે પોલીસ જવાનને દારૂ સાથે ઝડપી લીધો છે. સિહોર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે કારમાં મોટી માત્રામાં દારૂ લાવતો પોલીસ જવાન ઝડપાતા કાયદેસર કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો Bhavnagar Crime : જાળીયાના ડુંગરામાં વિદેશી દારૂનું કટીંગ ઝડપાયું, સિહોર પોલીસે પાંચ શખ્સની ધરપકડ કરી

પકડાયો પોલીસ જવાન:ભાવનગરથી 25 કિલોમીટર દૂર આવેલા સિહોર ગામ ખાતે સિહોર પોલીસ સાંજે ચેકીંગમાં હતી. બાતમી મળી હતી કે એક કારમાં દારૂ લઈને શખ્સ આવી રહ્યો છે. આથી સિહોર પોલીસ બસ સ્ટેન્ડ પાસે વોચમાં હતી ત્યારે મળેલી બાતમી વાળી કાર રોકીને કાર ચાલકની પૂછતાછ કરી હતી. કારની તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. કારમાં બેઠેલા કાર ચાલકને આઈકાર્ડ પરથી ખુલાસો થયો હતો કે કાર ચાલક પોલીસ જવાન છે.

આ પણ વાંચો Bhavnagar Incometax Raid: ભાવનગરમાં 10થી વધુ સ્થળોએ IT વિભાગના દરોડા

પોલીસ જવાન:સિહોર પોલીસે રોકેલી વેગન આર કાર GJ 01 RG 9855 માં તપાસ કરતા 238 વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. કારમાં બેઠેલા શખ્સ આઈકાર્ડ પરથી સિહોર પોલીસને જાણ થઈ હતી કે તે પોલીસ જવાન છે. કાર ચાલક અમરેલી જિલ્લા જેલમાં સિપાહી તરીકે ફરજ બજાવે છે. કાર ચાલક વિજય પ્રવીણ બારૈયા 31 વર્ષીય અને ભાવનગર ઘોઘારોડનો રહેવાસી છે. સિહોર પોલીસે વધુમાં પૂછતાછ કરતા વિજય બારૈયાએ દારૂ નેજાભાઈ નામના બાબરા ગામના રેહવાસીને ત્યાંથી લીધો હતો અને ભાવનગર ઘોઘાજકાત નાકા પાસે રહેતા અર્જુન મકવાણાને આપવાનો હતો. પોલીસે 238 વિદેશી દારૂ બોટલના 84,750 અને કારની કિંમત 1.20 લાખ ગણીને પોલીસ જવાન સહિત અન્ય બે સામે ધોરણસર ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details