ભાવનગર: શહેરમાં 21 ઓગસ્ટના રોજ 27 કોરોના કેસ નોંધાયા છે. મુખ્યપ્રધાનએ ભાવનગરમાં તંત્ર સાથે બેઠક યોજી હતી. છતાં, તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહીં કરવાની રણનીતિ બતાવે છે. જો કે આંકડા ઘટવા પાછળ કારણ શું છે? ઉપરાંત, આઇસોલેશન વોર્ડ ભરાઈ રહ્યા છે. ભાવનગર શહેરમાં અનલોકનો પ્રારંભ થયો હોવા છતાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ભાવનગરમાં કોરોનાના વધુ 27 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 2324 થઈ - Contentment zone in bhavnagar city
ભાવનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. 21 ઓગસ્ટના રોજ 27 કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં 2,297ની પાર કેસની સંખ્યા પહોંચી ગઈ છે. ભાવનગરમાં કોરોના કેસમાં દિવસ દિવસે વધી રહ્યા છે.જેને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
ભાવનગર શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. તંત્રએ અચાનક ટ્રાવેલ હિસ્ટ્રી અને નામ જાહેર કરવાનું બંધ કરવા પાછળનું કારણ દર્શાવ્યું નથી.
ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટિમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં 1408 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો 41 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સર ટી હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 476 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે. તો સ્વસ્થ થવાનો આંકડો 1,800 પર પહોંચ્યો છે. ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે.