Bhavnagar Chilli Rising Prices: ઉનાળાની શરુઆતમાં જ મરચાએ રડાવ્યા, ગૃહિણીનું બજેટ વેરવિખેર - Chilli Buyers and Sellers Troubled
ભાવનગર શહેરમાં મરચાની બજાર ગરમ છે પરંતુ માવઠું બજારને ગરમમાંથી ઠંડી કરી દે છે. ત્યારે ખરીદનાર અને વહેંચનાર બને મોંઘવારી અને મૌસમના પગલે ચિંતામાં છે. ભાવનગરમાં છેલ્લા એક અઠવાડિયામાં થયેલા માવઠું ઉનાળાની સીઝનમાં વિલન બની રહ્યું છે. મોંઘવારી પગલે ભાવને લઈને સરકાર પાસે નિયંત્રણની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ભાવનગર: ઉનાળો એટલે ગૃહિણીઓને વર્ષના મસાલા ભરવાનો સમય છે. ભાવનગરમાં જાહેર રસ્તાઓ પર મરચાવાળાઓ મોટી સંખ્યામાં તંબુ તાણીને બેસી ગયા છે, પરંતુ ભર ઉનાળે ચોમાસા જેવા માહોલમાં ગૃહિણીઓને મસાલા ભરવામાં વધેલા ભાવ બજેટ વિખેરી રહ્યું છે.
ભાવનગરમાં જાહેર રસ્તા પર મરચાવાળાઓ:ભાવનગર શહેરમાં દર વર્ષે જાહેર રસ્તાઓ પર તબું તાણીને મરચાના વ્યાપારીઓ ગોઠવાય જાય છે. હાલમાં ઉનાળાનો પ્રારંભ થતા મરચાવાળા શહેરના ટોપ થ્રિ સર્કલ અને નારી ગામે લાઈનમાં મરચા વાળા ગોઠવાઈ ગયા છે. એક તરફ વરસાદી વાતાવરણ અને બીજી બાજુ સીઝન ઉનાળાની હોવાથી વ્યાપારીઓ ચિંતિત છે. માવઠાને પગલે વ્યાપારીઓને મુશ્કેલીઓનો સામનો જાહેરમાં તંબુ હોવાથી કરવો પડ્યો છે.
ભાવને પગલે ગૃહિણીઓનો કકળાટ:ભાવનગરમાં મરચા વાળાઓને ત્યાં મહિલાઓ પોહચી રહી છે. વર્ષનું મરચું, હળદર, જીરું, ધાણાજીરું અને રાય વગેરે એક સાથે ભરી લેવામાં આવે છે. દરેક રસોડાની વસ્તુઓ મહિલાઓ વર્ષની ખરીદી કરતી હોવાથી કિલોમાં વધુ પ્રમાણમાં થાય છે. ખરીદી કરવા આવેલી યાસમીન કળડરિયાએ જણાવ્યું હતુ કે અમે મરચું લેવા આવ્યા છીએ પણ ડબલ ભાવ છે. હળદર, જીરું બધામાં બાહવ ડબલ છે આટલી મોંઘવારી નો પરવડે. તેવામાં આવું વાતાવરણ છે તો વધુ ભાવ વધવાની શક્યતા છે.
વ્યાપારીઓ અને ખરીદનારને ભાવ વધારાની અસર:શહેરમાં આશરે 10 પ્રકારના મરચાઓ વહેચાય છે. ત્યારે વ્યાપારી કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળાની શરૂઆત થતા બજાર ધીમે ધીમે ખુલતી જાય છે. પણ આ વર્ષે મરચું મોંઘુ બોવ છે. દરેક મરચામાં 100 રૂપિયાનો વધારો છે. 8 થી 10 પ્રકારના મરચા આવે છે. સીઝન ખુલી છે એટલે 12 માસના મસાલા ભરવા લોકો આવવાના જ છે પણ મોંઘુ બોવ હોવાથી 50 ટકા લોકોને અસર કરે છે. મરચામાં ડબલ પટ્ટો બે ત્રણ પ્રકારનો હોય, કાશ્મીરી બે ત્રણ પ્રકારનું હોય છે. બધામાં વધારો છે કોઈના 200 ના 300 થયા છે કોઈ 450 થયા છે. તેવામાં વાતાવરણ આવું હોઈ એમ અમને નુકશાન જાય છે. વાદળો વિખેરાઈ જાય એટલે લોકો આવે છે.