ભાવનગર : ગુજરાત સરકારે રજૂ કરેલા બજેટમાં ભાવનગરને મળેલી બાબતો પગલે ચેમ્બર ઓફ કોમર્સે આનંદ વ્યક્ત કરીને આવકાર્યું છે. રિંગરોડ, સહિત ટેક્સ નવો નાખવો નહિ અને CNG, PNG ગેસમાં ઘટાડાને આવકારી વિકાસલક્ષી ગણાવ્યું છે. ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઇએ પોતાના પદ પરથી બીજી વાર રજુ કરેલા બજેટને લઈને ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું છે. ત્યારે શું કહે છે બજેટને લઈને ચેમ્બર ઓફ કોમર્સે જાણો.
ચેમ્બર ઓફ કોમર્સએ બજેટને આવકાર્યું :ગુજરાત સરકારના આજે નાણાપ્રધાન કનુ દેસાઈ રજૂ કરેલા બજેટને લઈને ભાવનગરની ચેમ્બરે જણાવ્યું કે, પ્રજાને અને ઉદ્યોગોને ફાયદો થશે અને બજેટને વિકાસલક્ષી ગણાવ્યું છે. ભાવનગર શહેરમાં ચિત્રા GIDCમાં લઘુ ઉદ્યોગો અને અલંગ શિપ રિસાયક્લિંગ જેવું મોટું ઉદ્યોગનું હબ અલંગમાં હોય ત્યારે બજેટને લઈને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપ કામાણીએ જણાવ્યું હતું કે, જે રિંગ રોડ માટે 270 કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમજ ઉદ્યોગોને લઈને જે જાહેરાત થઈ છે તેનાથી ઘણો ફાયદો થવાનો છે. સીએનજી અને પીએનજીમાં ટેક્સ ઘટાડાથી સૌથી વધારે ફાયદો કોમર્શિયલ ક્ષેત્રે થશે અને પ્રજાને પણ થવાનો છે. આમ ઉદ્યોગ માટે પણ ઘણી રાહતો આપી છે.
આ પણ વાંચો :Gujarat Budget 2023 : ખેડૂતોને ઘરેબેઠા સેવાઓ આપવા સરકાર કટિબદ્ધ, 5140 કરોડની કરી જાહેરાત