Bhavnagar Crime: SITએ પૂછપરછમાંથી વધુ 6ને પકડ્યા, મોટા ખુલાસા થવાના એંધાણ ભાવનગરઃભાવનગર ડમીકાંડમાં આરોપીઓની લાઇન લાંબી થતી જાય છે. ભાવનગર SIT દ્વારા વધુ છને ઝડપી લેતા કુલ આરોપીઓ 14 થઈ છે. SIT હજુ પણ ફરિયાદમાં રહેલા નામ પ્રમાણે પૂછપરછ માટે વધારે યુવાનોને બોલાવી રહી છે. જુદા જુદા પાસા પરથી મળતા પુરાવા પ્રમાણે અટકાયતો થઈ રહી છે. આ ફરિયાદમાં વધુ નામો પણ બહાર આવતા આરોપીઓનું લીસ્ટ લાંબુ થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ Ahmedabad Crime : ઉર્જાવિભાગના સ્ક્રેપનું ટેન્ડર અપાવવાની લાલચે વેપારીને 6 કરોડમાં નવડાવ્યો,
ઊંડી તપાસ શરૂઃભાવનગર ડમીકાંડમાં એક પછી એક આરોપીઓની લાઇન થતી જાય છે. જો કે મુખ્ય આરોપી શરદ પનોતના લેપટોપમાં 70 થી 80 ડમીકાંડમાં સામેલ લોકોના નામ હોવાની ચર્ચા વચ્ચે SIT દ્વારા વધુ 6 ઝડપી લીધા છે. હવે કુલ આરોપીઓ 14 થયા છે. જેમાં ચર્ચામાં રહેલા પાર્થ જાની પણ ઝડપાયો છે. ભાવનગર SIT દવર શરદ પનોત અને પ્રકાશ ઉર્ફે પી કે કરશન દવેના નિવેદનમાં 36 લોકોનાં નામ ખુલ્યા હતા.
આઠ આરોપીઓઃ પરંતુ SITએ બાકી રિમાન્ડ દરમ્યાન શરદ પનોતએ વધુ નામ જાહેર કરતા વિરમદેવસિંહ ગોહિલ એસટીમાં ફરજ બજાવતા શખ્સનું નામ ખોલતા આંકડો 36 ઉપર પોહચ્યો છે. જો કે અગાવ શરદ પનોત, પ્રકાશ ઉર્ફે પીબકે કરશન દવે મુખ્ય આરોપી બાદ બળદેવ રમેશભાઈ રાઠોડ,પ્રદીલ નંદલાલ બારૈયા,અક્ષર બારૈયા (પરિક્ષાર્થી), સંજય હરજી પંડ્યા (ડમી) બાદ વિરમદેવસિંહ ગોહિલ અને મિલન બારૈયા ઝડપતા કુલ 8 આરોપીઓ થયા છે. ડમી ઉમેદવાર કૌભાંડમાં વધુ છ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
શું કહે છે પોલીસ અધિકારીઃ ડમીકાંડમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં 36 લોકો સામે ફરિયાદ નોંધાય છે. ડીએસપી આર આર સિંઘલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના 36 નામ પૈકી પૂછતાછમાં વધુ ચાર નામ સામે આવ્યા છે. જો કે 8 શખ્સો ઝડપાયા બાદ અન્ય છ શખ્સો ઝડપાયા છે. જેમાં મિલન ઘુઘાભાઈ બારૈયા, વિરમદેવસિંહ ગોહિલ સહિત અન્ય ઝડપાયા છે. છ શખ્સોને આવતીકાલે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે. જો કે ફરિયાદમાં નામ છે જે પ્રમાણે એક પછી એક લોકોને બોલાવીને પૂછપરછ થઈ રહી છે. આધાર પુરાવા મળતાની સાથે જ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Bhavnagar Crime : ગઇકાલથી ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો,
કોણ છે આરોપીઓઃવિપુલકુમાર તુલશીદાસ અગ્રાવત (ઉ.વ.33) સને-2022માં આરોપી નં.26ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે રાજકોટ ખાતે MPHWની પરિક્ષા આપેલ હતી. ભાર્ગવ કનુભાઇ બારૈયા (ઉ.વ.28) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,આરોગ્ય વિભાગ, વડોદરામાં ડમી વિદ્યાર્થી તરીકે કસોટી આપી હતી. શરદ ભાનુશંકરભાઇ પનોત ધોરણ-12ની પરીક્ષા આપેલી હતી. પાર્થ ઇશ્વરભાઇ જાની ડમી ઉમેદવારે તારીખ 26 માર્ચના રોજ પશુધન નિરીક્ષકની પરિક્ષા આપેલ હતી. અશ્વિનભાઇ રમેશભાઇ સોલંકી ડમી ઉમેદવાર તરીકે વન વિભાગની કસોટી આપી હતી. આરોપી મીલનભાઇ ઘુઘાભાઇએ વન રક્ષકની પરિક્ષા આપેલ હતી. રમેશભાઇ બચુભાઇ બારૈયા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,આરોગ્ય વિભાગ,સાવરકુંડલાની કસોટી આપી હતી. રાહુલ દિપકભાઇ લીંબડીયા ડમી ઉમેદવાર તરીકે પશુધન નિરીક્ષકની પરિક્ષા આપેલ હતી.